Notebooks to cost 20% more
નોટબુક પરના જીએસટી દર શૂન્ય થઈ જવા છતાંય છૂટક ભાવ ૧૫થી ૨૦ ટકા વધી જવાની શક્યતા પેપર અને પેપર બોર્ડ પર ૧૮ ટકા જીએસટી થવાથી ઈન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચરની સર્જાયેલી સમસ્યા પેપર અને નોટબુકની સસ્તી આયાત વધી જવાની દહેશત પેપર અને બુક્સ માટે ૫ ટકા યુનિફૉર્મ જીએસટી રાખવાની માગણી Posted by Niilesh waghela મુંબઈ: જીએસટી કાઉન્સિલે તાજેતરમાં બુક્સ અને નોટબુક્સ પરના જીએસટી દર ઘટાડી શૂન્ય કરેલ છે, પણ પેપર અને પેપર બોર્ડ પરના જીએસટી દર વધારી ૧૮ ટકા કરેલ છે. આ મીસમેચના કારણે ઈન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચરની સમસ્યા સર્જાઈ છે. આથી કોસ્ટ વધી જવાની અને કાયદાના પાલનમાં ઘણી મુશ્કેલીઓ ઊભી થવાની શક્યતા છે. આથી નોટબુકોના છૂટક ભાવો ૧૫થી ૨૦ ટકા વધી જવાની શક્યતા છે, એમ ધી એક્સરસાઈઝ બુક્સ મેન્યુફેક્ચરર્સ ઍસોસિયેશન (મહારાષ્ટ્ર)ના પ્રમુખ અમૃત પી. શાહે જણાવ્યું છે. બુક્સને જીએસટીમાંથી મુક્તિ આપવામાં આવી છે પણ સંબંધીત ઉત્પાદનો જેવાં કે ડાયરી, મેમો પેડ, રજિસ્ટર્ડ કરપાત્ર છે. આથી મીક્સ સપ્લાયના કેસમાં આઈટીસી ટ્રીટમેન્ટ અંગે સ્પષ્ટતા થવી જરૂરી છે. બોર્ડ પર ૧૮ ટકા જીએસટી છે જ્યારે પ્રિન્ટિંગ પ...