જેડીટી હાઈસ્કૂલ ષષ્ઠીપૂર્તીની ધમાકેદાર ઉજવણીની તૈયારીમાં
Posted by Niilesh waghela
મુંબઈ: સંસ્કાર સર્જન એજ્યુકેશન સોસાયટી સંચાલિત ગુજરાતી માધ્યમની જ્યોત્સ્ના ધીરજલાલ તલકચંદ હાઈસ્કૂલ, ધૂમધામ સાથે ષષ્ઠીપૂર્તીની ઉજવણીની તૈયારી કરી રહી છે અને માતૃભાષાના ગૌરવને વધાવવા સાથે સર્વ ભાષાને સમ્માન આપવાનો ઉદ્દેશ સિદ્ધ કરતુ આયોજન કરવાનું નક્કી કર્યું છે.
આ વખતે જે. ડી . ટી હાઈસ્કૂલ ગુજરાતી માધ્યમ દ્વારા વર્ષ 1964 થી 2025 સુધીના તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, હાલના વિદ્યાર્થીઓ તથા તેમના પરિવારજનોને એકત્રિત કરતી અનોખી પહેલ “વર્ણિકા” નામક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
શાળાના પ્રવક્તાએ જણાવ્યું કે ૨૦ અને ૨૧ ડિસેમ્બરે, બપોરે ત્રણથી રાતે દસ વાગ્યા સુધી યોજાનાર કાર્યક્રમ “વર્ણિકા”વર્ણ અને રંગોના સમન્વયથી ભારતીય સંસ્કૃતિને સાકાર કરનાર એક સંસ્કારના સોનેરી બીજના વાવેતર માટે તૈયાર કરવામાં આવેલો એક અનોખો ઉત્સવ છે.
આ મહોત્સવમાં પાંચ દાયકાથી વધુ સમયના આ શાળાના વિદ્યાર્થીઓ એક મંચ પર આવી પોતાની સફળતા, અનુભવો અને જીવનમૂલ્યો હાલના વિદ્યાર્થીઓ સાથે વહેંચશે, જેથી શિક્ષણ પ્રત્યે પ્રેરણા, માતૃભાષા પ્રત્યે ગૌરવ અને સમાજ નિર્માણની ભાવના મજબૂત બને.
આ કાર્યક્રમમાં —
• વિવિધ ક્ષેત્રોમાં પ્રવિષ્ટ થયેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પોતાના અનુભવો શેર કરશે,
• બાળકો માટે માટી-કામ, પોટરી, પેઇન્ટિંગ, રમતો, ઝુંબા, નૃત્યકળા વગેરેની અનુભૂતિ,
• માતૃભાષા અને ભારતીય સંસ્કૃતિના વિવિધ રંગોનું પ્રદર્શન,
• માતૃતાષાના માધ્યમનું ગૌરવ વધારતી પ્રેરક રજૂઆતો થશે.
* ભારતની દરેક ભાષાને સ્થાન આપી તેનું સન્માન
અમારા માટે ગૌરવની વાત છે કે આ શાળાના અનેક વિદ્યાર્થીઓ આજે દેશ-વિદેશના પ્રતિષ્ઠિત ક્ષેત્રોમાં કાર્યરત છે અને તેમના સહયોગ તેમ જ માર્ગદર્શનને કારણે નવા વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ જન્મે છે કે “Being a Vernacular student is a matter of pride.” અર્થાત પ્રાદેશિક ભાષાના વિદ્યાર્થી હોવું એ ગૌરવની વાત છે.
તારીખ: ૨૦ અને ૨૧ ડિસેમ્બર ૨૦૨૫
સમય: બપોરે ૩ થી રાતના ૧૦
સ્થળ: જ્યોત્સના ધીરજલાલ તલકચંદ હાઈસ્કૂલ , મલાડ ( પૂર્વ)
આયોજક: સંસ્કાર સર્જન એજ્યુકેશન સોસાયટી
આચાર્યા - શ્રીમતી સંધ્યા ખંધાર ( પ્રાથમિક વિભાગ)
Mo- 9987653924
આચાર્ય - વિનોદચંદ્ર ચૌધરી
( માધ્યમિક વિભાગ)
Mo- 9022513040
Mail - jdthighschool@yahoo.com



Comments
Post a Comment