New world record attempt:BAMBAIYA

બમ્બૈયા: એક નવા વર્લ્ડ રેકોર્ડની તૈયારી Posted by Nilesh waghela મુંબઇ: મુંબઈગરા એક નવા અનોખા નૃત્ય તહેવાર માટે તૈયાર થઈ જાઓ. મુંબઇની લાઈફ સ્ટાઇલની ઝલક અને મુંબઇની આગવી ઓળખ સમાન સુંદર સ્થળોની સહેલ કરાવતી, નાના ભૂલકાઓ દ્વારા રજૂ થનારી હૂલાહૂપ મઢેલી સુંદર પ્રસ્તુતિને માણવા થઈ જાઓ તૈયાર.... અહી સૌથી મહત્વની બાબત એ છે કે, જેને જોતા જ વ્હાલ ઉપજી આવે એવા નાનકડા ભલકાઓના હૂલાહૂપ નૃત્ય મઢેલી અને મુંબઈની સંસ્કૃતિ તાદ્રશ્ય કરાવતી આ પ્રવૃત્તિ માત્ર એક કલાત્મક પ્રસ્તુતિ નથી પરંતુ મુંબઇને એક વધુ વિશ્વ વિક્રમ તરફ દોરી જનાર પ્રયાસ છે... શિલ્પા ગણાત્રા યુથ ઝોન ડાન્સ એકેડેમીના નેજા હેઠળ બમ્બૈયા શીર્ષક સાથે એક નવા વર્લ્ડ રેકોર્ડની તૈયારી જોરશોરમાં ચાલી રહી છે, જે વાસ્તવમાં પ્રત્યેક મુંબઈગરાની કથા કલાત્મક રીતે પેશ કરશે. આ રજૂઆત મુંબઇના માધુર્ય, સંઘર્ષ અને ઇતિહાસને તાદશ્ય કરતી ગીત, સંગીત અને હુલહુપ નૃત્યથી મઢેલી અભિવ્યક્તિ છે. ખાસ નોંધવાની વાત એ છે કે યુથ ઝોન ડાન્સ એકેડેમી આ અનોખી રંગીન Anthologyનું શૂટિંગ કરીને એક શોર્ટ ફિલ્મ તૈયાર કરશે. આ એક એવી સાંસ્કૃતિક ઉજવણી છે જે અત્યાર સુધી ભારતમાં તો ઠી...