150 arrested for try enter US illegally, max Gujrati
અમેરિકામાં ઘૂસણખોરી:150થી વધુ
ઝડપાયા, મોટાભાગના ગુજરાતી
મુંબઈ: અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરતા ભારતીયો ઝડપાયા છે અને તેમાં મોટાભાગના ગુજરાતી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. અમેરિકાની સુરક્ષા એજન્સીએ આ મામલે ૧૫૦થી વધુ લોકોની ધરપકડ કરી છે. આ લોકોને ભારત પાછા મોકલી દેવાશે અને તેમની સામે કાયદેસર પગલા લેવામાં આવશે.
આ લોકો મેક્સિકો બોર્ડરથી ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યા હતા. વિવિધ મીડિયા અહેવાલોમાં ઉપરોક્ત ઝડપાયેલા ગુજરાતીઓમાં મોટાભાગના ઉત્તર ગુજરાતના વતની હોવાના અહેવાલો પ્રસાર માધ્યમોમાં ફરી રહ્યા છે.
સામાન્ય રીતે ગુજરાતીઓમાં વિદેશ જવાની ઘેલછા વધારે જોવા મળતી હોય છે. તેમનો આ ક્રેઝ તેમને ઘણીવાર મુશકેલીમાં મુકી દે છે. ખાસ કરીને જે લોકોને વિઝા મળતા નથી, તે ગમે તે ભોગે વિદેશ જવા માગતા હોય છે, ત્યારે આવા લોકો કબૂતરબાજોના સંપર્કમાં આવે છે.
ઘણીવાર આ લોકો છેતરપીંડી કરીને લાખોનો ચૂનો પણ ચોપડી જતા હોય છે, છતાં અમેરિકા કે કેનેડા જવા માંગતા લોકોની આંખ ઉઘડતી નથી, લોકો ક્તેયારેક વળી એમને ગેરકાયદે વિદેશ ઘુસાડતા હોય છે. આ પ્રકારની ઘણી ઘટનાઓ ભૂતકાળમાં સામે આવી છે, ત્યારે આવી જ વધુ એક ઘટના સામે આવી છે.
અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરતા ગુજરાતી ઝડપાયા હોવાની માહિતી સામે આવી છે. સુરક્ષા એજન્સીએ દોઢશોથી વધુ ગુજરાતના વતનીઓની ધરપકડ કરી છે.
આ લોકો મેક્સિકો બોર્ડરથી ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યા હતા. ઝડપાયેલા ગુજરાતીઓમાં મોટાભાગના ઉત્તર ગુજરાતના વતની હોવાનું સામે આવ્યું છે. ત્યારે ઝડપાયેલા આ તમામ ગુજરાતીઓને ભારત ડિપોર્ટ કરાશે.
અમેરિકામાં ગુજરાતી ઝડપાયા બાદ કબૂતરબાજોના મોતીયા મરી ગયા છે અને તેઓ હવાતિયા મારવા લાગ્યા છે. ઘૂસણખોરી બહાર આવ્યા બાદ કબૂતરબાજોના મોબાઈલ સ્વીચ ઓફ આવી રહ્યા છે, તેમજ આ લોકો થાઈલેન્ડ જવા રવાના થયા હોવાના અહેવાલ છે.
Comments
Post a Comment