Shri Ram-Ayodhya: રામલલા 500 વર્ષ પછી અયોધ્યામાં દિવાળી ઉજવશે
રામલલા 500 વર્ષ પછી અયોધ્યામાં દિવાળી ઉજવશે Posted by NILESH WAGHELA મુંબઈ: આ વખતની દિવાળી અનોખી અને વધુ મહત્વપૂર્ણ છે, કારણકે ભગવાન શ્રી રામચંદ્ર 500 વર્ષની રાહ જોયા પછી પહેલીવાર અયોધ્યામાં તેમના મંદિરમાં દિવાળી ઉજવશે, એમ વડાપ્રધાન મોદીએ જણાવ્યું છે. ધનતેરસની શુભેચ્છા પાઠવતા વડાપ્રધાને કહ્યું કે દેશવાસીઓ આજથી બે દિવસ દિવાળી ઉજવશે અને આ વર્ષે આ દિવાળી ખાસ છે. કારણ કે 500 વર્ષ પછી રામ લલા તેમના ભવ્ય અને દિવ્ય મંદિરમાં બિરાજમાન છે. આ ભવ્ય મંદિરમાં આ પહેલી દિવાળી હશે. આ ખાસ અને દિવ્ય દિવાળીના સાક્ષી બનવા માટે અમે ભાગ્યશાળી છીએ. આ વખતે અયોધ્યા 28 લાખ દીવાઓથી પ્રકાશિત થશે અને આ માટેની તૈયારીઓ ચરમસીમાએ છે. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના કાર્યાલયે મંગળવારે સવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટમાં “દરેકનો ઉત્સવ – અયોધ્યા દીપોત્સવ” ના નારા સાથે જણાવ્યું હતું કે, “દીપોત્સવની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે… દિવડા લગાવવામાં આવી રહ્યા છે.. અયોધ્યામાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે અને રાજ્યના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) પ્રશાંત કુમાર પોતે તેની દેખરેખ રાખી રહ્યા છે. અયોધ્ય...