New world record attempt:BAMBAIYA
બમ્બૈયા: એક નવા વર્લ્ડ રેકોર્ડની તૈયારી
Posted by Nilesh waghela
મુંબઇ: મુંબઈગરા એક નવા અનોખા નૃત્ય તહેવાર માટે તૈયાર થઈ જાઓ. મુંબઇની લાઈફ સ્ટાઇલની ઝલક અને મુંબઇની આગવી ઓળખ સમાન સુંદર સ્થળોની સહેલ કરાવતી, નાના ભૂલકાઓ દ્વારા રજૂ થનારી હૂલાહૂપ મઢેલી સુંદર પ્રસ્તુતિને માણવા થઈ જાઓ તૈયાર....
શિલ્પા ગણાત્રા યુથ ઝોન ડાન્સ એકેડેમીના નેજા હેઠળ બમ્બૈયા શીર્ષક સાથે એક નવા વર્લ્ડ રેકોર્ડની તૈયારી જોરશોરમાં ચાલી રહી છે, જે વાસ્તવમાં પ્રત્યેક મુંબઈગરાની કથા કલાત્મક રીતે પેશ કરશે.
આ રજૂઆત મુંબઇના માધુર્ય, સંઘર્ષ અને ઇતિહાસને તાદશ્ય કરતી ગીત, સંગીત અને હુલહુપ નૃત્યથી મઢેલી અભિવ્યક્તિ છે.
ખાસ નોંધવાની વાત એ છે કે યુથ ઝોન ડાન્સ એકેડેમી આ અનોખી રંગીન Anthologyનું શૂટિંગ કરીને એક શોર્ટ ફિલ્મ તૈયાર કરશે. આ એક એવી સાંસ્કૃતિક ઉજવણી છે જે અત્યાર સુધી ભારતમાં તો ઠીક વિશ્વમાં પણ ક્યાંય ઉજવાઈ નથી, અને એટલે જ તો વર્લ્ડ રેકોર્ડ બનવાનો છે...
તો મિત્રો, મુંબઇની સહેલ માટે તૈયાર રહો. બસ એક જરા ઇન્તઝાર.
...અને હા, જો તમે હૂલાહૂપ ડાન્સ જાણતા હો તો વર્લ્ડ રેકોર્ડમાં સહભાગી થવાની સોનેરી તક તમારા હાથવેંતમાં છે. ત્વરિત સંપર્ક કરો:- 99206 65501
Comments
Post a Comment