Stock market bloodbath:એપ્રિલ ડૂલ: સેન્સેક્સમાં ૧૫૦૦ સુધીનો કડાકો

એપ્રિલ ડૂલ: સેન્સેક્સમાં ૧૫૦૦ સુધીનો કડાકો 

Posted by Nilesh waghela 

મુંબઇ: એપ્રિલના પહેલા જ દિવસે શેરબજાર તેજીની વિકેટ ગુમાવીને એપ્રિલ ડૂલ બની ગયું. સેન્સેક્સમાં ૧૫૦૦ પોઇન્ટનો સુધીનો તોતિંગ કડાકો જોવા મળ્યો. નવા નાણાં વર્ષની ૨૦૨૦ના કડાકા બાદની, એટલે કે પાંચેક વર્ષની આ સૌથી નિરાશાજનક શરૂઆત રહી છે. 

ટ્રમ્પ દ્વારા રેસિપ્રોકલ ટેરિફની જાહેરાત થાય તે અગાઉ ખાસ કરીને આઇટી અને બેન્કત શેરોમાં વેચવાલીનું જોરદાર દબાણ આવવાથી નવા નાણાકીય વર્ષની કંગાળ શરૂઆત સાથે અમેરિકાના નવધોષિત ‘લિબરેશન ડે’ પહેલા સેન્સેક્સમાં ૧૩૯૦ પોઇન્ટનો જોરદાર કડાકો નોંધાવ્યો હતો અને રોકાણકારોના લાખો કરડોનું ધોવાણ થઇ ગયું હતું. 

સેન્સેક્સ સત્ર દરમિયાન ૧૩૯૦.૪૧ પોઇન્ટ અથવા તો ૧.૮૦ ટકાના તોતિંગ કડાકા સાથે ૭૬,૦૨૪.૫૧ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો છે. સત્ર દરમિયાન તે ૧૫૦૨.૭૪ પોઇન્ટ અથવા તો ૧.૯૪ ટકાના ભયાનક કડાકા સાથે ૭૫,૯૧૨.૧૮ પોઇન્ટની સપાટીને અથડાયો હતો. સેન્સેક્સના ૩૦માંથી માત્ર બે જ શેર પોઝિટિવ ઝોનમાં ટકી શક્યા હતા. જ્યારે એનએસઇનો બેન્ચમાર્ક નિફટી ૩૫૩.૬૫ ર્પોીંટ અથવા તો ૧.૫૦ ટકાના કડાકા સાથે ૨૩,૧૬૫.૭૦ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. 

બજારની નજર ટેરિફ પર મંડાયેલી છે, જો જાહેર થનાર ટેરિફ અપેક્ષા કરતા ઓછા સ્તરે ગંભીર હોય, તો ફાર્માસ્યુટિકલ્સ અને આઇટી જેવા વૈશ્ર્વિક વેપાર સાથે સંકળાયેલા ક્ષેત્રોમાં તેજી આવી શકે છે. જો કે, જો નવી ટેપિ કે નિયમો આકરાં હોય, તો આપણે કરેકશનના બીજા રાઉન્ડનો સામનો કરવાની તૈયારી રાખવી પડશે, એમ નિષ્ણાતો માને છે. 

આ ઉપરાંત ટેપિની અસરને કારણે બજારમાં અફડાતફડી રહે તો પણ નિકટ ભવિષ્યમાં કોર્પોરેટ ક્ષેત્રના સારા પરિણામોની આશા, રિઝર્વ બેન્ક દ્વારા વ્યાજદરના ઘટાડાની અપેક્ષા અને વાજબી સ્તરે પહોંચેલા વેલ્યુએશન્સને જોતા બજારનો અંડર ટોન મક્કમ રહેવાની આશા રાખી શકાય. 

ટોચના ટેક્નિકલ એનાલિસ્ટે જણાવ્યું છે કે, જો નિફ્ટી ૨૩,૧૧૫ની સપાટી મોટા ગેપ સાથે તોડશે તો તીવ્ર કડાકાની શક્યતા છે, જ્યારે બેન્ચમાર્ક જો ૨૩,૨૫૦ પોઇન્ટની પ્રતિકાર સપાટીની ઉપર મજબૂત બ્રેકઆઉટ સાથે આગળ વધે તો બજારમાં તેજીની ગતિને ફરીથી કરંટ મળી શકે છે.


એશિયાઇ બજારોમાં સુધારો હોવા છતાં સ્થાનિક બજારમાં વિવિધ પરિબળોને કારણે આ કડાકો નોંધાયો હોવાનું બજારના સાધનો જણાવે છે. ટ્રમ્પ બીજી એપ્રિલના રોજ રેસિપ્રોકલ ટેરિફ જાહેર કરશે ત્યારે તેની સંભવિત નકારાત્મક અસરોની બજારના માનસ પર અસર પડી છે. આ સત્રના જબરદસ્ત અને ઝડપી ઘટાડા પાછળ ચાર મુખ્ય કારણો રહ્યાં છે. 

ટ્રમ્પ દ્વારા લિબરેશન ડે તરીકે જાહેર થયેલા બીજી એપ્રિલના દિવસ પહેલા બજારનું સેન્ટિમેન્ટ ખખડી ગયું હોવાથી ખાસ કરીને આઈટી શેરોમાં વેચવાલીનું દબાણ વધી ગયું હતું. આઇટી કંપનીઓ અમેરિકન માર્કેટ પર ખૂબ જ નિર્ભર છે, નબળી માગની ચિંતાને કારણે તેના ઇન્ડેક્સમાં બપોર સુધીમાં ૧.૮ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. માર્ચ ક્વાર્ટરમાં આ સેક્ટરમાં પહેલેથી જ ૧૫ ટકાનો કડાકો નોંધાયો છે. નોંધવું રહ્યું કે, નિફ્ટી ૫૦ ઇન્ડેક્સ પર આ સેકટરનું વેઇટેજ નોંધપાત્ર છે.

આ ઉપરાંત ત્રીજું મહત્ત્વનું પરિબળ ક્રૂડ ઓઇલના ભાવ પાંચ સપ્તાહની ટોચની નજીક છે. ક્રૂડ ઓઈલના ભાવ પાંચ સપ્તાહના ઉચ્ચ સ્તરની નજીક હોવાને કારણે ફુગાવો વધવાની ચિંતા વધી રહી છે. બ્રેન્ટ ક્રૂડનો ભાવ બેરલ દીઠ ૭૪.૬૭ આસપાસ બોલાઇ રહ્યો હતો, જ્યારે યુએસ વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયેટ (ડબલ્યુટીઆઇ) ૭૧.૩૭ પર ટ્રેડ થયો હતો.

ક્રૂડ ઓઈલની વધતી કિંમતો ભારતની રાજકોષીય ખાધ પર દવાણ લાવી શકે છે અને કોર્પોરેટ નફાના માર્જિનને અસર કરી શકે છે. બજારના સાધનો એમ પણ માને છે કે મજબૂત તેજી પછી પ્રોફિટ બુકિંગ પણ જોવા મળ્યું છે, જેને બજાર ગબડવાંનું ચોથું કારણ ગણી શકાય. પાછલા આઠ સત્રોમાં નિફ્ટી અને સેન્સેક્સ લગભગ ૫.૪૦ ટકા વધ્યા છે, જે વર્ષ માટે સકારાત્મક છે.

જો કે, રોકાણકારો હવે તાજેતરની તેજીને પગલે નફો બુક કરી રહ્યા છે, જેના કારણે બજાર પુલબેક તરફ દોરાઇ જાય છે. વેલ્યુએશનમાં ઝડપી ઉછાળાએ કેટલાક ટ્રેડર્સને પણ સાવચેત કર્યા છે, જેના કારણે હેવીવેઈટ શેરોમાં વેચવાલી શરૂ થઈ ગઈ છે.  



Comments

Popular posts from this blog

શેરબજારમાં મહાભયાનક કડાકાની આગાહી

Mumbai's First Divyang Park Opens at Kandivali

शिक्षक दिन मनाया MCOA ने भव्य कार्यक्रम के संग: २००० से अधिक लोग शामिल।