IRCTC: જ્યોતિર્લિંગના યાત્રાળુઓની પારાવાર હાલાકી

IRCTC: જ્યોતિર્લિંગના યાત્રાળુઓની પારાવાર હાલાકી
નામ બડે ઔર દર્શન છોટે

POSTED BY NILESH WAGHELA 

મુંબઇ: પવિત્ર શ્રાવણમાસમાં ખૂબ જ શ્રદ્ધા સાથે શંકર ભગવાનના જ્યોતિર્લિંગની યાત્રાએ નીકળેલા યાત્રાળુઓને IRCTC પર ભરોસો મૂકવો ભારે પડ્યો હોવાની ઘટના બની છે. 

સમગ્ર યાત્રા દરમિયાન યાત્રાળુઓને પારાવાર હાલાકી ભોગવવી પડી અને સંબંધિત અધિકારી વર્ગે પોતાની જવાબદારીમાંથી સદંતર હાથ ઊંચા કરી લીધા હોવાની ફરીયાદો થઈ રહી છે. 


IRCTCએ શ્રાવણમાં વિશેષને નામે ૨૦મી થી ૨૯ ઓગસ્ટ દરમિયાન સાત જ્યોતિર્લિંગના દર્શનની યાત્રાનું આયોજન કર્યું હતું અને પ્રવાસીઓ પસેથીના માટે પર્યાપ્ત પૈસા લીધા હતા. 

સુવિધાને નામે મીંડું કહીએ તો પણ અતિશયોક્તિ ના ગણાય એવી અવ્યવસ્થા અને અંધાધુંધી જેવી પરિસ્થતિ સર્જાતા યાત્રાળુઓએ ઉહાપોહ અને આંદોલન પણ કર્યું હતું, છતાં તંત્ર તરફથી કોઈ પ્રતિસાદ ના સાંપડતા રિફંડની માંગ ઉઠી છે. 


ગુજરાતથી પ્રવાસમાં જોડાયેલા લાલુભાઇ જાડેજાએ કહ્યું હતું કે યાત્રાળુઓ ને બુકીંગ  વખતે લેખીતમા જણાવેલ કે રાત્રી  રોકાણ  હોટલમા  અથવા રેલ્વે  ટ્રેનમા, કરાવવાના આવશે, પરંતુ આખી રાત કોઈ જાતની સગવડ વિના પ્લેટ ફોર્મ ઉપર કઢાવી હતી. રાતના ૧૧ વાગ્યાથી પાંચ વાગ્યા સુધી પ્રવાસીઓને પ્લેટફોર્મ પર રહેવાની ફરજ પાડવામાં આવી હતી. મુસાફરોની ચોખ્ખી છેતરપિંડી કરવામાં આવી છે. 

રાજકોટના કેયુરભાઈ ડોડિયાએ જણાવ્યું કે IRCTC નું  નામ તો ઘણું સાંભળ્યું હતું, પરંતુ અનુભવ ખૂબ નિરાશાજનક રહ્યો છે. આયોજન તદ્દન અવ્યવસ્થા વાળું રહ્યું અને ખૂબ મુશ્કેલીનો તથા અગવડનો અનુભવ થયો છે.

પ્રવાસીઓએ ફરિયાદ કરી છે કે, અજંટા ઇલોરાની  ગુફાઓ બતાવવાના વાયદા તદન નકારી કાઢ્યા અને એકોમોડેશન પણ ના આપ્યું. ઉપરાંત હોટેલની કેટેગરી પણ તદન નિમ્ન રહી હતી. 

વડોદરાના જયંતભાઈએ જણાવ્યું કે ફૂડ કવોલિટી પણ ખૂબ જ કથળેલી હતી અને કોઈ જાતની વ્યવસ્થા જોવા ના મળી. શ્રાવણ મહિનો હોવાથી આપણે સ્નાન કર્યા વગર પાણી ના પી સકતા હોઈયે, ત્યાં એકપણ રૂમમાં પાણી ન હોય એવી હોટેલમાં રોકાણ કરાવ્યું! 

સંતપ્ત યાત્રાળુઓએ એવો આક્રોશ ઠાલવ્યો છે કે, કોન્ટ્રાક્ટરને કમાવી આપવાની નિતી અને ભ્રષ્ટાચારની સરકાર અને વિરોધ  પક્ષ  તેમજ સીબીઆઈ  તપાસ  કરાવે તો ખરેખર "ભારત ગૌરવ ની યાત્રા"નુ ગૌરવ જળવાઈ  રહેશે  નહી તો, આ યાત્રા ભારત જનતાને પીડિત કરવાની  યાત્રા  બની  રહેશે.

Comments

  1. આ યાત્રા ટ્રેન મા કોઇ જવાબદાર મેનેજર હતા નહી , ફરીયાદ બુક માગવા છતાય ફરીયાદ બુક કોઇ ને આપેલ નથી , ઉપરાંત ટ્રેન સમયસર પહોચાડવા મા નિષ્ફળ રહેલ હોવાથી દરેકેદરેક યાત્રાળુ ને ફરજીયાત ડોનેશન ટીકીટ લેવી પડેલ હતી , , કોઇ સાઇટ સીઇગ માટે સમય આપ્યો નથી ,

    ReplyDelete
  2. પ્રતિસાદ બદલ આભાર

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Women's day: Bhartiya Nari - strong, resilient and Inspiring

Beware, non-veg milk is coming

INDO- PAK WAR: ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાની શેરબજાર લોહીલૂહાણ