કચ્છી વીશા ઓસવાલ સમાજને સંદેશ
Posted by NILESH WAGHELA
મુંબઇ: ક.વિ.ઓ. સમાજના સૌ જ્ઞાતિજનોના સર્વાંગી વિકાસ માટે સ્થાનકવાસી મહાજન દ્વારા છેલ્લા 10 વર્ષોમાં આદરવામાં આવેલ જુદી જુદી પ્રવૃત્તિઓમાં સક્રિય યોગદાન આપ્યું છે. મુખ્યત્વે સમાજની નારી શક્તિ ના હિતલક્ષી અનેક કાર્યક્રમોના આયોજનમાં મહત્વનો ભાગ ભજવ્યો છે.
મહાજનની સાંસ્કૃતિક સમિતિના કન્વીનર પદે રહી છેલ્લા દસ વર્ષોથી સમાજની યુવા પેઢીમાં આપણી સંસ્કૃતિ અને સંસ્કારનું સિંચન થાય તે માટે વિવિધ પ્રવૃત્તિઓનું સફળતાપૂર્વક આયોજન કરેલ છે.
સમાજની અન્ય ખ્યાતનામ સંસ્થાઓ જેવી કે ક.વિ.ઓ. સેવા સમાજ કુર્લા ની મહિલા પાંખ માં કન્વીનર અને ભાણબાઈ નેણશી મહિલા વિદ્યાલય માં કારોબારી સભ્ય તરીકે સેવા આપવાનો લાભ અને અનમોલ અનુભવ મને પ્રાપ્ત થયો છે.
કુસુમ રમણીકલાલ જાદવજી છેડા કચ્છી વીશા ઓસવાલ સમાજને સંદેશમાં કહે છે કે, ક.વિ.ઓ. સ્થાનકવાસી મહાજનની ચૂંટણીમાં સમાજની નારીઓનું પ્રતિનિધિત્વ કરવા એકતા પેનલના નેજા હેઠળ મેં કારોબારી સમિતી ના સભ્યપદ માટે મારી ઉમેદવારી નોંધાવી છે.
મને તથા એકતા પેનલના સર્વે ઉમેદવારોને આપનો અમૂલ્ય મત આપી સમાજના દરેક ઘટકને વધુ ને વધુ પ્રગતિના પંથે આગળ ધપાવવા મજબૂત પીઠબળ પૂરું પાડશો એવી સમાજના સર્વે સુજ્ઞ મતદારો પાસેથી નમ્ર અપેક્ષા.
Comments
Post a Comment