Notebooks to cost 20% more

નોટબુક પરના જીએસટી દર શૂન્ય થઈ જવા છતાંય  છૂટક ભાવ ૧૫થી ૨૦ ટકા વધી જવાની શક્યતા

  • પેપર અને પેપર બોર્ડ પર ૧૮ ટકા જીએસટી થવાથી ઈન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચરની સર્જાયેલી સમસ્યા
  • પેપર અને નોટબુકની સસ્તી આયાત વધી જવાની દહેશત
  • પેપર અને બુક્સ માટે ૫ ટકા યુનિફૉર્મ જીએસટી રાખવાની માગણી

Posted by Niilesh waghela 

મુંબઈ: જીએસટી કાઉન્સિલે તાજેતરમાં બુક્સ અને નોટબુક્સ પરના જીએસટી દર ઘટાડી શૂન્ય કરેલ છે, પણ પેપર અને પેપર બોર્ડ પરના જીએસટી દર વધારી ૧૮ ટકા કરેલ છે. 

આ મીસમેચના કારણે ઈન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચરની સમસ્યા સર્જાઈ છે. આથી કોસ્ટ વધી જવાની અને કાયદાના પાલનમાં ઘણી મુશ્કેલીઓ ઊભી થવાની શક્યતા છે. આથી નોટબુકોના  છૂટક ભાવો ૧૫થી ૨૦ ટકા વધી જવાની શક્યતા છે, એમ ધી એક્સરસાઈઝ બુક્સ મેન્યુફેક્ચરર્સ ઍસોસિયેશન (મહારાષ્ટ્ર)ના પ્રમુખ અમૃત પી. શાહે જણાવ્યું છે. 

બુક્સને જીએસટીમાંથી મુક્તિ આપવામાં આવી છે પણ સંબંધીત ઉત્પાદનો જેવાં કે ડાયરી, મેમો પેડ, રજિસ્ટર્ડ કરપાત્ર છે. આથી મીક્સ સપ્લાયના કેસમાં આઈટીસી ટ્રીટમેન્ટ અંગે સ્પષ્ટતા થવી જરૂરી છે. 

બોર્ડ પર ૧૮ ટકા જીએસટી છે જ્યારે પ્રિન્ટિંગ પર ૫ ટકા જીએસટી છે. લેમિનેશન, ગમ અને શાહી, ટાર મટીરિયલ જેવા કન્ઝ્યુમેબલ્સ પર પણ જીએસટી લાગે છે, આથી બુક-નોટબુક્સના ઉત્પાદનમાં આ વપરાય ત્યારે ઈનપુટ ટૅક્સ ક્રેડિટ (આઈટીસી) બ્લોક થઈ જશે. 

કૉમન ઈન્પુટ સર્વિસની વાત કરીએ તો ભાડું, આરસીએમ હેઠળ ફ્રેઈટ, યુટિલિટિઝ અને પ્રોફેશનલ સર્વિસિસ પર જીએસટી લાગે છે.

મશીનરી (વર્તમાન અને નવી) પરની આટીસી પાત્રતા અનિશ્ર્ચિત છે. આ મશીનરી જ્યારે બુક્સ જેવી જકાતમુક્ત માટે વપરાય અને સ્ટેશનરી પ્રોડક્ટ જેવી કરપાત્ર વસ્તુ માટે વપરાય ત્યારે આઈટીસીની ગૂંચવણ ઊભી થશે.

ધી એક્સરસાઈઝ બુક્સ મેન્યુફેક્ચરર્સ ઍસોસિયેશન (મહારાષ્ટ્ર)ના પ્રમુખ અમૃત પી. શાહે જીએસટી દરના રેશનલાઈઝેશનની માગણી કરી છે. તેમણે પેપર અને બુક્સ માટે યુનિફૉર્મ ૫ ટકા સ્લેબમાં જીએસટી રાખવાની માગણી કરી છે કે જેથી આઈટીસીની સમસ્યા ઊભી ન થાય, કોસ્ટ વધારો ટાળી શકાય, માગ જળવાય અને આમજનતાને શૈક્ષણિક સાધનો સ્થિર ભાવે મળી શકે.

ધી ઓફસેટ પ્રિન્ટર્સ ઍસોસિયેશને જણાવ્યું છે કે પેપરના જીએસટી વધવાથી ૩૦ ટકા એકમો બંધ પડી જવાની શક્યતા છે, આથી ૨૦ કરોડ વિદ્યાર્થીઓ માટે ટેક્સ્ટ બુકના ભાવો વધી જશે.

ધી ઑલ ઈન્ડિયા નોટબુક મેન્યુફેક્ચરર્સ ઍસોસિયેશને જણાવ્યું છે કે ભારતમાં બુક્સ પર શૂન્ય જીએસટી છે. આથી આયાતી ફિનિશ્ડ બુક્સ અને નોટબુક્સ ભારતમાં શૂન્ય ટૅક્સમાં આવશે. સ્થાનિક ઉત્પાદકો જે ઊંચા ઈન્પુટ જીએસટી કોસ્ટથી અસરગ્રસ્ત થયા છે તે આયાતી માલની હરીફાઈ નહીં કરી શકે. 

બીજું ચીન, ઈન્ડોનેશિયા અને આસીયન દેશોમાંથી સસ્તા પેપરની આયાત વધશે. આથી સ્થાનિક ઉત્પાદકો, એમએસએમઈ નોટબુક ઉત્પાદકો, પ્રિન્ટિંગ પ્રેસનો બજાર હિસ્સો ઘટશે, બેકારી વધશે અને ‘મેઈક-ઈન-ઇન્ડિયા’ પહેલ માર ખાઈ જશે. એક વખત સ્થાનિક ઉત્પાદનક્ષમતા નબળી પડશે એટલે આપણે મૂળભૂત શૈક્ષણિક જરૂરિયાત માટે આયાત પર નિર્ભર થઈ જશું.

Comments

Popular posts from this blog

Mumbai's First Divyang Park Opens at Kandivali

Women's day: Bhartiya Nari - strong, resilient and Inspiring

Beware, non-veg milk is coming