જૈન સમાજમાં ઐતિહાસિક સિદ્ધિઃ બે વર્ષમાં 108ની દીક્ષા
જૈન સમાજમાં ઐતિહાસિક સિદ્ધિઃ બે વર્ષમાં 108ની દીક્ષા
Posted by Niilesh waghela
મુંબઈઃ જૈનોના આધ્યાત્મિક ઈતિહાસમાં ઐતિહાસિક અને અભૂતપૂર્વ સિદ્ધિમાં શ્રી અખિલ ભારતવર્ષીય સાધુમાર્ગી જૈન સંઘે ફક્ત બે વર્ષના સમયગાળામાં 108 દીક્ષા પૂર્ણ કરવા સાથે આધ્યાત્મિક સંકલ્પ સફળતાથી પૂર્ણ કર્યો છે.
આચાર્યશ્રી 1008 રામલાલજી મહારાજ સાહેબ દ્વારા ઓક્ટોબર 2023માં કરવામાં હાકલ કરવામાં આવી હતી. તેમને પ્રતિસાદ આપતાં જૈન સમુદાય દ્વારા બે વર્ષમાં 100+ દીક્ષા હાંસલ કરવા માટે અથાક જહેમત ઉઠાવવામાં આવી હતી. સાધુમાર્ગી જૈન પરંપરાના મહારાજ સાહેબો અને સાધ્વીજીઓએ આ ધ્યેયને સાકાર કરવા માટે પોતાને સંપૂર્ણ સમર્પિત કરી દીધાં હતાં.
આના ભાગરૂપે ડિસેમ્બર 2025 સુધી 108 દીક્ષાઓ સફળતાથી પૂર્ણ થઈ, જે જૈનોના ધાર્મિક ઈતિહાસમાં સીમાચિહનરૂપ અવસર છે. આ સિદ્ધિ ખાસ મહત્ત્વપૂર્ણ છે કારણ કે સ્થાનકવાસી જૈન પરંપરાના ઈતિહાસમાં પહેલી જ વાર આટલી મોટી સંખ્યામાં દીક્ષાઓ લેવાની ઘોષણા કરાઈ હતી અને નિર્ધારિત સમયમાં તે સફળતાથી પૂર્ણ કરાઈ હતી.
શ્રી અખિલ ભારતવર્ષીય સાધુમાર્ગી જૈન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ નરેંદ્ર જી ગાંધીએ જણાવ્યું કે આ સિદ્ધિ ફક્ત આંકડાની દ્રષ્ટિથી નથી,* પરંતુ આધ્યાત્મિક જાગૃતિ છે. તે આપણા મહારાજ સાહેબો, સાધ્વીજીઓ અને જૈન સમુદાયની ઘેરી શ્રદ્ધા, શિસ્ત અને એકત્રિત કટિબદ્ધતા પ્રદર્શિત કરે છે. આ સિદ્ધિ સંકલ્પ અને શુદ્ધતા સાથે ભાવિ પેઢીઓને ધર્મના પંથે દોરશે એવી આશા છે.
સાધુમાર્ગી જૈન સંઘની એકત્રિત આધ્યાત્મિક શિસ્ત, ભક્તિ અને સંસ્થાકીય શક્તિનો આ મજબૂત દાખલો છે. સમકાલીન દુનિયામાં નિગ્રહ, સ્વ-શિસ્ત અને ભીતરી જાગૃતિનાં જૈન મૂલ્યો પ્રત્યે નવી કટિબદ્ધતા દર્શાવે છે. આ ઐતિહાસિક સિદ્ધિના ભાગરૂપ મહારાજ સાહેબો, સાધ્વીજીઓ અને વ્યાપક જૈન સમુદાયની સમર્પિતતા સાથે આચાર્યશ્રી 1008 રામલાલજી મહારાજ સાહેબના ઉપક્રમે ઉજવણીમાં 18 જાન્યુઆરીના રોજ વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.




Comments
Post a Comment