Germany Ariha case: jain community to pray in paryushan

જૈન બાળકીને ઉગારવા પર્યુષણમાં આરાધના અભિયાન

Posted by Nilesh waghela

મુંબઈઃ પર્યુષણના પવિત્ર મહિનામાં જૈન બાળકીને ઉગારવા  આરાધના કરવા જૈન સમુદાયે સૌને અપીલ કરી છે. 

જર્મનીમાં પાછલા, ૩૬ મહિનાથી સપડાયેલી અને ફોસ્ટર કેરમાં ગોંધાઈ રહેલી થાણે જિલ્લાની સાડા ત્રણ વર્ષની બાળકીને વહેલી તકે ભારત પરત લાવવા માટે વિદેશ મંત્રાલય પ્રયાસો કરી રહ્યું છે અને એ સાથે આ નાનકડી બાળકીને ઉગારવા જૈન સમુદાયે અધ્યાત્મ અને ભક્તિના માધ્યમે પ્રાર્થના કરવા અનોખું અભિયાન શરૂ કર્યું છે. 

અરિહાના પરિવારની વિનંતી ધ્યાનમાં રાખીને ભારત સરકાર વતી વિદેશ ખાતાના પ્રધાન એસ જયશંકરે કેટલાક દિવસો અગાઉ જર્મનીને અપીલ કરી હતી કે બાળકીને એની સંસ્કૃતિ, ધર્મ અને ભાષાથી દૂર રાખવી યોગ્ય નથી. 

આના પ્રત્યુતરમાં જર્મની વતી સિનિયર જર્મન ડીપ્લોમેટ જ્યોર્જ એંઝવેલરે કહ્યું હતું કે દરેક પક્ષને સ્વીકાર્ય હોય એવો ઉકેલ શોધવાની પ્રક્રિયા ચાલુ છે. જોકે આ વાતને ઘણાં દિવસો થયાં હોવા છતાં આજ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી! 

નોંધવુ રહ્યું કે મુંબઇના પરાં વિસ્તાર ભાઈંદરમાં રહેતાં અને જર્મનીમાં કામ કરતાં ભાવેશ શાહ અને ધારા શાહની દીકરી અરિહા શાહ છેલ્લા 36 મહિનાથી જર્મન સરકારની કસ્ટડીમાં છે. 

માતા-પિતા તેમની કસ્ટડી મેળવવા માટે છેલ્લા ત્રણ વર્ષથી કાનૂની લડાઈ લડી રહ્યા છે, પણ હજુ સુધી કોઈ નિવેડો આવ્યો નથી.  અરિહા જ્યારે સાત મહિનાની હતી ત્યારે જર્મન સરકારે અરિહાને તેના માતા-પિતા દ્વારા માર મારવાના આરોપસર જર્મન ફોસ્ટર કેર સેન્ટરમાં રાખી છે. 



ભારતનું વિદેશ મંત્રાલય બાળકી અરિહાને વહેલા પરત લાવવાના પ્રયાસો કરી રહયા છે, છતાં હજુ સુધી એનું હકારાત્મક પરિણામ આવ્યું નથી. આ લડાઈમાં વિશ્વભરનો જૈન સમુદાય અરિહા બચાવો અભિયાનમાં જોડાયેલો છે. 

હવે ભગવાનની આરાધનાના માધ્યમે અરિહને ઉગારવા ની આશા અને શ્રદ્ધા હોવાનું જણાવતા એક ભાવિકે હતું કે, અરિહાને લાવવા સતત પ્રયત્નો ચાલી રહયા છે એ આપણે સૌ કોઈ જાણીએ છીએ. પરંતુ, હવે આખો જૈન સમાજ જાગૃત થયો છે અને દીકરીને ફરી ભારત લાવવા આગળ આવ્યો છે.

જૈન ધમર્ના અનેક સાધુ-ભગંવતો પણ સાથે જાડેયેલા છે. પૂજા ન કરનારો વર્ગ પણ જૈનોના પવિત્ર પર્વ પર્યુષણમાં આરાધનના કરતો હોય છે. 

જૈનો પૂણ્ય અને કર્મમાં વધુ માને છે. એથી આરાધાનના આ આઠ દિવસ ખૂબ મહત્ત્વ ધરાવતાં હોવાથી જૈન દીકરી પર આવેલી આફત દુર થાય એવા પ્રયાસો સાથે એની માટે વિશેષ પૂજા કરાશે. 

તેમણે વધુમાં કહ્યું હતું કે, આ ઈમિગ્રેશન કેસ ફક્ત ભારત માટે જ નહીં વિદેશમાં પણ મહત્ત્વનો પુરવાર થશે. એથી તમામ જૈનોને વિનંતી છે કે અઠ્ઠાઈ કે અન્ય જાપ કરતી વખતે અરિહા માટે પ્રાર્થના કરો અને નમસ્કાર મહામંત્રના જાપ સમુહમાં કરે તો તેને પાછા લાવવા માટેના રસ્તાઓ મોકળા થાય.

Comments

Popular posts from this blog

શેરબજારમાં મહાભયાનક કડાકાની આગાહી

शिक्षक दिन मनाया MCOA ने भव्य कार्यक्रम के संग: २००० से अधिक लोग शामिल।

Mumbai's First Divyang Park Opens at Kandivali