એલઆઈસી એમએફ મેન્યુફેક્ચરિંગ ફંડમાં રોકાણની તક


એલઆઈસી એમએફ મેન્યુફેક્ચરિંગ ફંડમાં રોકાણની તક

Posted by NILESH WAGHELA 

મુંબઈ: ભારતમાં સૌથી જૂના ફંડ હાઉસિસ પૈકીના એક એવા એલઆઈસી મ્યુચ્યુઅલ ફંડ (LIC Mutual Fund)એ એલઆઈસી એમએફ મેન્યુફેક્ચરિંગ ફંડ લોંચ કર્યું છે, જે મેન્યુફેક્ચરિંગ થીમ પર આધારિત એક ઓપન-એન્ડેડ ઈક્વિટી સ્કીમ છે.

એનએફઓ સ્કીમ 20મી સપ્ટેમ્બર,2024થી સબ્સ્ક્રીપ્શન માટે ખુલવા જઈ રહેલ છે અને તે 4 ઓક્ટોબર,2024 સુધી ખુલ્લો રહેશે. આ સ્કીમ અંતર્ગત યુનિટ્સની ફાળવણી 11 ઓક્ટોબર,2024ના રોજ કરવામાં આવશે અને આ સ્કીમ શ્રી યોગેશ પાટિલ તથા શ્રી મહેશ બેન્દ્રે દ્વારા સંચાલિત રહેશે. સ્કીમ નિફ્ટી ઈન્ડિયા મેન્યુફેક્ચરિંગ ઈન્ડેક્સ (ટોટલ રિટર્ન ઈન્ડેક્સ)નો બેન્ચમાર્ક બનશે.

આ સ્કીમના રોકાણ ઉદ્દેશ મેન્યુફેક્ચરિંગ થિમ પર આધારિત કંપનીઓની ઈક્વિટી અને ઈક્વિટી સંબંધિત ઈન્સ્ટ્રુમેન્ટમાં મુખ્યત્વે રોકાણ કરીને લાંબા ગાળાની મૂડીગત વૃદ્ધિ હાંસલ કરવાનો છે. 

આ વાતને લઈ કોઈ ખાતરી નથી કે સ્કીમ રોકાણ ઉદ્દેશ પૂરા કરશે. એનએફઓ દરમિયાન એપ્લિકેશન/સ્વિચ આ માટે લઘુત્તમ રકમ રૂપિયા 5,000/- હશે અને ત્યારબાદ રૂપિયા 1ના ગુણાંકોમાં રહેશે.

આ સ્કીમનો ઉદ્દેશ મેન્યુફેક્ચરિંગ થિમના કાર્યક્ષેત્રમાં આવનારી કંપનીઓના વૈવિધ્યસભર પોર્ટફોલિયો પ્રદાન કરવાનો છે, જેમાં ઓટોમોબાઈલ, ફાર્માસ્યુટીકલ્સ, કેમિકલ્સ, હેવી એન્જીનિયરિંગ પ્રોડક્ટ્સ, મેટલ્સ, શિપબિલ્ડિંગ તથા પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ વગેરેનો સમાવેશ થાય છે. અલબત તે આ પૂરતું મર્યાદિત નથી.

નવા ફંડ અંગે માહિતી આપતા એલઆઈસી મ્યુચ્યુઅલ ફંડના મેનેજીંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર શ્રી આરકે ઝાએ કહ્યું કે, “ભારતની મજબૂત જીડીપી વૃદ્ધિ, ઝડપી શહેરીકરણ, મધ્યમવર્ગની વધી રહેલી વસ્તી, સરકારની નિકાસ પ્રોત્સાહન તથા પ્રોડક્ટ્સ સંબંધિત સ્કીમ તેમ જ મેક-ઈન- ઈન્ડિયા જેવી નીતિગત પહેલ ઉત્પાદિત વસ્તુઓની માંગને વધારી રહેલ છે. તેના પરિણામ સ્વરૂપે દેશને વ્યાપકપણે વિશ્વના મેન્યુફેક્ચરિંગ હબ તરીકે વિકસિત કરવામાં આવી રહેલ છે. 

આ ઉપરાંત વર્ષ 2027 સુધીમાં ભારતને 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવામાં મેન્યુફેક્ચરિંગ અત્યંત મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. તેને પરિણામે મેન્યુફેક્ચરિંગ થિમમાં રોકાણકારોને વિવિધ સેક્ટરો માટે વર્તમાન પોઝિટિવ આઉટલુકમાંથી ઘણો લાભ થઈ શકે છે.”

એલઆઈસી મ્યુચ્યુઅલ ફંડના ચીફ ઈન્વેસ્ટમેન્ટ ઓફિસર-ઈક્વિટી શ્રી યોગેશ પાટિલે જણાવ્યું હતું કે, “છેલ્લા બે દાયકામાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાંથી ભારતની ગ્રોસ વેલ્યુ-એડેડને લઈ વૃદ્ધિ ધીમી રહી છે અને તે મહદઅંશે વપરાશ અને સર્વિસિસ દ્વારા સંચાલિત છે. અલબત, હવે આ સ્થિતિમાં પરિવર્તન આવી શકે છે, કારણ કે સરકાર આર્થિક વૃદ્ધિના ચાવીરૂપ એન્જીન તરીકે ભારતના મેન્યુફેક્ચરિંગની સ્થિતિને મજબૂત કરવાનો ઉમદા ઈરાદો ધરાવે છે. 

‘મેક ઈન ઈન્ડિયા’, ‘આત્મનિર્ભર ભારત’ જેવી પહેલ તેમ જ પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટીવ સ્કીમ્સ વૈશ્વિક સપ્લાઈ ચેઈનના સંકલનની સાથે ચાઈના+1 અને યુરોપ+1 તકો મારફતે ભારત તરફ વળી રહ્યા છે. આ પ્રયત્નો સાથે સંબંધિત ક્ષેત્રોમાં સંભાવનાઓ ખુલવા, વ્યાપક આર્થિક વિકાસને ઉત્તેજન મળવા તથા ભારતને વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ તરીકે સ્થાપિત કરવામાં મદદ મળશે.”

Comments

Popular posts from this blog

શેરબજારમાં મહાભયાનક કડાકાની આગાહી

शिक्षक दिन मनाया MCOA ने भव्य कार्यक्रम के संग: २००० से अधिक लोग शामिल।

Mumbai's First Divyang Park Opens at Kandivali