રાતા સમુદ્રના રેડ એલર્ટ સાથે નિફ્ટીની નજર ૨૨,૦૦૦૦ના કિનારા તરફ
- Get link
- X
- Other Apps
Nifty eyes @ 22000, amid red sea tention
POSTED by NILESH WAGHELA
મુંબઇ: નિષ્ણાતોની આગાહીને ખોડી પાડીને શેરબજાર સતત આગળ વધતું રહ્યું છે અને એ જ સાથે નિષ્ણાતોની ચેતવણીઓ વચ્ચે મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં ઊંચા વેલ્યુએશન્સ છતાં ફાટફાટ તેજી ચાલી રહી છે. આર્થિક ડેટા અને વૈશ્ર્વિક વલણો જોતાં હાલ તો તેજીને બ્રેક મળે એવા કોઇ ટ્રીગર દેખાતાં નથી. એક વાક્યમાં કહીએ તો રાતા સમુદ્દના રેડ એલર્ટ સાથે નિફ્ટીની નજર ૨૨,૦૦૦૦ના કિનારા તરફ છે. બેન્ચમાર્ક ૨૨,૦૦૦ની સપાટી સરળતાથી અ સપાટી વટાવી જાય એવી શક્યતા છે.
એકધારી તેજી અને ઊંચા વેલ્યુએશન્સ જોતા બજારને જો એકપણ ટ્રીગર મળી જશે તો ઝડપી અને તીવ્ર કડાકો સંભવ છે. એમાં પણ પાછું મિડકેપ અને સ્મોલ કેપમાં વધુ ઝડપી અને વધુ તીવ્ર કડાકા જોવા મળે એવી સંભાવના છે. ટેક્નિકલ નિષ્ણાત અનુસાર નિફ્ટી માટે તાત્કાલિક સપોર્ટ લેવલ ૨૧,૮૦૦થી ૨૧,૯૦૦ છે અને જો નિફ્ટી ૨૧,૮૦૦ની ઉપર ટકી રહેશે તો ૨૨,૦૦૦ અને ૨૨,૨૦૦ સુધી આગલ વધી શકે.
ફંડોમેન્ટલસ્ જોઇએ તો, ક્રૂડ ઓઇલના ભાવમાં સપ્તાહ દરમિયાન વધારો થયો છે, જ્યારે સ્તાનિક ધોરણે એફઆઇઆઇ નેટ સેલર્સ અને ડીઆઇઆઇ નેટ બાયર્સ બન્યાં છે. એફઆઇઆઇએ ઉપરોક્ત સપ્તાહમાં રૂ. ૩૨૯૩.૨૩ કરોડની લેવાલી નોંધાવી છે, જ્યારે સ્થાનિક સંસ્થાકિય રોકાણકારો (ડીઆઇઆઇ)એ રૂ. ૭૨૯૬.૫૦ કરોડની વેચવાલી નોંધાવી છે. ૧૨મી જાન્યુઆરીએ જાહેર થનારા સીપીઆઇ ઇન્ફ્લેશન ડેટા પર પણ બજારની નજર રહેશે.
મૂડીબજારમાં હલચલ ચાલુ રહેશે. મેઇનબોર્ડમાં મંગળવારે જ્યેતિ સિએનસીનું ભરણુ ખૂલશે, જ્યારે એસએમઇ સેગમેન્ટમાં સોમવારે કૌશલ્યા લોજિસ્ટિકનું લિસ્ટિંગ અને અન્ય ત્રણ એસએમઇ આઇપીઓ બજારમાં પ્રવેશ કરશે. સમીક્ષા હેઠળના પાછલા સપ્તાહમાં બજારો ફલેટ બંધ થયા પછી, નવા ટ્રેડિંગ સપ્તાાહમાં મૂડ નક્કી કરવા માટે કોર્પોરેટ ક્ષેત્રની ત્રીજા ક્વાર્ટરની અર્નિંગ સિઝનની શરૂઆત, ફુગાવાના આંકડા અને શેરલક્ષી ટ્રિગર્સ સહિતના મહત્ત્વના પરિબળોની ભૂમિકા મહત્ત્વની રહેશેે.
અલબત્ત રોકાણકારોની નજર ૨૧,૮૩૪ની નવી ઊંચી સપાટીએ પહોંચ્યા બાદ નિફ્ટીની ૨૨,૦૦૦ની સપાટી તરફની સફર પર રહેશે. ૫ાંચમી જાન્યુઆરીએ પૂરા થયેલા સપ્તાહમાં નિફ્ટી ૦.૧ ટકા ઘટીને ૨૧,૭૧૦ પોઇન્ટની સપાટી પર જ્યારે સેન્સેક્સ ૦.૩ ટકા ઘટીને ૭૨,૦૨૬ પોઇન્ટની સપાટી પર બંધ થયો હતો. સેક્ટરની અંદર, નિફ્ટી રિયલ્ટી (૭.૮ ટકા ઉપર) અને નિફ્ટી મીડિયા (૩.૩ ટકા ઉપર) ટોચના ગેઇનર્સ હતા જ્યારે આઇટી (૧.૯ ટકા નીચે) અને મેટલ (૧.૩ ટકા નીચે) ટોપ લુઝર હતા.
બ્રોડર માર્કેટે સતત બીજા સપ્તાહમાં તેનું આઉટપરફોર્મન્સ જાળવી રાખ્યું હતું. નિફ્ટી મિડકેપ ૧૦૦ ૨.૫ ટકા વધ્યો છે, જ્યારે નિફ્ટી સ્મોલકેપ ૧૦૦ ૧.૯ ટકા વધ્યો છે. જોકે, બજાર વિશ્ર્લેષકો માને છે કે રોકાણકારોએ કોર્પોરેટ પરિણામની મોસમ અને રાતા સમુદ્રમાં સતત વર્તાઇ રહેલી અનિશ્ર્ચિતતા પર નજર રાખીને સાવચેતપૂર્ણ વલણ અપનાવવું જોઈએ. રેડ સીમાં હૌથીસ આતંકવાદીઓ ચાંચિયાની માફક વ્યાપારી જહાજો પર હુમલા કરવાનું ચાલુ રાખ્યું હોવથી વૈશ્ર્વિક જાયન્ટ શિપિંગ કંપનીઓએ એ રૂટ ડાઇવર્ઝન ચાલુ રાખ્યું હોવાથી વૈશ્ર્વિક વેપારમાં વિક્ષેપ ચાલુ રહેશે.
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment