When Art Meets Altitude @Saanika shah
How Whistling Woods International empowers students to win both worlds
POSTED BY NIILESH WAGHELA
મોટાભાગના યુવા કલાકારોએ, એક સ્વપ્નને સાકાર કરવા બીજા સ્વપ્નને છોડી દેવાનો વારો આવે છે.
સાનિકા શાહની યાત્રા જોકે તેનાથી વિપરીત સાબિત થઇ છે. એક કુશળ અભિનેત્રી, તાલીમ પામેલી શાસ્ત્રીય નૃત્યાંગના અને વિક્રમ સર્જક હાઇ-અલ્ટીટ્યૂડ પર્વતારોહક, સાનિકાની સફળતા એ બાબત પુરવાર કરે છે કે જ્યારે પ્રતિભાને યોગ્ય વાતાવરણનો ટેકો મળે ત્યારે કેવા સુંદર પરિણામ આવે છે.
સાનિકાની કહાની પ્રતિબિંબિત કરે છે કે, વ્હિસલિંગ વુડ્સ ઇન્ટરનેશનલ (ડબલ્યુડબલ્યુઆઇ) વિદ્યાર્થીઓને કલાત્મક અને વ્યક્તિગત બંને પ્રકારના અસાધારણ લક્ષ્યો હાંસલ કરવા માટે કઇ રીતે સશક્ત બનાવે છે.
જ્યારે સાનિકા ડબલ્યુડબલ્યુઆઇમાં બીએ એક્ટિંગ પ્રોગ્રામમાં જોડાઈ, ત્યારે તેની પાસે જાઝ અને સમકાલીન નૃત્યની તાલીમ સાથે ભરતનાટ્યમમાં પહેલેથી જ મજબૂત પાયો હતો. સનિકાએ તેના ઉદ્યોગ-કેન્દ્રિત અભ્યાસક્રમ, માર્ગદર્શન અને સર્જનાત્મક ઇકોસિસ્ટમ માટે ડબલ્યુડબલ્યુઆઇ પસંદ કર્યું. પરંતુ તે પોતાની કલાત્મક મહત્વાકાંક્ષાઓ સાથે સાથે પર્વતોનું ખૂબ જ અલગ સ્વપ્ન પણ ધરાવતી હતી.
અભિનય અને પર્વતારોહણને સંતુલિત કરવું કોઈ નાની સિદ્ધિ નથી, છતાં ડબલ્યુડબલ્યુઆઇના ફેકલ્ટીએ સાનિકાને બંનેને અનુસરવા માટે પ્રોત્સાહિત કર્યા. તેઓએ ઓળખ્યું કે પર્વતારોહણથી શિસ્ત, સ્થિતિસ્થાપકતા અને માનસિક શક્તિ જેવા ગુણો ખીલેે છે, જે કલાકારની કારીગરીને પણ વધુ પરિપક્વ બાનાવવા સાથે એક ઊંડાણ આપે છે.
સાનિકાએ સાત શિખરોમાંથી બે માઉન્ટ કિલીમંજારો (૫,૮૯૫ મીટર) અને માઉન્ટ એલ્બ્રસ (૫,૬૪૨ મીટર) સર કર્યા છે. ભારતમાં, તેણે કાંગ યાત્સે ટુ (૬,૨૫૦ મીટર) પર આરોહણ કર્યું અને માઉન્ટ એકોનકાગુઆ (૬,૯૬૧ મીટર) પર ચઢાણનો અનુભવ મેળવ્યો. તેમણે સીમાચિહ્નરૂપ સિદ્ધિ નેપાળમાં હાંસલ કરી, જ્યાં તે હિમલુંગ હિમલ (૭,૧૨૬ મીટર) સર કરનારી સૌથી નાની ઉંમરની ભારતીય અને પ્રથમ ભારતીય મહિલા બની. પાંચ વર્ષમાં તેની ૧૪મી ઝુંબેશ હેઠળના આ ચઢાણે તેમની સહનશક્તિની કસોટી કરી અને તેમના દ્રષ્ટિકોણને બદલી નાખ્યો.
આજે, સાનિકાએ અભિનય, નૃત્ય અને પર્વતારોહણને પોતાની ઓળખને પરસ્પર સંકળાયેલી અભિવ્યક્તિ તરીકે અપનાવી છે. માઉન્ટ એવરેસ્ટ માટે તૈયારી કરતી વખતે, સાનિકા ઇચ્છે છે કે સિનેમા જગતમાં અધિકૃત પર્વત વાર્તાઓને પ્રવેશ અને મંચ મળે જેથી યુવાન મહિલાઓને સર્જનાત્મકતા અને હિંમત બંનેને અનુસરવા માટે પ્રેરણા મળી શકે.
સાનિકાની યાત્રા ડબલ્યુડબલ્યુઆઇના દ્રષ્ટિકોણને મૂર્ત બનાવે છે, જે ફક્ત કારકિર્દીને આકાર નથી આપતી, પરંતુ વિદ્યાર્થીઓને તેમના સપનાના દરેક પરિમાણમાં ઉડવા માટે સશક્ત બનાવે છે.
Comments
Post a Comment