તાજ ઈન્ડિયન ગ્રુપે હાંસલ કર્યું, ટોચના ચાર જ્યુસ નિકાસકારમાં સ્થાન

તાજ ઈન્ડિયન ગ્રુપે હાંસલ કર્યું, ટોચના ચાર જ્યુસ નિકાસકારમાં સ્થાન
 

Posted by Shubham waghela 

મુંબઇ: ભારતીય મૂળની વ્યક્તિઓ દ્વારા સ્થાપિત પોલેન્ડ સ્થિત કંપની તાજ ઈન્ડિયા ગ્રુપે નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન એચએસ કોડ 22029920 હેઠળ ભારતની ટોચની ચાર જ્યુસ નિકાસકારમાંથી એક તરીકે અજોડ સ્થાન હાંસલ કર્યું છે, એવું ગ્લોબલ ઈમ્પોર્ટ- એક્સપોર્ટ ડેટા જણાવે છે.

એચએસ કોડ 22029920 ફ્રૂટ પલ્પ અથવા ફ્રૂટ જ્યુસ આધારિત પીણું છે, જે વેપાર માટે હાર્મનાઈઝ્ડ સિસ્ટમ (એચએસ) હેઠળનાં આવાં પીણાંઓને વર્ગીકૃત કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે, જેમાં પાર્લે એગ્રો ટોચ પર છે, જ્યારે ગ્રુપ ચોથા સ્થાને આવે છે, જ્યારે પાંચમા સ્થાને ડાબર છે.

‘‘ગુજરાતમાં ફ્રૂટ જ્યુસ અને સ્પાર્કલિંગ ડ્રિંક્સ જેવાં નોન- આલ્કોહોલિક પીણાંનું કોન્ટ્રાક્ટ ઉત્પાદન દ્વારા કામગીરી શરૂ કર્યાના એક વર્ષમાં કંપનીનાં પ્રીમિયમ ફ્રૂટ્સનો ઉપયોગ કરીને બનાવાતાં પલ્પ આધારિત જ્યુસ યુરોપમાં તુરંત હિટ નીવડ્યાં હતાં,’’ એમ તાજ ઈન્ડિયન ગ્રુપના સંસ્થાપક હરપ્રીત સિંહે જણાવ્યું હતું.

‘‘ભારતમાં 12 મુખ્ય શહેર અને પાંચ મુખ્ય રાજ્ય મહારાષ્ટ્ર, ગુજરાત, પંજાબ, આસામ અને પશ્ચિમ બંગાળમાં 5000થી વધુ રિટેઈલ સ્ટોર્સમાં કંપનીની પ્રોડક્ટો ઉપલબ્ધ છે,’’ એમ સિંહે જણાવ્યું હતું.

‘‘અમે હવે પ્રીમિયમ ભારતીય મસાલાઓ, બેકરી અને સ્નેક્સ અને રેડી-ટુ-ઈટ મીલ્સ સહિત 300 એસકેયુના કેટલોગ થકી ભારતમાં 15 વધુ રાજ્ય અને 30 વધુ શહેરોમાં વિસ્તરણ કલરવા માગીએ છીએ,’’ એમ તાજ ઈન્ડિયન ગ્રુપના સહ-સંસ્થાપક ગૌતમ કુમારે જણાવ્યું હતું.

કંપની હાલમાં રૂ. 50 કરોડના ખર્ચે ગુજરાતમાં અત્યાધુનિક મિની ફૂડ પાર્ક વિકસાવવા માટે પોતાના ઉત્પાદનમાં બેકવર્ડ ઈન્ટીગ્રેટ કરવા માટે જમીન હસ્તગત કરવાના આખરી તબક્કામાં છે,  જેને ભારતની એફએમસીજી નિકાસ ઈકોસિસ્ટમને મજબૂત બનાવવા માટે ખાનગી ઈક્વિટી અને સરકારી ગ્રાન્ટ્સ થકી ભંડોળ પૂરું પડાશે.

5-6 એકરમાં પથરાયેલો મિની ફૂડ પાર્ક દિવસના 50,000 લિટર જ્યુસ અને પીણાંની નિયોજિત ક્ષમતા સાથે 7-8 ઉત્પાદન એકમો ધરાવશે, જેમાં દિવસના 10 મેટ્રિક ટન મસાલાઓ પ્રક્રિયા કરાશે, જ્યારે સ્નેક્સ અને બેકરી પ્રોડક્ટો દિવસના 5 મેટ્રિક ટન અને રેડી-ટુ-ઈટ મીલ્સ (ફ્રોઝન/ ડિહાઈડ્રેટેડ) દિવસના 25,000 મીલ પેક્સ પ્રક્રિયા કરાશે.

મુંબઈમાં કોર્પોરેટ ઓફિસ સાથે કંપની એકદમ મજબૂત સ્થિતિમાં છે અને હવે તેના મિની- ફૂડ પાર્ક માટે વ્યૂહાત્મક અને નાણાકીય ભાગીદારી કરવા માગે છે, જે 500 પ્રત્યક્ષ નોકરીઓ અને 800 અપ્રત્યક્ષ નોકરીઓ નિર્માણ કરશે, એમ ગૌતમ કુમારે જણાવ્યું હતું.

Comments

Popular posts from this blog

Women's day: Bhartiya Nari - strong, resilient and Inspiring

Beware, non-veg milk is coming

Neela Rathore Soni re-elected as BJP's publicity chief