સુરતમાં રૂ. 500 કરોડના હીરાના ગણપતિની સ્થાપના


સુરતમાં રૂ. 500 કરોડના હીરાના ગણપતિની સ્થાપના

Posted by NILESH WAGHELA 

મુંબઇ: દેશભરમાં ગણેશોત્સવની ધૂમ મચી છે. ગઈકાલે ઠેર ઠેર ભગવાન ગણેશની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી હતી. આવામાં ડાયમંડ સિટી સુરતમાં સાચા હીરાના ગણેશની સ્થાપના કરવામાં આવી છે. સુરતના કતારગામમાં પાંડવ પરિવારે રૂ. 500 કરોડના સાચા હીરાની ગણેશજીની એક નાની મૂર્તિની હિંડોળામાં બેસાડીને સ્થાપના કરી છે. પાંડવ પરિવાર આ મૂર્તિનું દસ દિવસ પછી વિસર્જન પણ કરશે.

સુરતના કતારગામમાં રહેતા પાંડવ પરિવારને વર્ષ 2005માં હીરાની દલાલી સમયના કામમાં એક પેકેટમાંથી હીરો મળી આવ્યો હતો, જે ગણપતિના આકારનો હોવાથી પોતાના ઘરમાં જ તેને રાખ્યો હતો. પરિવારે 27 કેરેટનો આ હીરો વેચવાના બદલે પોતાની પાસે રાખી મૂક્યો હતો. જોકે, આ હીરો પહેલી નજરે ભગવાન ગણેશ જેવો દેખાતો નથી. 

ગણેશજીની પ્રતિમા નરી આંખે દેખાવમાં કંઈક અલગ જ દેખાય છે પરંતુ તેને દૂરબીન કાચ અથવા તો યંત્ર વડે જોવામાં આવે તો ગણેશજીની પ્રતિમા દેખાશે. આ પ્રતિમા હીરા વેપારના વ્યવસાય સાથે જોડાયેલા પાંડવ પરિવારના મોભી રાજેશભાઈ દ્વારા બનાવવામાં આવી છે. 

તેમણે જણાવ્યું હતું કે તેમને આજથી 19 વર્ષ પહેલા રફ ડાયમંડને કાપતા તેમાંથી શ્રી ગણેશજીના આકાર વાળી આ પ્રતિમા મળી આવી હતી. આ હીરાની પરિવારે ડાયમંડ ઓફ ઇન્ડિયામાં તપાસ કરાવતા તે નેચરલ ડાયમંડ છે અને તે સિંગલ પીસમાં હોવાનું સર્ટિફિકેટ પણ તેમની પાસે છે. 

રાજેશભાઈએ કહ્યું હતું કે તેમને આ પ્રતિમા મળી ત્યારથી તેમણે આ પ્રતિમા પોતાના ઘરમાં જ રાખી છે અને દર વર્ષે ગણેશ ચતુર્થીના પવિત્ર મહા પર્વ દરમ્યાન આ પ્રતિમાને મંદિરમાંથી બહાર કાઢે છે અને સંપૂર્ણં ધાર્મિક વિધિ પ્રમાણે ઘરમાં તેની સ્થાપના કરે છે અને દસ દિવસ સુધી તેમના ભક્તિભાવપૂર્વક પૂજા-અર્ચના કરે છે.

રાજેશભાઈએ વધુમાં જણાવતા કહ્યું હતું કે તેમણે આ રફ ડાયમંડ માત્ર 19 હજાર રૂપિયામાં ખરીધો હતો, જેનું વજન 27.74 સેન્ટ કેરેટ છે. હાલમાં આ રફ ડાયમંડયુક્ત શ્રી ગણેશજીની પ્રતિમાની બજાર કિંમત અંદાજે રૂ. 500 કરોડ જેટલી હોવાનું માનવામાં આવે છે. 

આ રફ ડાયમંડના ગણપતિ કુદરતી રીતે જમણી સૂંઢના ગણપતિ છે. ડાયમંડના ગણપતિ પારદર્શક અને કુદરતી વન પીસના છે. આ પરિવાર ગણેશ વિસર્જનના દિવસે શ્રી ગણેશજીની પ્રતિમા પર તાપી નદીના પાણીના અમીછાંટણાં કરી દૂધમાં ધોયા પછી વિસર્જન કરવામાં આવે છે. ત્યારબાદ ગણેશજીની મૂર્તિને ફરીથી લોકરમાં મૂકી દેવામાં આવે છે.

Comments

Popular posts from this blog

Women's day: Bhartiya Nari - strong, resilient and Inspiring

Beware, non-veg milk is coming

INDO- PAK WAR: ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાની શેરબજાર લોહીલૂહાણ