શ્રી ઉત્સવ પંચાગ સાથે અનોખી અને અમૂલ્ય ભેટ
શ્રી ઉત્સવ પંચાગ સાથે અનોખી અને અમૂલ્ય ભેટ
Posted by Nilesh waghela
મુંબઈ: પાંચે ખંડમાં આપણાં ધર્મનો ઝંડો લહેરાવતું શ્રી ઉત્સવ મિની પંચાંગ નવાં વર્ષમાં આપ સૌ માટે એક નવલ અને અમૂલ ભેટ લઇને આવી રહ્યું છે. શ્રી ઉત્સવ પંચાંગનું આ ૪૫મું વર્ષ છે.
સહર્ષ જણાવવાનું કે ધાર્મિક ઉત્સવો અને ઉજવણીઓના દિવસો નજીક આવી રહ્યાં હોવાથી તેને હર્ષોલ્લાસ સાથે વધાવી શકાય એ માટે શ્રી ઉત્સવ મિની પંચાંગ તૈયાર કરી લેવામાં આવ્યું છે.
આપ સૌ શ્રી ઉત્સવ પંચાગની મદદથી આવનારા તહેવારોના સ્વાગત માટે વિધિ-પરંપરા અને રીત-રિવાજ માટે શુભ મૂહૂર્ત જાણી આધ્યાત્મિક કર્તવ્યની પૂર્ણતા સાથે ધર્મલાભ મેળવી શકો છો.
શ્રી ઉત્સવ પંચાંગ વિશ્ર્વભરના ખૂણે ખૂણે વસતા હિંદુ-વૈષ્ણવો સુધી પહોંચી રહ્યું છે.
એ બાબતની ખાસ નોંધ લેવી ઘટે કે શ્રી ઉત્સવ પંચાગના સ્થાપક સ્વ. સુરેશભાઇ ગણાત્રાએ ખૂબ જહેમત ઉઠાવીને આ ધર્મ-પુસ્તિકાની રચના કરી છે અને સ્વ. તેજસભાઇ ગણાત્રાએ પણ આ શુભકાર્યમાં સહયોગ આપીને પ્રકાશન ચાલુ રાખવાનું કાર્ય ખંતથી નિભાવ્યું છે.
આ મહામૂલા પ્રકાશનનું સંચાલન સંભાળવા સાથે હવે પંરપરા શ્રીમતી શિલ્પાબેન તેજસભાઇ ગણાત્રા આગળ વધારી રહ્યાં છે અને તેઓ ગ્રાહકોને પંચાંગ સાથે ‘નિત્ય સ્મરણ’ નામની પુસ્તિકા ભેટ તરીકે આપી રહ્યાં છે.
Comments
Post a Comment