Revolution in mosquito control by Godrej
ભારતની સૌપ્રથમ સ્વદેશી ધોરણે વિકસાવાયેલી મોસ્ક્વિટો વૈજ્ઞાનિકોએ ભારતની સૌપ્રથમ સ્વદેશી ધોરણે વિકસાવાયેલી મોસ્ક્વિટો રેપલન્ટ મોલેક્યુલ બનાવવામાં સફળતા મેળવી, ગેરકાયદેસર રીતે ચીનમાં વિકસાવાયેલા મોલેક્યુલ્સને હંફાવશે
Posted by NILESH WAGHELA
મુંબઇ: ભારતે મચ્છરોથી ફેલાતા રોગો સામેની લડતમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ (જીસીપીએલ)ના વૈજ્ઞાનિકોએ તેના પાર્ટનરની સાથે મળીને ભારતની સૌપ્રથમ સ્વદેશી ધોરણે નિર્મિત અને પેટન્ટેડ રેનોફ્લુથરિન વિકસાવી છે જે મચ્છરોના નિયંત્રણ માટે સૌથી વધુ અસરકારક લિક્વિડ વેપોરાઇઝર ફોર્મ્યુલેશન ધરાવે છે.
રેનોફ્લુથરિન સાથે બનાવાયેલું આ ફોર્મ્યુલેશન ભારતમાં હાલ ઉપલબ્ધ લિક્વિડ વેપોરાઇઝર ફોર્મેટમાં બીજા કોઈપણ રજિસ્ટર્ડ ફોર્મ્યુલેશનની સરખામણીએ મચ્છરો સામે બે ગણું વધારે અસરકારક છે. સેન્ટ્રલ ઇન્સેક્ટિસાઇડ બોર્ડ એન્ડ રજિસ્ટ્રેશન કમિટી (સીઆઈબીએન્ડઆરસી) દ્વારા આકરા ટેસ્ટિંગ અને અપ્રૂવલ તેની અસરકારકતા અને સુરક્ષા દર્શાવે છે. હાઉસહોલ્ડ ઇન્સેક્ટિસાઇડ કેટેગરીમાં અગ્રેસર રહેલી જીસીપીએલ તેના નવા ગુડનાઇટ ફ્લેશ લિક્વિડ વેપોરાઇઝરમાં રેનોફ્લુથરિન ફોર્મ્યુલેશન રજૂ કરી રહી છે જે ભારતનું સૌથી વધુ અસરકારક લિક્વિડ વેપોરાઇઝર છે.
સ્વદેશી નિર્મિત રેનોફ્લુથરિન કેવી રીતે હાલના મોલેક્યુલ્સ કરતાં વધુ અસરકારક છે?
દરેક દાયકો વીતે એટલે મચ્છરો સામે અસરકારકતા વધારવા માટે નવા મોલેક્યુલ ફોર્મ્યુલેશનની જરૂર પડે છે. છેલ્લે થયેલા ઇનોવેશન પછી 15 વર્ષે પણ ભારતના ઘણાં લોકો હજુ પણ નોંધાયેલા વિનાના તથા ગેરકાયદેસર રીતે ચીનમાં વિકસાવાયેલા મોલેક્યુલ્સનો ઉપયોગ કરતી અગરબત્તી જેવા ખૂબ જ ગંભીર રેપેલન્ટ ફોર્મેટ્સનો ઉપયોગ કરે છે. આના પગલે વિવિધ ચેનલ્સ થકી નોંધાયા વિનાના અને ગેરકાયદેસર રીતે ચીનમાં બનતા રેપેલન્ટ મોલેક્યુલ્સનો ભારતમાં રાફડો ફાટ્યો છે.
જીસીપીએલ હંમેશા સુરક્ષિત અને અસરકારક નવા મોલેક્યુલ ફોર્મ્યુલેશન્સ રજૂ કરવામાં અગ્રેસર રહી છે. આથી, જીસીપીએલ અને તેના પાર્ટનરે રેનોફ્લુથરિન અને તેના ફોર્મ્યુલેશન્સ વિકસાવવા માટે 10 વર્ષ કરતાં વધુ સમયથી રિસર્ચ અને ડેવલપમેન્ટમાં વ્યાપક રોકાણ કર્યું છે. પાર્ટનર દ્વારા પેટન્ટ થયા બાદ જીસીપીએલ મધ્યમ ગાળા માટે ભારતમાં આ મોલેક્યુલના એક્સક્લુઝિવ વપરાશના અધિકારો ધરાવે છે.
આ મોલેક્યુલમાં સાધવામાં આવેલી પ્રગતિ અંગે ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ (જીસીપીએલ)ના એમડી અને સીઈઓ સુધીર સીતાપતિએ જણાવ્યું હતું કે, “127 વર્ષના નવીનતાના વારસા સાથે, ગોદરેજ ભારતમાં ઘણા સ્વદેશી ધોરણે વિકસાવાયેલા ઇનોવેશન્સ રજૂ કર્યા છે. નોંધનીય રીતે અમે વિવિધ ચેનલ્સમાંથી ભારતમાં પ્રવેશતા નોંધાયા વિનાના અને ગેરકાયદેસર ચાઈનીઝ મોલેક્યુલ્સ ધરાવતા અગરબત્તી જેવા મચ્છર ભગાડનારી પ્રોડક્ટ્સનો વ્યાપક ઉપયોગ થતો જોયો છે. રેનોફ્લુથરિન એ ભારતનું પ્રથમ સ્વદેશી રીતે વિકસિત મોસ્ક્વિટો રેપેલન્ટ મોલેક્યુલ છે જે લોકોને ગેરકાયદે મોલેક્યુલ્સ ધરાવતી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવાથી અટકાવશે. આ નવીનતા ભારતને આત્મનિર્ભર બનાવે છે કારણ કે હવે આપણે આંતરરાષ્ટ્રીય બજારોમાંથી મોલેક્યુલ્સ આયાત કરવાની જરૂર નથી. રેનોફ્લુથરિન એનોફીલીસ, એડીસ અને ક્યુલેક્સ જેવી સૌથી વધુ જોવા મળતી મચ્છરની પ્રજાતિઓ સામે અસરકારક છે.”
ઈન્ડિયન એકેડમી ઓફ પીડિયાટ્રિક્સ (આઈએપી)ના સિનિયર મેમ્બર અને અગ્રણી ડેવલપમેન્ટલ પીડિયાટ્રિશિયન ડો. સમીર દલવાઈએ જણાવ્યું હતું કે મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા મચ્છરજન્ય રોગો ન કેવળ ગંભીર આરોગ્યની સમસ્યાઓ નોંતરે છે પરંતુ મોટાપાયે આર્થિક બોજ પણ લાદે છે. આથી, મચ્છરો સામે ખૂબ જ અસરકારક સુરક્ષા હોવી અનિવાર્ય છે. આ બીમારીઓ સામે લડવા માટેના સોલ્યુશન્સ આપતી વખતે હું અસરકારકતા, સુરક્ષા અને લાંબા ગાળાની વિશ્વસનીયતાને પ્રાથમિકતા આપું છું. રેનોફ્લુથરિન જેવા નવા મોલેક્યુલની રજૂઆત જ મચ્છરજન્ય રોગોને કાબૂમાં રાખવામાં મદદ કરશે. રેનોફ્લુથરિન મેલેરિયા અને ડેન્ગ્યુ માટે જવાબદાર સામાન્ય મચ્છર પ્રજાતિઓને લક્ષ્ય બનાવીને મોટાપાયે અસરકારકતા પ્રદાન કરે છે. તેની મચ્છરો પર તાત્કાલિક થતી અસર અને રેસિડ્યુઅલ પ્રોટેક્શન તેને મચ્છરનો ઉપદ્રવ ઘટાડવા અને તેના પગલે આ રોગોના પ્રસારને અટકાવવા એક મજબૂત ટૂલ બનાવે છે."
ગુડનાઈટ દ્વારા થયેલું સંશોધન દર્શાવે છે કે 63 ટકા ભારતીયો તેમના પરિવારોને મચ્છરોથી બચાવવા માટે તેમની ટોચની પસંદગી તરીકે લિક્વિડ વેપોરાઇઝરને પ્રાથમિકતા આપે છે. આના પ્રતિસાદરૂપે જીસીપીએલ ગુડનાઈટ ફ્લેશ લિક્વિડ વેપોરાઇઝરમાં ક્રાંતિકારી મોલેક્યુલ રેનોફ્લુથરિન રજૂ કરી રહી છે. નવું લિક્વિડ વેપોરાઇઝર બમણી ઝડપે મચ્છરોને દૂર કરશે અને બંધ કર્યા પછી પણ 2 કલાક સુધી કામ કરશે.
સુધીર સીતાપતિએ વધુમાં ઉમેર્યું હતું કે, “જીસીપીએલ આ પેટન્ટ રેનોફ્લુથરિન મોલેક્યુલનો મધ્યમ ગાળામાં ઉપયોગ કરવા માટેના એક્સક્લુઝિવ હકો ધરાવે છે. આનાથી બજારમાં ઉપલબ્ધ અન્ય કોઈપણ ફોર્મ્યુલેશન કરતાં ગુડનાઈટ ફ્લેશ લિક્વિડ વેપોરાઇઝર ફોર્મ્યુલેશન બેગણી વધુ અસરકારક બને છે. રેનોફ્લુથરિન હવે ભારતમાં ઉપલબ્ધ થશે અને અમે જ્યાં કામ કરીએ છીએ તે આંતરરાષ્ટ્રીય બજારોમાં આ મોલેક્યુલની મોટી સંભાવનાની અમને અપેક્ષા છે.”
ગુડનાઈટ ફ્લેશની પરવડે તેવી કિંમતમાં સંપૂર્ણ પેક (રિફિલ + વેપોરાઇઝર મશીન) આશરે રૂ. 100ની કિંમતે ઉપલબ્ધ છે જ્યારે દરેક રિફિલ માત્ર રૂ. 85માં મળે છે, જે દેશભરના નાના શહેરો, નગરો અને ગ્રામીણ વિસ્તારોમાં ગ્રાહકો માટે ઉપલબ્ધ છે.
Comments
Post a Comment