High security registration plates: A National concern
હાઇ સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ્સ: રાષ્ટ્રીય સુરક્ષા માટે ચિંતાનો વિષય
Posted by NILESH WAGHELA
મુંબઈ: હાલ ચાલી રહેલા રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા માસમાં નેશનલ રોડ સેફ્ટી કાઉન્સિલના સભ્ય તથા રાહત (સેફ્ટી કમ્યૂનિટી ફાઉન્ડેશન)ના સ્થાપક સભ્ય ડો. કમલ સોઈ મુસાફરોની માર્ગ સુરક્ષા, નાગરિકોની સલામતી અને દેશની રાષ્ટ્રીય સુરક્ષા અંગેનો એક મહત્વનો મુદ્દો રજૂ કરવા માંગે છે.
આ મુદ્દો મહારાષ્ટ્ર રાજ્યમાં હાઇ સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ્સ (એચએસઆરપી)ના અમલીકરણ અંગેનો છે. માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલય દ્વારા બહાર પડાયેલા નોટિફિકેશન/કાયદાકીય ઓર્ડર અને સીએમવીઆરના સુધારેલા નિયમ 50 મુજબ સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાના અનુસંધાનમાં આ અમલીકરણ ફરજિયાત છે.
ભારત સરકારે માર્ચ 2001માં મોટર વ્હીકલ્સ એક્ટ 1988ની કલમ 41(6)ની જોગવાઈઓ હેઠળ એક પરિપત્ર બહાર પાડીને હાઇ સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ્સ જારી કરવા અને લગાવવા માટેની નવી સ્કીમ દાખલ કરી હતી. માનનીય સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપ સાથે અનેક રાજ્ય સરકારે 2011માં જ તેમના સંબંધિત રાજ્યોમાં આ સ્કીમ શરૂ કરી દીધી હતી.
જોકે મહારાષ્ટ્ર સહિતના કેટલાક રાજ્યોએ સર્વોચ્ચ અદાલતના વારંવારના નિર્દેશો છતાં તેમના રાજ્યમાં તેનો અમલ કર્યો નહોતો. માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે ડિસેમ્બર 2018માં ગેઝેટ નોટિફિકેશન અને એસ.ઓ. જારી કરીને 1 એપ્રિલ, 2019 કે તે પછી વેચાયેલા તમામ વાહનો પર વાહન ઉત્પાદકો (ઓઈએમ) થકી એચએસઆરપી લગાવવાનું ફરજિયાત બનાવ્યું હતું.
આ રીતે તમામ નવા વાહનો પર એચએસઆરપી સ્કીમનું સમગ્ર ભારતમાં અમલીકરણ થયુ હતું અને ત્યારથી સરળ રીતે અમલીકરણ થતુ રહ્યું છે. સ્કીમને ખરા અર્થમાં પૂરી કરવા માટે 1 એપ્રિલ, 2019ના પહેલા રજિસ્ટર્ડ થયેલા જૂના વાહનોમાં પણ એચએસઆરપી લગાવવી જરૂરી છે.
મોટાભાગના રાજ્યોએ સમય જતા તેમના સંબંધિત રાજ્યોમાં જૂના વાહનો પર એચએસઆરપીના અમલીકરણની શરૂઆત કરી દીધી છે. જોકે મહારાષ્ટ્ર સહિત કેટલાક રાજ્યોમાં હજુ સુધી તે નક્કી નથી થયું અને શરૂઆત નથી કરી.
રાજ્યમાં બે કરોડથી વધુ જૂના વાહનોમાં એચએસઆરપી લગાવવાની બાકી છે
માર્ગ સલામતી, પરિવહન સંબંધિત સેવાઓના ડિજિટલાઇઝેશન વગેરે માટેની પ્રવૃત્તિઓ અંગે ઝડપી નિર્ણય લેવાની, અમલીકરણ તથા લાગુ કરવા બાબતે તેના ડાયનેમિક અને પ્રગતિશીલ અભિગમ માટે જાણીતી મહારાષ્ટ્ર રાજ્ય સરકાર એચએસઆરપી સ્કીમના અમલીકરણમાં હવે નિષ્ફળ ગઈ છે. દેશની આર્થિક રાજધાની હોવા છતાં રાજ્યમાં 1 એપ્રિલ, 2019 પહેલા રજિસ્ટર્ડ થયેલા 2 કરોડથી વધુ વાહનોમાં હજુ સુધી એચએસઆરપી લગાવવાની બાકી છે.
એવું નથી કે રાજ્ય સરકારે રાજ્યમાં એચએસઆરપી સ્કીમ લાગુ કરવા માટે પ્રયાસ કર્યો નથી. રાજ્ય સરકારે ભૂતકાળમાં અનેક વખતે એચએસઆરપી સપ્લાયર્સની પસંદગી માટે ટેન્ડરો બહાર પાડ્યા છે. જોકે દર વખતે તે નિષ્ફળ રહ્યા છે. વાસ્તવમાં મહારાષ્ટ્ર રાજ્યમાં બે ઝોનમાં બીઓઓ મોડલ પર 1 એપ્રિલ 2019 પહેલા ઉત્પાદન થયેલા મોટર વ્હીકલ્સ માટે એચએસઆરપીના ઉત્પાદન, સપ્લાય અને ફિટ કરવા માટે આરએફપી માટેનું એક ટેન્ડર હજુ ખુલ્લુ છે.
બિડ ભરવાની છેલ્લી તારીખ છેલ્લા પાંચ મહિનામાં અનેક વખત લંબાવવામાં આવી છે અને છેલ્લે જણાવ્યા મુજબની તારીખ 12 ફેબ્રુઆરી 2024 હતી. હવે તેને ફરી એક વખત લંબાવવામાં આવી છે. અમે એ જણાવવા માંગીએ છીએ કે દેશમાં કોઈ રાજ્ય સરકાર છેલ્લા 8-9 વર્ષમાં ટેન્ડર પ્રક્રિયા દ્વારા સપ્લાય પસંદ કરીને એચએસઆરપી સ્કીમને અમલ કરી શકી નથી.
માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલય દ્વારા આ મુદ્દાની નોંધ લેતા ઉપર જણાવ્યા મુજબના ગેઝેટ નોટિફિકેશન અને એસ.ઓ.માં વાહન ઉત્પાદક (ઓઈએમ) દ્વારા જૂના વાહનો પર એચએસઆરપી સ્કીમને નવા વાહનો માટે અમલ કરાયો છે તે જ રીતે અમલ કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે.
ઉત્તર પ્રદેશ, ઓડિશા, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ, આસામ, સિક્કિમ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, ગુજરાત, આંધ્ર પ્રદેશ, દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ, દિલ્હીનું એનસીટી તથા છેલ્લે કર્ણાટક રાજ્ય જેવા અનેક રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોએ તેમના સંબંધિત વિસ્તારોમાં જૂના વાહનો પર સ્કીમ લાગુ કરવા માટે ઓઈએમનો માર્ગ અપનાવ્યો છે.
આ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ ટેન્ડર પ્રક્રિયા દ્વારા પસંદગી પામેલા એક જ સિંગલ સપ્લાયરના બદલે મલ્ટીપલ ઓઈએમ ઓથોરાઇઝ્ડ એચએસઆરપી સપ્લાયરોના અમલીકરણ, ઓઈએમના બહોળા ડીલર નેટવર્ક થકી સરળ અને ઝડપી અમલીકરણ થતો હોવાના લીધે જૂના વાહનો પર એચએસઆરપી સ્કીમનો અમલ કરવા ઓઈએમ રૂટ પસંદ કર્યો છે.
Comments
Post a Comment