જૈન દેરાસરમાં ઘાતકી હુમલો: યુવકની હાલત ગંભીર


જૈન દેરાસરમાં ઘાતકી હુમલો: યુવકની હાલત ગંભીર

Posted by NILESH WAGHELA 

મુંબઇ: અહિંસાના પ્રતીક એવા જૈન દેરાસરમાં અનેક લોકોની હાજરીમાં હિંસાચારનો અતિરેકી ખેલ ખેલાતા જૈન સમાજ ચોકી ગયો છે. 

રાજકોટમાં જૈન દેરાસર (Jain Derasar)માં યુવક (Youth) પર છરીથી હુમલો (Attack) થયાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં હોબાળો મચી જવા પામ્યો. યુવક પર હુમલાના CCTV સામે આવ્યા છે. CCTVના વીડિયોમાં દેખાય છે કે યુવક દર્શન કર્યા બાદ પાઠનું વાંચન કરતો હોય છે ત્યારે અચાનક એક વ્યક્તિ પાછળથી આવી છરીથી હુમલો કર્યો હતો.  અચાનક હુમલાથી સૌ પહેલા તો ડઘાઈ ગયા હતા અને પછી યુવકની આસપાસ હાજર રહેલ વ્યક્તિઓ તેને બચાવવા પ્રયાસ કર્યો હતો અને ઘાયલ યુવકને તાત્કાલિક હોસ્પિટલ દાખલ કરાવવામાં આવ્યો હતો.

આ સુધીમાં હુમલાખોર ભાગી ગયો હતો. યુવક આઇસીયુમાં હોવાનું અને તેની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. 

આ ઘટના ધમધમતા વિસ્તારમાં શાસ્ત્રી મેદાન પાસે આવેલ જૈન દેરાસરમાં બનવા પામી છે. પ્રાપ્ત વિગત મુજબ જૈન દેરાસરમાં ઘાયલ થયેલા યુવકનું નામ અમિત સગપરિયા છે. અમિત સગપરિયા મવડી વિસ્તારમાં રહે છે અને હાર્ડવેરનું કારખાનું ધરાવે છે.

 સગપરિયા જૈન દેરાસરમાં તેમના ભગવાનના દર્શન કર્યા બાદ પ્રાર્થના કરતાં કોઈ પાઠનું વાંચન કરતો હતો, ત્યારે ભાવેશ ગોલ નામના શખ્સ પાછળથી અચાનક આવ્યો અને એક પછી એક પછી એક છરીના ઘા ઝીંકી યુવક અમિત પર હુમલો કર્યો હતો. 

દેરાસરમાં પ્રાર્થના કરતો અમિત છરીથી થયેલ હુમલામાં ગંભીરપણે ઘાયલ થયો છે. દેરાસરમાં હાજર લોકો તાત્કાલિક અમિતને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને દાખલ કરાવ્યો હતો. 

તબીબના કહેવા મુજબ અમિતને એક કરતાં વધુ વખત છરીનો હુમલો થવાથી તેની હાલત અત્યંત ગંભીર છે. ગંભીર સ્થિતિને પગલે અમિત અત્યારે ICUમાં સારવાર લઈ રહ્યો છે.

આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે અને ચાર દિવસ પહેલાની વાત છે. સીસીટીવી ફૂટેજમાં તમામ હકીકત સ્પષ્ટ દેખાઈ હોવા છતાં ગુનેગાર આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી પોલીસની પકડથી દૂર રહી શક્યો છે.

પીડિત તરફથી હુમલાને લઈને ફરિયાદ કરવામાં આવી છે. પરંતુ પોલીસ આ ઘટનામાં તાત્કાલિક પગલાં ના લેતા કેમ આરોપીને પકડવામાં ઢીલ કરી રહી છે તેના પર પ્રશ્ન થઈ રહ્યા છે. રાજકોટ જેવા શહેરમાં વધતી ગુનાખોરી ખરેખર ખૂબ મોટી ચિંતાનો વિષય છે.

Comments

Popular posts from this blog

Women's day: Bhartiya Nari - strong, resilient and Inspiring

Beware, non-veg milk is coming

INDO- PAK WAR: ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાની શેરબજાર લોહીલૂહાણ