The Mumbai Grain Dealers Association

ધી મુંબઈ ગ્રેન ડીલર્સ એસોસિએશનના પ્રમુખ પદે સતત પાંચમી વખત શ્રી રમણીક લાલ જાદવજી છેડાની વરણી

Posted by Nilesh waghela 

મુંબઇ: મુંબઈ શહેરમાં અનાજ કરિયાણાના રિટેલ વેપારીઓની 112 વર્ષ જૂની સંસ્થા ધી મુંબઈ ગ્રેન ડીલર્સ એસોસિએશન ના પ્રમુખ પદે સતત પાંચમી ટર્મમાં શ્રી રમણીક લાલ જાદવજી છેડાની પ્રમુખ પદે બિન હરીફ વરણી થયેલ છે. તેમની પેનલના બધા જ ઉમેદવારો બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા છે. 

આ બાબત શ્રી રમણીક ભાઈ ને પૂછતા તેમણે જણાવ્યું હતું કે છેલ્લા 15 વર્ષોથી હું સંસ્થાના પ્રમુખ તરીકે સેવા બજાવી રહ્યો છું. આ સમય દરમિયાન સંસ્થાને પ્રગતિના પંથે આગળ ધપાવવા મેં અને મારા સહકાર્યકર્તાઓએ ભરચક મહેનત કરી છે અને તેથી જ સંસ્થાના મેમ્બરો નો વિશ્વાસ અમે સંપાદન કરી શક્યા છીએ. 

તેમણે જણાવ્યું હતું કે આગળના ત્રણ વર્ષો માટે પણ સંસ્થાના હિતના કાર્યોનું રોડમેપ અમારી પાસે તૈયાર છે. સંસ્થા અને સંસ્થાના સભ્યો ના વિકાસ માટે અમે હર હંમેશ પ્રયત્નશીલ રહીશું. 

સતત પાંચમી વખત ચૂંટાઈ આવવું એ આનંદ અને ગર્વની બાબત છે, સાથે સાથે જવાબદારીનો ભાર પણ વધ્યો છે અને તે જવાબદારી નિષ્ઠાપૂર્વક પાર પાડવામાં અમે કોઈ કચાશ બાકી રાખીશું નહીં. એમ શ્રી રમણીકભાઈએ જણાવ્યું હતું.

Comments

Popular posts from this blog

શેરબજારમાં મહાભયાનક કડાકાની આગાહી

Mumbai's First Divyang Park Opens at Kandivali

शिक्षक दिन मनाया MCOA ने भव्य कार्यक्रम के संग: २००० से अधिक लोग शामिल।