AN EVENING WITH कृष्णा
AN EVENING WITH कृष्णा મુંબઇ: વૈષ્ણવજન માટે પુષ્ટિ પરિવાર (મુંબઇ) અને વિપો ગ્લોબલ દ્વારા પરમ કૃપાળુ પ્રભુ શ્રી કૃષ્ણની સંગાથે એક ભક્તિમય સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે. ષષ્ઠપીઠાધિશ્વર પ.પૂ.ગો. ૧૦૮ શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીના મંગલ સાનિધ્યમાં આયોજિત એક અનેરી સાંસ્કૃતિક સંધ્યાનું શીર્ષક છે, AN EVENING WITH कृष्णा કાર્યક્રમનું આલેખન અને પ્રસ્તુતિ, વિશ્વ પ્રસિધ્ધ લેખક અને પ્રવક્તા કાજલ ઓઝા વૈદ્ય દ્વારા તથા સંગીત અને ગાયનની પ્રસ્તુતિ આલાપ દેસાઇ દ્વારા થશે. નિર્માતા હેમલ અશોક ઠક્કર અને નિર્દેશક કેદાર ભગત છે. આવા સુંદર મનમોહક આયોજનમાં સહભાગી થઇ શ્રી વલ્લભનો સાનિધ્ય અને શ્રી કૃષ્ણ લીલાની વાર્તાઓનો રસાસ્વાદ માણવા તૈયાર થઈ જાઓ. આ કાર્યક્રમ ૦૭.૦૪.૨૦૨૪, રવિવારના રોજ, બપોરે ૩.૩૦ વાગ્યાથી બિરલા માતોશ્રી સભા ગૃહ ખાતે (બોમ્બે હોસ્પિટલ નજીક) શરૂ થશે.