APMC માર્કેટના વેપારી ૨૭મીએ બંધ પાળશે


APMC માર્કેટના વેપારી ૨૭મીએ પાળશે બંધ, કરશે ઉગ્ર વિરોધ પ્રદર્શન

વેપારીવર્ગ પાયાની સુવિધાઓના અભાવથી ત્રસ્ત થઈ ગયો છે અને હવે ઉગ્ર આંદોલનના મૂડમાં છે.

POSTED BY NILESH WAGHELA 

મુંબઇ: APMC માર્કેટમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, 1% APMC સર્વિસ ચાર્જ,  GST કાયદામાં વિસંગતતાઓ, કાનૂની મેટ્રોલોજી એક્ટમાં સુધારા વિ જેવી અનેક જટિલ સમસ્યાઓ બાબતે મહારાષ્ટ્ર રાજ્યના તમામ વેપારીઓનું  તા. 27 ઓગસ્ટ 2024ના મહારાષ્ટ્ર રાજ્ય વેપારી કૃતિ સમિતિ તરફથી રાજ્યભરમાં એક દિવસીય પ્રતિકાત્મક બંધનું આયોજન કરવામાં આવ્યું છે. 

આ બાબતમાં તા. 27 ઓગસ્ટ ના બંધને સફળ બનાવવા અને આગળની મહત્વપૂર્ણ રણનીતિ નક્કી કરવા આજે શનિવાર તા. 24/08/2024ના બપોરે 2:30 વાગે મહારાષ્ટ્ર રાજ્યના સર્વે વેપારી સંસ્થાઓના જેમકે ફામના, મહારાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ, પુના મર્ચન્ટસ ચેમ્બર,  કેમીટ તથા અન્ય તમામ સંસ્થાઓના પ્રતિનિધિ અને વેપારીઓની એક સભાનું  આયોજન વેલજી લખમશી નપુ-ગ્રોમા હોલ, ગ્રોમા હાઉસ, 9 મે માળે, પ્લોટ ન:14-સી, સેક્ટર-19, વાશી, નવી મુંબઈ ખાતે કરવામાં આવેલ છે. 

નોંધવુ રહ્યું કે, છેલ્લા એક મહિનાથી સમગ્ર મહારાષ્ટ્રમાં અનેક સભાઓનું આયોજન કરવામાં આવેલ હતું 

GROMAના પ્રમુખ ભીમજીભાઈ ભાનુશાલી,MCCAI ના લલિત ગાંધી, ફામના પ્રમુખ જીતેન્દ્ર શાહ, ફામના ડાયરેક્ટર જનરલ પ્રિતેશ શાહ,  પુના મર્ચન્ટસ ચેમ્બરના પ્રમુખ રાજકુમાર નાહર, મહારાષ્ટ્ર રાજ્ય કૃતિ સમિતિના કન્વીનર શ્રી રાજેન્દ્ર બાઠીયા, કેમીટ ના શ્રી દીપેન અગ્રવાલ  સહિત શ્રી અમરીશભાઈ બારોટ, શ્રી કીર્તિભાઇ રાણા, રિટેલ ગ્રેન મર્ચન્ટસ એસોસિએશનના શ્રી રમણીકલાલ છેડા તેમજ અન્ય અગ્રણી વેપારીઓ  હાજર રહયા હતા. 

ગ્રોમાના પ્રમુખ શ્રી ભીમજીભાઈ ભાનુશાલીએ જણાવેલ કે એ.પી.એમ.સી.માર્કેટના વેપારીઓ દ્વારા કરોડોની રકમ સેસ તરીકે ભરવામાં આવતી હોવા છતાં લાઈટ, પીવાનું પાણી, સિક્યોરિટી, CCTV કેમેરા જેવી પાયાની સુવિધાઓની પણ અભાવ છે.  શ્રી રાજેન્દ્ર બાઠીયાએ જણાવેલ કે એ.પી.એમ.સી. માર્કેટમાં કિસાનો માલ વેચવા આવતા ન હોવા છતાં APMC એક્ટ નો અમલ શામાટે કરવો જોઈએ. શ્રી જીતેન્દ્ર શાહ એ જણાવેલ કે વેપારીઓએ એકતા દર્શાવવી જ પડશે. આપણી સમસ્યાઓ માટે આપણે સફળતાથી લડત આપવી જ પડશે. અમે દિલ્હી ફાઇનાન્સ મિનિસ્ટર, કોમર્સ મિનિસ્ટર અને રાજ્યના મુખ્ય મંત્રી અને ઉપ મુખ્ય મંત્રી વિ. સર્વેને રૂબરૂ મળી વેપારીઓની સમસ્યા વિષે વારંવાર રજુઆત કરવા છતાં આજ સુધી કોઈ પ્રતિસાદ મળેલ નથી GST, FSSAI અને સ્ટેનલેસ સ્ટીલ વાસણમાં BIS અને QCO જેવી અનેક સમસ્યાઓ છે. 


શ્રી રમણીકલાલ જાદવજી છેડાએ વેપારીવર્ગને હાકલ કરી છે કે બંધ અને વિરોધ પ્રદર્શનને સફળ બનાવી સત્તાધારીઓને એકતાનો પરિચય કરાવે. શ્રી રાજકુમાર નાહરએ જણાવેલ કે જો સરકાર આપણી સમસ્યાઓ તરફ ધ્યાન આપતી ન હોય તો આપણે સરકારનો અસહકાર કરવો જોઈએ શ્રી દીપેન અગ્રવાલએ જણાવેલ કે વેપારીઓ એ એકતા રાખી લડત આપવી જોઈએ સફળતા જરૂરથી મળશે જ.  ત્યારબાદ શ્રી લલિત ગાંધીએ જણાવેલ કે વેપારીઓની તાકાત ખુબજ સારી છે. તેઓ જે ચાહે તે મેળવી શકે છે. આપણે ફક્ત આપણા અધિકારો માટે શાંતિ પૂર્ણ આંદોલન કરી રહયા છીએ. આપણી એકતાનું પ્રદર્શન કરવાથી સફળતા જરૂરથી મળશે. ગ્રોમા ના ઉપપ્રમુખ શ્રી અમૃતલાલ જૈનએ જણાવેલ કે જે વેપારીઓ આજીવન ટેક્સ ભરે છે તેઓને ટેક્સ ની રકમના 10% પેંશનરૂપે પરત કરવા જોઈએ. 

વેપારીઓની અસ્મિતા અને અસ્તિત્વનો પ્રશ્ન હોવા છતાં સરકાર અને અધિકારીઓ સાથે અનેક રજૂઆતો અને બેઠકો કરવા છતાં હજુ સુધી કોઈ નક્કર ઉકેલ મળ્યો નથી, જેના કારણે વેપારી સમુદાયમાં નિરાશા વધી રહી છે. તેથી જો સરકાર દ્વારા તત્કાલ કોઈ સકારાત્મક પ્રતિસાદ નહીં મળે તો 27 ઓગસ્ટ 2024ના રોજ રાજ્યભરમાં એક દિવસીય લાક્ષણિક બંધનું આયોજન કરવામાં આવ્યું છે. 

આ બંધને દેશભરના મોટા ટ્રેડ યુનિયનો અને મહારાષ્ટ્રની તમામ વેપારી એસીસીએશનો દ્વારા સમર્થન આપવામાં આવેલ છે. તેમ ગ્રોમાના પ્રમુખ શ્રી ભીમજીભાઈ ભાનુશાલીએ જણાવેલ હતું. તેમજ સભાના પ્રમુખ શ્રી લલિતભાઈ ગાંધી એ જણાવેલ છે કે .27 ઓગસ્ટ સુધીમાં જો કોઈ સકારાત્મક પ્રતિદસાદ નહીં મળેતો 5 મી સપ્ટેમ્બરે મહારાષ્ટ્ર રાજ્ય કૃતિ સમિતિની સભા મળશે અને આગામી રણનીતિ નક્કી કરી આંદોલન તીવ્ર કરવામાં આવશે.

Comments

Popular posts from this blog

શેરબજારમાં મહાભયાનક કડાકાની આગાહી

शिक्षक दिन मनाया MCOA ने भव्य कार्यक्रम के संग: २००० से अधिक लोग शामिल।

Mumbai's First Divyang Park Opens at Kandivali