મુલુંડના ઈતિહાસમાં યાદગાર દીક્ષા મહોત્સવ

મુલુંડના ઈતિહાસમાં યાદગાર દીક્ષા મહોત્સવ 

Posted by Niilesh waghela 

મુંબઈ: પહેલીવાર ‘જિનશાસનમ્’ Exhibition નું આયોજન પ.પૂ. ગચ્છાધિપતિ જૈનાચાર્ય શ્રી યુગભૂષણસૂરીશ્વરજી મહારાજ (પંડિત મ.સા.) ની નિશ્રામાં, રિચાર્ડસન એન્ડ ક્રુડાસ ગ્રાઉન્ડ, મુલુંડ વેસ્ટ ખાતે ૭ ફેબ્રુઆરી થી ૧૧ ફેબ્રુઆરી ના દિવસોમાં ભવ્ય દીક્ષા મહોત્સવનું આયોજન થશે. જેમાં મુમુક્ષુરત્ન મુલુંડ નિવાસી શરદભાઈ ઝવેરી દીક્ષા ગ્રહણ કરશે.

આ પ્રસંગે ૪૦ હજાર ચોરસ ફૂટમાં પથરાયેલ ‘જિનશાસનમ્’ પ્રદર્શન લોકોના આકર્ષણનું કેન્દ્ર બનશે. સંસાર સમુદ્ર, જિનશાસન રૂપી રાજમહેલ, મોક્ષમાર્ગના ૧૧ પગથિયાં, મનમોહક જિનપ્રતિમાઓ અને પાંચ મહાતીર્થોની વિશાળ રચનાઓ આદિ અનેક આકર્ષણો ઉભા કરવામાં આવશે. ડિજિટલ અને ઈન્ટરએક્ટિવ માધ્યમોનો ઉપયોગ યુવાનો માટે અત્યંત રસપ્રદ બનશે.

હેમંત શાહ, જ્યોત પબ્લિક રિલેશન અને ગવરર્મેન્ટ રિલેશન સાથે સંકળાયેલા છે, જે કેનેડામાં સ્થાયી છે અને દીક્ષા પ્રસંગ માટે ખાસ કેનેડાથી આવ્યા છે. તેમણે જણાવ્યું કે દીક્ષા દરમિયાન પ્રથમ વખત જૈન શાસનના મહત્ત્વ વિશે સમજાવતી પ્રદર્શનનું આયોજન કરવામાં આવશે. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી યુગભૂષણ સૂરીજી મહારાજના શુભ આશીર્વાદ હેઠળ પાંચ દિવસીય દીક્ષા વિજય પ્રસ્થાન યોજાશે. આ સમગ્ર આયોજન અનોખું અને યાદગાર રહેશે.

કાર્યક્રમની વિગતો:

૭ ફેબ્રુઆરીની સાંજ: એક રોમાંચક નાટકની પ્રસ્તુતિ ખ્યાતનામ કલાકારો દ્વારા કરાશે, જે વિશ્વને સંયમનો મહિમા સમજાવશે.

૮ ફેબ્રુઆરીની સાંજ: ‘જિનશાસન ભક્તિ’ સંધ્યાનું આયોજન કરાયું છે, જેમાં શાસનના મહત્વપૂર્ણ યોગદાનોની શૌર્યગાથા વર્ણવાશે. પાંચે દિવસના કાર્યક્રમ ભવ્ય અને રોમાંચક આયોજનોથી સબર રહેશે.

૯ ફેબ્રુઆરી: સવારે ૯:૦૦ વાગ્યાથી કપડાં રંગવાનુ/છાબ ભરવાનું કાયૅકમ શ્રી નૈતિકભાઈ મહેતાના સંગીતભયૉ સંગાથે અને સાંજે ૬:૩૦ થી ૧૦:૦૦ વિદાય સંધ્યા શ્રી મનનભાઈ સંઘવીના સંગીતભયૉ સંગાથે.

૧૦ ફેબ્રુઆરી: આ દિવસે ભવ્ય વર્ષીદાન રથયાત્રા કાર્યક્રમ યોજાશે. જે સર્વોદય નગર, ઝવેર રોડ તથા વર્ધમાન નગરના રાજમાર્ગોમાં શાસન પ્રભાવના કરશે.

૧૧ ફેબ્રુઆરી: સવારે ૫:૦૦ વાગ્યાથી દીક્ષા વિધિનો પ્રારંભ થશે.

પાંચેય દિવસના કાર્યક્રમો ભવ્ય અને રોમાંચક આયોજનોથી સભર રહેશે. આ દિવસોમાં હજારોની જનમેદની ઉમટી પડવાની સંભાવના આયોજકો દર્શાવી રહ્યા છે. 

સકળ સંઘને સર્વે પ્રસંગોમાં પધારવા દીક્ષાર્થી પરિવાર તરફથી ભાવભીનું આમંત્રણ છે.

Comments

Post a Comment

Popular posts from this blog

Women's day: Bhartiya Nari - strong, resilient and Inspiring

Beware, non-veg milk is coming

Neela Rathore Soni re-elected as BJP's publicity chief