SAGA OF A Dance-Empress: નૃત્ય-સામ્રાજ્ઞી: કથા એક બેગ્લુરુ બેબીની, જે બની ગઇ બોમ્બે ક્વીન

 નૃત્ય-સામ્રાજ્ઞી; શિલ્પા ગણાત્રા 


કથા એક બેગ્લુરુની બેબીની, 

જે બની ગઇ બોમ્બેક્વીન

POSTED BY: NILESH WAGHELA

આ કથા બેગ્લુરુની એક એવી યુવતીની છે, જેણે સ્વબળે, પોતાના યત્નોથી પોતનું સ્વપ્ન સાકાર કર્યું. શિર્ષક પરથી ખ્યાલ આવી જ ગયો હશે કે આપણે નૃત્યકલાની વાત કરી રહ્યાં છીએ. તમે જ્યાં જન્મ લો અને ત્યાં જ વિકાસ સાધો ત્યારે તમારી અડધી સમસ્યાઓ દૂર થઇ જતી હોય છે, કારણ કે અનેક સહાય અને સહકાર મળી રહે છે. પરંતુ જ્યારે તમારે તમારા જન્મ સ્થળથી અજાણ્યા સ્થાને જવું પડે અને તે છતાં તમે તમારા ક્ષેત્રે કમાલ કરી બતાવો અને તેને લોકચાહના અને સરાહના મળે તો, તમારે માટે કહેવું જ પડે... વાહ જનાબ, ક્યા બાત હૈ!


આ એક બેંગ્લુરું યુવતીની વાર્તા છે, જે અહીં આવીને નૃત્ય ક્ષેત્રે બોમ્બે (હાલ મુંબઈ)ની રાણી એટલે કે નૃત્ય-સામ્રાજ્ઞી બની ગઇ. નૃત્ય ક્ષેત્રે એમણે નવો ચીલો ચાતરીને એક અનોખું સામ્રાજ્ય સ્થાપ્યું. હા, અવિશ્વસનીય લાગે એવી પરંતુ સત્યકથા છે. એ પણ નોંધવું રહ્યું કે તેમણે પોતાનું કાર્યક્ષેત્ર માત્ર મુંબઈ કે ભારતના નૃત્યજગતની રાણી બનવા સુધી સીમિત નથી રાખ્યું, પરંતુ કલાક્ષેત્રે અનેક કિલ્લાઓ સર કરીને ઢગલોબંધ મેડલ જીતવા સાથે વિશ્ર્વવિક્રમ પણ પોતાને નામે કર્યા છે.

જી હા, અમે વાત કરી રહ્યા છીએ એક અને એકમાત્ર વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર,  હુલાહુપ ક્વીન શિલ્પા ગણાત્રાની. તેમની આ સફર બિલકુલ સરળ નહોતી, તે મુશ્કેલ અને અમક તબક્કે કંટાળાજનક પણ હતી અને તેમને જીવનમાં ઘણા અવરોધો પસાર કરવા પડ્યા હતા. હવે વધુ સમય અને અવકાશ વેડફ્યા વિના, ચાલો તેની સાથે જોડાઈએ.

શિલ્પા કહે છે કે, મારો જન્મ અને ઉછેર બેંગ્લોરમાં થયો છે અને હું જન્મજાત ડાન્સર છું. એક બાળક તરીકે, હું હંમેશા તમામ ડાન્સ સ્પર્ધાઓમાં ભાગ લેતી હતી. એમની આ વાત અમને પ્રખ્યાત ગીતની યાદ અપાવે છે, જ્યાં ગીતકાર કહે છે, મેં એવી ઉંમરે ગાવાનું શરૂ કર્યું, જ્યારે મારે હજુ બોલવાનું શીખવાનું બાકી  હતું.

જોકે આ વાત જણઆય છે એટલી સરળ નહોવાનું જણાવતાં, શિલ્પાએ ફ્લેશબેક સંભળાવતા કહ્યું, મને એ સમય યાદ આવે છે જ્યારે હું ૧૦મા ધોરણમાં હતી ત્યારે, માત્ર હું મેદસ્વી હોવાને કારણે શાળાની નૃત્ય સ્પર્ધામાં મારી પસંદગી કરવામાં આવી નહોતી.

અલબત્ત જ્યારે હું મારી કોલેજમાં જોડાઈ ત્યારે મેં બેક ટુ બેક પાંચ વર્ષ ફર્સ્ટ પ્રાઇઝ મેળવી હતી, અને સાથે એ પણ નોંધો કે, આ દરેક સ્પર્ધામાં, ઓછામાં ઓછા ૪૦ સહભાગીઓ હતા. જીવનનો આ એવો પહેલો વળાંક હતો, જ્યાં તેમણે નક્કી કર્યું કે, નૃત્ય જ તેમને માટે એક સંપૂર્ણ કારકિર્દી વિકલ્પ છે.


હવે તેમણે ભારતની પ્રખ્યાત હૂલાહુપ ક્વીનનું બિરૂદ મેળવી લીધું છે, પરંતુ શરૂઆત તેમણે પરંપરાગત ગરબા અને ફોક ડાન્સથી કરી હતી. તેઓ કહે છે કે, મેં એટલી ગરબા સ્પર્ધાઓ જીતી છે કે મને અમુક યાદ પણ નથી, એક ગુજરાતી હોવાને કારણે હું જાણતી હતી કે મારે તેમાં ઉત્કૃષ્ટ બનવું જોઈએ. મેં ગરબા સ્પર્ધાઓ જીતીને ઘણા સોનાના સિક્કા અને એક સ્કૂટી પણ જીતી છે!

નૃત્યને કારકિર્દી તરીકે પસંદ કરવાની અને તેના પર ગંભીરતાથી ધ્યાન કેન્દ્રિત કરવાની વાત કરતી વખતે, તેમને ક્યારે અને ક્યાંથી વાસ્તવિક પ્રેરણા મળી એ વિશે વાત કરતા તેમણે કહ્યું, એક વખત, જ્યારે હું ૧૯ વર્ષની હતી, ત્યારે એક જજે મારા ડાન્સની પ્રશંસા કરી અને મને કનાડા ડાન્સ શોમાં જજ બનવા આમંત્રણ આપ્યું અને સાથે તેમણે મને વિદ્યાર્થીઓને એરોબિક્સ શીખવવાનું સૂચન કર્યું.

એ જ દરમિયાન કોઈએ મને સૂચન કર્યું કે તમે તમારા પોતાના ડાન્સ ક્લાસ કેમ નથી ખોલતા! બસ એ જ ક્ષણે મારા મનમાં આ વાત બેસી ગઇ અને ૧૯૯૮માં મેં યુથ ઝોન ડાન્સ એકેડમીની સ્થાપના કરી. મેં મારા ઘરેથી જ નૃત્ય શીખવવાનું શરૂ કર્યું અને મને સારી એવી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ મળ્યાં. મારી પ્રાથમિકતા હંમેશા પ્રથમ ઇનામ, ફર્સ્ટ પ્રાઇઝની હોવાથી મારા સ્ટુડન્ટ્સ પણ ફર્સ્ટ ટ્રોફી જીતી આવતા અને તેને કારણે લોકો મને ઓળખવા લાગ્યા.

પોતાના જીવનની શ્રેષ્ઠ ક્ષણ વિશે વાત કરતા તેમણે કહ્યું કે, જ્યારે મારી શાળા, જેણે મને નૃત્ય સ્પર્ધામાં ભાગ લેવાની મનાઇ કરી હતી, એ જ શાળાએ પોતાના મેગેઝીનમાં શ્રેષ્ઠ કોરિયોગ્રાફર તરીકે મારું નામ ચમકાવ્યું! એ જ મારા જીવનની શ્રેષ્ઠ ક્ષણ હતી.

આગળની યાત્રા વિશ માહિતી આપતા તેમણે જણાવ્યું કે થોડા વર્ષો પછી, મેં લગ્ન કર્યા અને મુંબઈ શિફ્ટ થઈ. સ્વાભાવિક રીતે જ સ્થળાંતર અને લગ્ન સાથે સંકળાયેલી જવાબદારીઓને કારણે મારી નૃત્ય કારકિર્દી કેટલાક વર્ષો માટે થોડી ધીમી થઈ, પરંતુ જેમ જેમ મારી પુત્રી મોટી થઈ, મેં ફરીથી શીખવવાનું શરૂ  કર્યું અને મેં ઘણું હાંસલ કર્યું. અત્યારે મારી પાસે મારા પોતાના ત્રણ ડાન્સ ક્લાસ છે. હું હિપ હોપ, ફોક, જાઝ, એથેનિક, હુલા હૂપ, ગરબા, એરિયલ ડાન્સ વગેરે શીખવું છું. મેં ૩૫૦૦થી વધુ વિદ્યાર્થીઓને નૃત્ય શીખવ્યું છે. મેં વીસથી વધુ જૂથો અને ક્લબને માટે કોરિયોગ્રાફી કરી છે, જેમાંથી એક તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમ છે. આ ઉપરાંત પણ મે અનેક ગુજરાતી નાટકો માટે કોરિયોગ્રાફી કરી છે.




વર્લ્ડ રેકોર્ડ અંગે જાણકારી આપતા શિલ્પાએ જણાવ્યું કે, અમે સતત ત્રણ મિનિટ સુધી હુલા હૂપ ડાન્સ, કરવાનો વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો છે અને અમે એ ઉપરાંત સંપૂર્ણપણે એલઇડી લાઇટમાં સફળ શો કરીને બીજો વર્લ્ડ રેકોર્ડ હાંસલ કર્યો છે. મારા વિદ્યાર્થીઓ અને મને ૬૦થી વધુ વખત ફર્સ્ટ પ્રાઇઝ મળી છે. પ્રસાર માધ્યમોમાં અવાનરનવાર મારા પર્ફોમન્સને પ્રસિદ્ધિ મળી છે અને ઘણા અખબારોમાં મારા પર આર્ટિકલ છપાયા છે.

એક કલા તરીકે નૃત્ય અંગે વાત કરતા તેઓ કહે છે કે, હું સખત મહેનત અને સંપૂર્ણતામાં વિશ્ર્વાસ કરૂ છું. નૃત્ય એ વ્યક્તિની લાગણીઓ વ્યક્ત કરવાની એક સરસ રીત છે અને ડાન્સરમાંથી શ્રેષ્ઠ તત્ત્વ, કલા નિખારવી એ મારૂ કામ છે અને હું મારું આ કાર્ય ચાલુ રાખીશ.

યુથ ડાન્સ ઝોન એકેડેમીની સ્થાપના અને વિકાસ અંગે વધુ વિગતો આપતા શિલ્પા કહે છે કે, મુંબઈમાં શિફ્ટ થયા પછી, હું મારા ઘરકામમાં વ્યસ્ત હતો, પરંતુ બે વર્ષ પછી જ્યારે મારી પુત્રીએ તેની શાળા, ચિલ્ડ્રન્સ એકેડમીમાં હુલા હૂપમાં પ્રથમ ઇનામ પ્રાપ્ત કર્યું, ત્યારે શાળાના આચાર્યએ મને તેમના વિદ્યાર્થીઓને તાલિમ આપવાની તક આપી. અહીં મને મળેલા જબરદસ્ત પ્રતિસાદની પ્રેરણ મળતાં મેં ટૂંક સમયમાં મારો પોતાનો એક ડાન્સ ક્લાસ શરૂ કર્યો.

શિલ્પા ગર્વથી કહે છે કે એ પછી તો એવું થવા માંડ્યું કે મારા મોટાભાગના સ્ટુડન્ટ્સ, જે કોઈપણ સ્પર્ધામાં સહભાગી થાય તેમાં ર્ફ્સ્ટ પ્રાઇઝ લઇને જ આવે!  મારૂં શિક્ષણ આટલું અસરકારક છે અને મારા વિદ્યાર્થીઓ હંમેશા જીતે છે તેનું કારણ એ છે કે હું એક યુનિક, અપૂર્વ ટેકનિક અપનાવું છું. હું વિદ્યાર્થીની પ્રતિભાનો અભ્યાસ કરૂ છું અને તેમની શૈલી પર કામ કરૂ છું અને તેને શ્રેષ્ઠ બનાવું છું. હું તેમનામાં ધીમે ધીમે આત્મવિશ્ર્વાસ વધારું છું, જેથી તેઓ વિશાળ જનમેદનીની સામે પ્રદર્શન કરી શકે અને સૌથી અગત્યનું, હું મારી જાતને અપડેટ રાખવા માટે દરરોજ લગભગ ૫ાંચ કલાક પ્રેકટિસ કરૂ છું અને હું તેનો ઉપયોગ સ્ટુડન્ટ્સને તાલીમ આપવા માટે કરૂ છું. આ રીતે મારા વિદ્યાર્થીઓ નૃત્યમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે છે.

નૃત્યકલાની સાર્થકતા અને ઉપયોગિતા અંગે વાત કરતા શિલ્પા કહે છે કે, લોકોને નૃત્ય ગમે છે કારણ કે નૃત્ય અર્ધજાગૃતપણે મન અને શરીરમાંથી નકારાત્મકતાને દૂર કરે છે અને હકારાત્મકતાથી ભરી દે છે. મેં એવા ઘણા લોકો જોયા છે જેઓ હતાશ હતા અને ડાન્સ થેરાપીએ તેમનું જીવન બદલી નાખ્યું છે. જ્યારે કામની વાત આવે ત્યારે હું પાવરહાઉસ છું. હું દરરોજ ૫ાંચ કલાકથી ઓછી ઊંઘ લઉં છું. હું ડાન્સ ઈન્ડસ્ટ્રીમાં મારાથી બને તેટલી કેટેગરીને આવરી લેવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરું છું. આ ઉર્જા મારી પુત્રીમાં પણ પ્રતિબિંબિત થાય છે. તે એક રાઇટર છે અને તેણે અત્યાર સુધીમાં ૧૮૬ પ્રમાણપત્રો જીત્યા છે! મને મારી દીકરી પર ખૂબ ગર્વ છે. હું દસથી વધુ વિવિધ ડાન્સ ફોર્મ શીખવું છું, હું સેલિબ્રિટી કોરિયોગ્રાફર છું અને ઝુમ્બા પ્રશિક્ષક પણ છું.


આ થઇ વ્યાવસાયિક ઓળખ, એ સિવાયની પ્રવૃત્તિની વિગતો આપતાં તેઓ કહે છે કે, મારા ડાન્સ ક્લાસ સિવાય, મેં ઘણા ફિઝિકલી ચેલેન્જ્ડ બાળકોેને તાલિમ આપી છે.  જ્યારે પણ હું તેમને મળવા જાઉં ત્યારે તે બધા મારી તરફ દોડે અને મને ગળે વળગી લાગણી ઠાલવે ત્યારે એ ખરેખર શ્રેષ્ઠ ક્ષણ જણાય છે. તે એક અમૂલ્ય અનુભૂતિ છે. હું એક સામાજિક કાર્યકર પણ છું. હું વુમન કેર ફાઉન્ડેશનમાં ઉપપ્રમુખ છું, નિમિત્ત સેવા સંસ્થામાં ડિરેકટર છું અને અન્ય ઘણા સામાજિક જૂથોમાં વાઇસ પ્રેસિડેન્ટ છું. હું જરૂરિયાતમંદોને મદદ કરવામાં માનું છું. મેં અત્યાર સુધીમાં ઘણા પુરસ્કારો જીત્યા છે, જેમાં વીમેન આન્ત્રપ્રિન્યોર એવોર્ડ, સ્ટાર એક્સલન્સ એવોર્ડ, સ્ત્રી અસ્તિત્વ, રંગોળી અને બીજા ઘણા એવોર્ડનો સમાવેશ થાય છે.

તેમણે હજુ આપણા પાંરપારિક નૃત્યોત્સવનો સંગાથ જાળવી રાખ્યો છે. તેઓ કહે છે કે, નવરાત્રી ઉત્સવમાં ઘણા લોકો અમારી સાથે જોડાય છે. અમે એવા લોકો માટે ખાસ ક્રેશ કોર્સ રાખ્યા છે જેમની પાસે વધારે સમય નથી. ડાન્સની સારી વાત એ છે કે ત્યાં કોઈ જબરદસ્તી નથી. તેઓ નૃત્ય કરે છે, કારણ કે તેઓ તેને પ્રેમ કરે છે. મને ખુશી છે કે હું તેમની ખુશીનું માધ્યમ બની છું.

Comments

  1. https://1newsbusiness.blogspot.com/2023/12/saga-of-dance-empress.html

    I am extremely glad that I have been featured on Business Samachar by Nilesh Waghela, and these words flatter me so much and mean a lot to me. Thank you so much for highlighting my life in such ana amazing manner!🙏🏻

    Thank You Dil Se🙏🏻
    FORM SHILPA GANATRA

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

શેરબજારમાં મહાભયાનક કડાકાની આગાહી

शिक्षक दिन मनाया MCOA ने भव्य कार्यक्रम के संग: २००० से अधिक लोग शामिल।

Mumbai's First Divyang Park Opens at Kandivali