Stock market/ Budget: રોકાણકારોએ ક્યા સેકટર પર નજર રાખવી?

રોકાણકારોએ ક્યા સેકટર પર નજર રાખવી?

Posted by Nilesh waghela 

મુંબઇ: સરકારે રજૂ કરેલા 2025ના નવા અંદાજપત્રનો  અંદાજ શેરબજારને પસંદ આવ્યો ના હોય એવું પર્ફોમન્સ શનિવારના વિશેષ બજેટ સત્રમાં જોવા મળ્યું. આજે પણ બજાર ખુલતાવેંત ૫૦૦ પોઈન્ટનો કડાકો બોલી ગયો. ઐતિહાસિક આંકડાકીય માયાજાળનો અભ્યાસ કરવાનો શ્રમ નથી લીધો, પરંતુ પાછલા કેટલાંય વર્ષોમાં કેન્દ્રીય અંદાજપત્રની રજૂઆત બાદ અર્થતંત્રની પારાશીશી ગણાતાં શેરબજારના બેન્ચમાર્કમાં આટલો મામૂલી ફેરફાર જોવા મળ્યો હોય એવું યાદ નથી.

બજેટની રજૂઆત બાદ મોટા ઉછાળા કે કડાકા બોલાયા હોવાના રેકોર્ડની જેમ આ સત્રનો અતિ સાધારણ ફેરફાર પણ ઇતિહાસમાં નોંધાશે. પ્રોત્સાહક પ્રસ્તાવો ધરાવતા અને મધ્યમ વર્ગને લહાણી કરનારા જણાતા અંદાજપત્રની રજૂઆત છતાં સેન્સેક્સ માંડ માંડ પોઝિટિવ ઝોનમાં ટકી શક્યો હતો, જ્યારે નિફ્ટી 23,500ની નીચે સરક્યો હતો. શનિવારે બજેટને કારણે શેરબજારમાં વિશેષ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું.

એકંદરે પોપ્યુલિસ્ટ બજેટ હોવા છતાં તેમાં કેટલાક પ્રસ્તાવો અને દરખાસ્તો ધ્યાન ખેંછે એવા છે અને આવનારા સમયમાં અમુક ક્ષેત્રને તેનો લાભ મળી શકે છે. રોકાણકારેો આ ક્ષેત્રના સારા ફંડામેન્ટલ ધરાવતા શેરો પર નજર રાખી શકે છે. નાણાપ્રધાનેે ખાસ કરીને કૃષિ, ઇલેક્ટ્રિક વાહન, ઉત્પાદન, જહાજ નિર્માણ, વીજળી, માળખાગત સુવિધાઓ અને વીમા સહિત અન્ય ક્ષેત્રો માટે પણ યોજનાઓ અને નોંધપાત્ર ફાળવણીની જાહેરાત કરી છે. બજેટની જાહેરાતોને કારણે આગળ જતાં કેટલાક મુખ્ય ક્ષેત્રો ચર્ચામાં રહેવાની અપેક્ષા છે.

આમાં સૌથી પહેલું સ્થાન શિપિંગ ઇન્ડસ્ટ્રીને આપી શકાય. શિપબિલ્ડિંગ માટે, નાણામંત્રીએ કાચા માલ, ઘટકો, ઉપભોક્તા વસ્તુઓ અથવા જહાજોના ઉત્પાદન અને જહાજ તોડવા માટેના ભાગો પર બીજા દસ વર્ષ માટે મૂળભૂત કસ્ટમ્સ ડ્યુટીમાં મુક્તિની જાહેરાત કરી છે. આ નિર્ણય ક્ષેત્રના લાંબા સમયગાળાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. તેમણે રૂ. 25,000 કરોડ રૂપિયાના ભંડોળ સાથે દરિયાઇ વિકાસ ભંડોળની પણ જાહેરાત કરી. વધુમાં, સરકાર શિપબિલ્ડિંગ ક્લસ્ટર દ્વારા શિપબિલ્ડિંગ ઉદ્યોગને વેગ આપશે.

બજેટની શરૂઆત એગ્રીકલ્ચર સેકટર સાથે થઇ હતી. બજેટમાં પ્રધાનમંત્રી ધન-ધન્ય કૃષિ યોજનાની જાહેરાત કરી હતી, જે ઓછી ઉત્પાદકતા, મધ્યમ પાકની તીવ્રતા અને સરેરાશથી ઓછા ધિરાણ પરિમાણો ધરાવતા 100 જિલ્લાઓને આવરી લેશે. આ યોજના પાક વૈવિધ્યકરણ અપનાવીને, પંચાયત અને બ્લોક સ્તરે લણણી પછીના સંગ્રહને વધારીને અને સિંચાઈ સુવિધાઓમાં સુધારો કરીને કૃષિ ઉત્પાદકતામાં વધારો કરશે. તે 1.7 કરોડ ખેડૂતોને મદદ કરવા માટે લાંબા ગાળાના અને ટૂંકા ગાળાના ધિરાણનો પણ લાભ મેળવશે.

ત્રીજુ સ્થાન વીમા ઉદ્યોગને આપી શકાય. બજેટના પ્રસ્તાવિત ફેરફાર જીવન વીમા ક્ષેત્ર પર નકારાત્મક અસર કરી શકે છે. બજેટમાં વીમા ક્ષેત્ર માટે એફડીઆઇ મર્યાદા 74 ટકાથી વધારીને 100 ટકા કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોકે લિસ્ટેડ ભારતીય કંપનીઓ પર બહુ અસર નહીં પડે કારણ કે તેમની પાસે પહેલાથી જ ઓછામાં ઓછા 25 ટકા પ્રમોટર શેરહોલ્ડિંગનું ધોરણ છે, અને તેથી 100 ટકા એફડીઆઇથી તેમના માટે કંઈ બદલતું નથી. પરંતુ તેના કારણે નવી વિદેશી વીમા કંપનીઓ ભારતમાં આવી શકે છે જે સ્પર્ધામાં વધારો કરી શકે છે.

બજેટમાં પાવર સેકટકને ખાસ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. નાણાં પ્રધાને ન્યુ અને રિન્યુએબલ ઉર્જા સહિત વીજ ક્ષેત્ર માટે રૂ. 48,396 કરોડ ફાળવ્યા હતા, જે પાછલા વર્ષના રૂ. 37,143 કરોડ (સુધારેલા અંદાજ)ની ફાળવણી કરતા 30 ટકા અને રૂ. 39,602 કરોડના બજેટ અંદાજ કરતા 22 ટકા વધુ છે. સરકારે સોલાર પીવી સેલ, ઇવી બેટરી, ગ્રીડ-સ્કેલ બેટરી, ઉર્જા સંગ્રહ અને અન્યના સ્થાનિક ઉત્પાદન પર ભાર મૂકવાનું ચાલુ રાખ્યું છે.

રાજ્યો દ્વારા વીજળી વિતરણ સુધારા અને આંતર-રાજ્ય ટ્રાન્સમિશન ક્ષમતા વધારવા માટે પ્રોત્સાહન આપવાની યોજનાની પણ જાહેરાત કરી. પરમાણુ ઉર્જા મિશન પર બીજી એક મોટી જાહેરાત કરવામાં આવી હતી. 2047 સુધીમાં 100 ગીગાવોટના લક્ષ્યની જાહેરાત કરી હતી તેમજ 20,000 કરોડ રૂપિયાના ખર્ચ સાથે નાના મોડ્યુલર રિએક્ટરના સંશોધન અને વિકાસ માટે પરમાણુ ઉર્જા મિશનની સ્થાપનાની દરખાસ્ત છે.

રિઅલ એસ્ટેટની વાત કરીએ તો અફોર્ડેબલ હાઉસિંગ સેકટરને લગતી દરખાસ્તોથી પેઇન્ટ, સ્વિચ બોર્ડ કંપનીઓ, સિમેન્ટ, ક્નઝ્યુમર ડ્યુરેબલ કંપનીઓ જેવી સહાયક કંપનીઓને મળી શક છે. બજેટમાં વધુ 40,000 યુનિટ ઉમેરવાનો પ્રસ્તાવ છે, જે 2025 માં પૂર્ણ થશે. સ્પેશિયલ વિન્ડો ફોર એફોર્ડેબલ એન્ડ મિડ-ઇનકમ હાઉસિંગ હેઠળ સ્ટે્રસ્ડ હાઉસિંગ પ્રોજેક્ટ્સમાં પચાસ હજાર રહેઠાણ એકમો પૂર્ણ થઈ ગયા છે, અને ઘર ખરીદનારાઓને ચાવીઓ સોંપવામાં આવી છે.

ઈન્ફ્રાસ્ટ્રક્ચરા ક્ષેત્ર માટે, નાણા પ્રધાને શહેરોને વિકાસ કેન્દ્રોમાં રૂપાંતરિત કરવા, નવીન પુનર્વિકાસને ટેકો આપવા અને પાણી અને સ્વચ્છતા માળખાગત સુવિધાઓમાં સુધારો કરવા માટે અર્બન ચેલેન્જ ફંડ રચવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું હતું કે દરેક ઈન્ફ્રાસ્ટ્રક્ચર મંત્રાલય જાહેર-ખાનગી ભાગીદારી (પીપીપી) પ્રોજેક્ટ્સની ત્રણ વર્ષની યાદી રજૂ કરશે, જેમાં દરેક મંત્રાલય દીઠ ત્રણ પીપીપી દરખાસ્તો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. (નાણાકીય વર્ષ 2025-26 માટે પ્રારંભિક રૂ. 10,000 કરોડનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે). બજેટમાં મૂડી ખર્ચ માટે રૂ. 1.5 લાખ કરોડ વ્યાજમુક્ત લોનનો પણ સમાવેશ થાય છે.

ટ્રાવેલ અને ટુરિઝમ સેકટરની બાબતમાં નાણા પ્રધાને પર્યટનને સુધારવા માટે અનેક પગલાંની પણ જાહેરાત કરી હતી, જેમાં હોમસ્ટે માટે મુદ્રા લોન, ચોક્કસ પ્રવાસી જૂથો માટે વિઝા-ફી માફી સાથે ઇ-વિઝા સુવિધાઓ સુવ્યવસ્થિત કરવી, રાજ્યો દ્વારા પૂરી પાડવામાં આવનાર મુખ્ય માળખાગત સુવિધાઓ બનાવવા માટે જમીન, વગેરેનો સમાવેશ થાય છે.

Comments

Popular posts from this blog

શેરબજારમાં મહાભયાનક કડાકાની આગાહી

Mumbai's First Divyang Park Opens at Kandivali

शिक्षक दिन मनाया MCOA ने भव्य कार्यक्रम के संग: २००० से अधिक लोग शामिल।