ભવન્સ પરિવાર દ્વારા માતૃભાષા દિવસની ઉજવણી

ભવન્સ પરિવાર દ્વારા માતૃભાષા દિવસની ઉજવણી

Posted by NILESH WAGHELA

મુંબઇ: જામનગર ખાતે ભારતીય વિદ્યા ભવન દ્વારા માતૃભાષા દિવસની ઉજવણી ખૂબ રંગેચંગે કરવામાં આવી હતી. 

માતૃભાષા દિન નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરીને વિદ્યાર્થી ઓમાં ગુજરાતી ભાષા પ્રત્યેની જાગૃતિ લાવવાનો અને  તેમને ભાષા વૈભવથી પરિચિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. 

જામનગરથી સુશ્રી જયાબેન મનવર જણાવે છે કે, શ્રી કનૈયાલાલ મુનશીનું આ દિવસે વિશેષ સ્મરણ થઈ આવે છે. કેમકે, મુનશીજી ગુજરાતી સાહિત્યના અગ્રગણ્ય સર્જક કહેવાય છે. 

વળી, તેઓ ભારતીય વિદ્યાભવનનાં સ્થાપક પણ છે, એ બાબત ધ્યાનમાં રાખીએ તો માતૃભાષા દિવસની ઉજવણી ઉલ્લેખનીય લાગે છે. 


અમારી શાળામાં આ દિવસે કોઈ વિદ્યાર્થીએ કાવ્યગાન કર્યું તો કોઈ વિદ્યાર્થીએ દલપતરામનું પ્રખ્યાત નાટક ‘જીવરામ ભટ્ટ' પ્રસ્તુત કર્યું. કોઈ વિદ્યાર્થીએ વક્તવ્ય આપ્યું તો કોઈ વિદ્યાર્થીએ પોસ્ટર બનાવ્યાં. 

કોઈ વિદ્યાર્થીએ વળી સુવિચારો, સમાચારો, કાવ્યપંક્તિ, લેખ વાંચ્યા. ગુજરાતી ભાષા સમજે છે અને ગુજરાતી વિષય ભણે છે, એ માટે હસ્તાક્ષર કર્યા હતા.

આમ, વિવિધ રીતે માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે આચાર્ય એજ્યુકેશન ડાયરેકટર સુશ્રી ભારતીબેન વાઢેર અને ભવન્સ પરિવારે શભેરછાઓ પાઠવી હતી.

Comments

Popular posts from this blog

શેરબજારમાં મહાભયાનક કડાકાની આગાહી

शिक्षक दिन मनाया MCOA ने भव्य कार्यक्रम के संग: २००० से अधिक लोग शामिल।

Mumbai's First Divyang Park Opens at Kandivali