મહારાષ્ટ્ર બંધ: જાણો ઉદ્ધવ ઠાકરે શું કહે છે?


મહારાષ્ટ્ર બંધ: જાણો ઉદ્ધવ ઠાકરે શું કહે છે? 

Posted by NILESH WAGHELA 

મુંબઇ: આવતીકાલે શનિવારે મહારાષ્ટ્ર બંધની હાકલ કરવામાં આવી હતી તે અંગે મુંબઇ ઉચ્ચ ન્યાયાલયે એક નિર્દેશ જાહેર કર્યો છે, જેમાં આ પ્રકારની પ્રવૃત્તિ કાયદા વિરુદ્ધ હોવાનું જણાવ્યું છે. 

રાજ્ય સરકારને આપેલા નિર્દેશમાં બોમ્બે હાઈ કોર્ટે  સ્પષ્ટ ભાષામાં જણાવ્યું છે કે, કોઈપણ રાજકીય પક્ષ બંધની હાકલ કરી શકે નહિ અને જો કોઈ આ પ્રકારના બંધ કરાવવાનો પ્રયાસ કરશે તો તેની સામે કાયદેસર કાર્યવાહી થઈ શકે છે.

દરમિયાન, બોમ્બે હાઈકોર્ટના ચુકાદાને ધ્યાનમાં રાખીને, શિવસેના (યુબિટી) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ શુક્રવારે સાંજે  અગાઉથી જાહેર કરાયેલા 24 ઓગસ્ટના મહારાષ્ટ્ર બંધ પાછું ખેંચ્યું હતું, તેમનું નિવેદન બોમ્બે હાઈકોર્ટના ચુકાદાના કલાકો પછી આવ્યું હતું, જેણે રાજકીય પક્ષોને અને મહારાષ્ટ્ર બંધનું એલાન કરતા વ્યક્તિઓને બંધના એલાન સામે પ્રતિબંધિત કર્યા હતા. 

ઠાકરેએ પત્રકાર પરિષદમાં કહ્યું કે, અમે કોર્ટના નિર્ણયને સ્વીકારતા નથી, પરંતુ અમે તેનું સન્માન કરીએ છીએ. જોકે રાજ્યભરમાં મુક વિરોધ પ્રદર્શિત કરાશે. 

નોંધવુ રહ્યું કે. કોંગ્રેસ, શિવસેના (યુબીટી) અને એનસીપી (એસપી) નો સમાવેશ કરતા વિપક્ષી જૂથ મહા વિકાસ આઘાડી (એમવીએ)એ બદલાપુર ઘટનાના વિરોધમાં મહારાષ્ટ્ર બંધનું શનિવારે આહ્વાન કર્યું હતું.

Comments

Popular posts from this blog

શેરબજારમાં મહાભયાનક કડાકાની આગાહી

शिक्षक दिन मनाया MCOA ने भव्य कार्यक्रम के संग: २००० से अधिक लोग शामिल।

Mumbai's First Divyang Park Opens at Kandivali