એસબીઆઈ લાઇફની ‘Thanks-A-Dot’ એ GUINNESS WORLD RECORDS® સર્જ્યો
એસબીઆઈ લાઇફની ‘Thanks-A-Dot’ એ GUINNESS WORLD RECORDS® સર્જ્યો, સ્તન કેન્સર અંગેની ચર્ચાઓને વિવિધ સમુદાયોમાં લિવિંગ રૂમની વાતચીત બનાવી
વિક્રમજનક 1,191 ‘Hug of Life’ બેગ્સથી બનેલા બ્રેસ્ટ સેલ્ફ-એક્ઝામિનેશન મોઝેક સાથે એસબીઆઈ લાઇફનો ગિનેસ વર્લ્ડ રેકોર્ડ વહેલા નિદાન કરાવવા અને મહિલાઓના આરોગ્યની એકંદરે જાગૃતતાને પ્રોત્સાહન આપે છે
Posted by Niilesh waghela
મુંબઈ: એક અગ્રણી પહેલમાં ભારતની સૌથી વિશ્વસનીય ઇન્શ્યોરન્સ કંપનીઓ પૈકીની એક એસબીઆઈ લાઇફ ઇન્શ્યોરન્સે સ્તનના આરોગ્યને દરેક ઘરના લિવિંગ રૂમની ચર્ચાઓમાં સ્થાન આપીને આ સંદેશને વૈશ્વિક સ્તરે વધાર્યો છે અને GUINNESS WORLD RECORDS® માં સ્થાન મેળવ્યું છે. વિક્રમજનક 1,191 ‘Hug of Life’ હોટ વોટર બેગ્સનો ઉપયોગ કરીને સૌથી મોટું મોઝેક બનાવવામાં આવ્યું હતું જેમાં “Take A Breast Self-Exam with Thanks-A-Dot”નો સંદેશ આપવામાં આવ્યો હતો. આ પ્રયાસ ન કેવળ વહેલા નિદાન અને પોતાની સંભાળ રાખવાના મહત્વને મજબૂત રીતે સ્થાપિત કરે છે પરંતુ મહિલાઓના આરોગ્ય અંગેની મહત્વની વાતચીત પણ શરૂ કરે છે જેને ભારતમાં સામાન્ય બનાવવાની ખૂબ જરૂર છે.
આ વિક્રમજનક ફોર્મેશનને નિહાળવા માટે એસબીઆઈ લાઇફ ઇન્શ્યોરન્સના એમડી અને સીઈઓ શ્રી અમિત ઝીંગરાન, ભારતીય અભિનેત્રી અને કેન્સર સામેની લડાઈમાં જીતનાર સુશ્રી મહિમા ચૌધરી, એસબીઆઈના બ્રાન્ડ, કોર્પોરેટ કમ્યૂનિકેશન અને સીએસઆરના ચીફ શ્રી રવિન્દ્ર શર્મા, GUINNESS WORLD RECORDS® ના ઓફિશિયલ એજ્યુડિકેટર શ્રી સ્વપ્નિલ દંગારિકર તેમજ અન્ય માનનીય મહાનુભાવો સહિતના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સ્તન કેન્સર એ ભારતીય મહિલાઓમાં જોવા મળતું સૌથી સામાન્ય પ્રકારનું કેન્સર છે જે દર ચાર કેન્સરના કેસ પૈકી લગભગ એક કેસમાં જોવા મળે છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર)ના જણાવ્યા મુજબ ભારતમાં 60 ટકાથી વધુ સ્તન કેન્સરના કેસોનું પાછલા તબક્કે નિદાન થાય છે જ્યારે સારવારના વિકલ્પો ખૂબ જ મર્યાદિત હોય છે અને જીવવાની શક્યતાઓ ઘટી જતી હોય છે. જોકે 90 ટકા સુધીના સ્તન કેન્સરના કેસોનું જો વહેલા નિદાન થાય તો તેની સારવાર થઈ શકે તેમ હોય છે. સાંસ્કૃતિક ખચકાટ, કલંકની ભાવના અને પોતાની સંભાળ રાખવા કરતા પરિવારના આરોગ્યને પ્રાથમિકતા આપવાની માનસિકતાના લીધે ઘણીવાર મહિલાઓ તેમના પોતાના આરોગ્યની કાળજી રાખતી નથી.
2019માં લોન્ચ થયેલી એસબીઆઈ લાઇફની Thanks-A-Dot પહેલનો ઉદ્દેશ્ય સ્તન કેન્સર વિશે ખુલ્લા મનથી વાત કરવા માટે તથા જાતે તપાસને દૈનિક જીવનના મહત્વના ભાગ તરીકે નિયમિત બનાવવા માટે મહિલાઓને પ્રોત્સાહન આપી આ અવરોધોને દૂર કરવાનો છે.
વર્ષ 2023માં એસબીઆઈ લાઇફે ‘Hug of Life’ હોટ વોટર બેગ રજૂ કરી હતી. આ વિશ્વની સૌપ્રથમ થ્રી-ડાયમેન્શનલ લમ્પ્સ ધરાવતી બેગ છે જેને મહિલાઓને સુરક્ષિત અને આત્મવિશ્વાસભેર જાતે સ્તન પરીક્ષણની પ્રેક્ટિસ કરવામાં મદદ કરવા માટે એક સ્પર્શ-આધારિત શિક્ષણ સહાયક તરીકે બનાવવામાં આવી છે. આ વિક્રમજનક મોઝેક કર્મચારીઓ, ભાગીદારો અને સ્વયંસેવકોને એકસાથે લાવે છે અને રોજબરોજની બાબતને જાગૃતતા તથા સશક્તિકરણના શક્તિશાળી પ્રતીકમાં ફેરવે છે.
આ પહેલ અંગે એસબીઆઈ લાઇફ ઇન્શ્યોરન્સના બ્રાન્ડ, કોર્પોરેટ કમ્યૂનિકેશન્સ અને સીએસઆરના ચીફ શ્રી રવિન્દ્ર શર્માએ જણાવ્યું હતું કે “મહિલાઓ પરિવારનું જતન કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે ત્યારે તેમના પોતાના આરોગ્યને પ્રાથમિકતા આપવામાં તેઓ ઘણીવાર દુર્લક્ષ સેવે છે. એસબીઆઈ લાઇફની Thanks-A-Dot પહેલ થકી અમે ન કેવળ મહિલાઓને જાતે સ્તનનું પરીક્ષણ કરવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ પરંતુ એક એવું અભિયાન છેડી રહ્યા છીએ જે સંભાળ રાખવાના વ્યક્તિગત કામને ઘરે તથા સમગ્ર સમુદાયમાં એક સહિયારી ચર્ચામાં ફેરવાઈ જાય. આ પહેલ અમારી એ માન્યતાને વ્યક્ત કરે છે કે સાચી સુખાકારી પહેલા પોતાનું ધ્યાન રાખવાથી જ શરૂ થાય છે. અમે પોતાની સંભાળ રાખવાને એક મોટી જવાબદારી તરીકે જોઈએ છીએ જ્યાં તમારા પ્રિયજનોની સંભાળ રાખવાની શરૂઆત તમારી પોતાની સંભાળ રાખવાથી શરૂ થાય છે. GUINNESS WORLD RECORDS® હાંસલ કરવો એ એક સીમાચિહ્ન કરતાં વિશેષ છે. તે મહિલાઓને પોતાની જાતની સંભાળ રાખવા માટે તથા સ્વ-તપાસને નિયમિત આદત બનાવવા માટે પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્ય સાથેનો એક પ્રયાસ છે.”
ભારતીય અભિનેત્રી અને સ્તન કેન્સર સામેની લડાઇ જીતનાર મહિમા ચૌધરીએ જણાવ્યું હતું કે “એસબીઆઈ લાઇફની Thanks A Dot પહેલ સાથે જોડાવાથી મને ખૂબ જ આનંદ થાય છે, કારણ કે તે વહેલા નિદાનના મહત્વને સમર્થન આપે છે. સ્તન કેન્સર સામે ઝઝૂમ્યા પછી હું જાણું છું કે વહેલા નિદાન કેટલું મહત્વનું છે અને નિયમિત સ્તન સ્વ-તપાસથી ઘણો ફરક પડે છે. આ મુદ્દે ભાગ્યે જ વાત થતી હોવાથી, એસબીઆઈ લાઇફના Thanks A Dot દ્વારા GUINNESS WORLD RECORDS®ની સિદ્ધિ આ વાતચીતો માટેના દરવાજા ખોલે છે, જે મહિલાઓને શીખવા, તે દિશામાં કામ કરવા અને પોતાને સશક્ત બનાવવા માટે પ્રેરણા આપે છે.”
આ પહેલ એસબીઆઈ લાઇફનો ફિલોસોફી “અપને લિયે, અપનો કે લિયે” ને મજબૂત બનાવે છે. નવીનતા, સહાનુભૂતિ અને ઉદ્દેશ્યને જોડીને, કંપની સ્તનની જાત તપાસને ખચકાટ નહીં, પણ એક આદત બનાવવાનો ઉદ્દેશ્ય ધરાવે છે, જે મહિલાઓને નાણાંકીય સુખાકારીની સાથે તેમના સ્વાસ્થ્યને પણ પ્રાથમિકતા આપવા પ્રોત્સાહિત કરે છે.

Comments
Post a Comment