Cricket world cup: હે આ વર્લ્ડ કપ નકલી છે? તો અસલી ક્યાં છે?
હે આ વર્લ્ડ કપ નકલી છે? તો અસલી ક્યાં છે?
Posted by NILESH WAGHELA
મુંબઇ: આજે જ્યારે આખું ભારત મુંબઇમાં ખડકાયું હોય એવી હજારોની જનમેદની ભારતીય ટીમનું સ્વાગત કરવા ઉમટી છે, ત્યારે કોઈ એમ કહે કે રોહિતના હાથમાં નકલી ટ્રોફી છે તો!!!
કેપ્ટન રોહિત શર્માના હાથમાં ટી-20 વર્લ્ડ કપ જોઈને ભારતીય પ્રશંસકોની ખુશીની કોઈ સીમા ન રહી, પરંતુ શું તમે જાણો છો કે ટીમ ઈન્ડિયા જે ટ્રોફી લઈને આવી છે તે અસલી નથી?
અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં ભારતીય તિરંગો લહેરાવ્યા બાદ ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપની ટ્રોફી સાથે વતન ભારત આવી ગઈ છે. કેટલાક દિવસો સુધી બાર્બાડોસમાં ફસાયેલા રહ્યા બાદ રોહિત શર્મા અને કંપની ગુરુવારે વિશેષ ચાર્ટર્ડ ફ્લાઇટ દ્વારા દિલ્હી પહોંચ્યા.
આવો તમને જણાવીએ ટીમ ઈન્ડિયા નકલી ટ્રોફી કેમ લાવી તેની પાછળનું મોટું કારણ!
17 વર્ષની લાંબી રાહ બાદ ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપની ટ્રોફી જીતવામાં સફળ રહી. એમએસ ધોની બાદ રોહિત શર્માએ પોતાની કેપ્ટનશીપમાં આ ઈતિહાસ રચ્યો હતો. ભારતે 29 જૂને બાર્બાડોસમાં રમાયેલી ફાઈનલ મેચમાં દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવીને ટાઈટલ જીત્યું હતું. આ પછી ઉપ રોહિત શર્મા અને ટીમ ઈન્ડિયાના અન્ય ખેલાડીઓએ જે ટ્રોફી સાથે ફોટોશૂટ કરાવ્યું હતું તે અસલી હતી. પરંતુ ભારત આવતા પહેલા તેમને એક પ્રતિકૃતિ ટ્રોફી આપવામાં આવી હતી.
તમને જણાવી દઈએ કે રેપ્લિકા ટ્રોફી લગભગ મૂળ વર્લ્ડ કપ ટ્રોફી જેવી હોય છે. જે વર્ષે ટુર્નામેન્ટ યોજાય છે તે વર્ષનો લોગો પ્રતિકૃતિ ટ્રોફી પર બનાવવામાં આવે છે અને તે માત્ર તે ટુર્નામેન્ટ માટે જ બનાવવામાં આવે છે. |
ઓરીજનલ વર્લ્ડ કપ ક્યાં છે?
હવે સવાલ એ છે કે જ્યારે ટીમ ઈન્ડિયા નકલી (રેપ્લિકા ટ્રોફી) લઈને ભારત પહોંચી ગઈ છે, તો પછી અસલી ટ્રોફી ક્યાં છે? તમારા સસ્પેન્સને દૂર કરવા માટે તમને જણાવી દઈએ કે અસલ ટ્રોફી માત્ર ફોટોશૂટ માટે આપવામાં આવે છે અને ત્યાર બાદ તેને દુબઈમાં ICC હેડક્વાર્ટરમાં રાખવામાં આવે છે.
Very interesting, offbeat and quick information
ReplyDeleteNice informative.
ReplyDelete