શેરબજારે તેજીની આગેકૂચ સાથે નવો વિક્રમ નોંધાવ્યો
નિલેશ વાઘેલા
મુંબઇ: શેરબજારમાં તેજીની આગેકૂચ ચાલુ રહી છે. આજે પણ સેન્સેકસ અને નિફ્ટી નવી ઊંચી સપાટી નોંધાવી છે, જોકે પ્રોફીટ બુકિંગને કારણે સહેજ પાછા ફર્યા છે.
સેન્સેકસ ૭૪,૨૪૫ પોઇન્ટની નવી ઇન્ટ્રા ડે હાઈ સપાટીએ પહોંચ્યો હતો, જ્યારે નિફ્ટી ૨૨,૫૦૦ની નવી ઇન્ટ્રા ડે ઓલ ટાઈમ હાઈ સપાટી વટાવી ગયો હતો. જોકે સુધારો ધોવાઈ જતા આ લખાઈ રહ્યું છે ત્યારે નેગેટિવ ઝોનમાં સરકી ગયો છે.
યુએસ ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જેરોમ પોવેલે આ વર્ષે સંભવિત દર ઘટાડાની ખાતરી આપી અને આર્થિક મંદીના નજીકના ગાળાના જોખમોને નકારી કાઢ્યા પછી એશિયન બજારની તેજીને ટ્રેક કરતા બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીએ ગુરુવારે તાજી વિક્રમી ઊંચી સપાટી બતાવી છે.
ઓટો, આઈટી અને પ્રાઈવેટ બેન્કિંગ શેરો દબાણ હેઠળ જોવા મળ્યા હતા જ્યારે મેટલ્સ અને મીડિયા પેકમાં મજબૂત વધારો જોવા મળ્યો હતો.
ટેકનિકલ નિષ્ણાત અનુસાર, નિફ્ટી 22000-23000 રેન્જની અંદર ઓસીલેટ થવાની ધારણા છે, જેમાં નોંધપાત્ર ઓપ્શન પોઝિશન 23000 પર પ્રતિકાર અને 21700 પર સપોર્ટ સૂચવે છે.
જેરોમ પોવેલની તાજેતરની જુબાનીએ પોલિસી રેટમાં સંભવિત ટોચનો સંકેત આપ્યો છે, જેને કારણે વોલ સ્ટ્રીટને વેગ મળ્યો છે અને રોકાણકારોએ આગામી યુએસ નોનફાર્મ પેરોલ ડેટા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
Comments
Post a Comment