World record: Countdown began, Nurochampionship with hulahoop

હૂલાહૂપ નૃત્યના માધ્યમે ન્યુરોચેમ્પિયનશિપ ક્ષેત્રે વિશ્વવિક્રમ હાંસલ કરવાનો યજ્ઞ

Posted by NILESH WAGHELA 

મુંબઇ: શિલ્પા ગણત્રાની યુથ ઝોન ડાન્સ એકેડમી એક નવો વર્લ્ડ રેકોર્ડ હડક કરવા આગળ વધી રહી છે. 

ભારત યુરોસાયન્સને સથવારે ન્યુરોચેમ્પિયનશિપ ક્ષેત્રે હૂલાહૂપ નૃત્યના માધ્યમે વિશ્વવિક્રમ હાંસલ કરવાની તૈયારીમાં છે. 


યુથ ઝોન ડાન્સ એકેડમીએ કલા વૃંદના સમર્થન અને બ્રેઈન રાઈમના સહયોગ સાથે માત્ર ભારતમાં જ નહી પરંતુ વિશ્વમાં પ્રથમ એવા હૂલાહૂપ ઓથેન્ટિકેશન પ્રોગ્રામની તૈયારી કરી છે, જે ભારતને નામે નવો વિશ્વ વિક્રમ નોંધાવી શકે છે.

એકેડેમી વર્ષની સૌથી રોમાંચક અને અપેક્ષિત ઘટના અંતર્ગત વાર્ષિક પરીક્ષા સાથે વર્લ્ડ રેકોર્ડ હાંસલ કરવાનો પ્રયાસ અજમાવી રહી છે. 


જાણીતાં સેલીબ્રીટી કોરિયોગ્રાફર શિલ્પા ગણાત્રા દ્વારા સ્થાપિત યુથ ઝોન ડાન્સ એકેડેમીએ આ માટે, ન્યુરોસાયન્સ, એઆઈ અને કોગ્નીટિવ ઇન્ટેલિજેન્ટ્સ ક્ષેત્રે જાણીતી સંસ્થા બ્રેઈન રાઈમ સાથે સહયોગ સાધ્યો છે. 

આ અનોખા કાર્યક્રમમાં એક ‘ન્યુરોચેમ્પિયનશિપ’ માટે પ્રયાસ હાથ ધરાશે, જેની અંતર્ગત યુથ ઝોન ડાન્સ એકેડમીના વિદ્યાર્થીઓ ન્યુરો-એક્ટિવેટીંગ એક્સરસાઇઝ, પ્રવૃત્તિની સાથે હૂલાહૂપ કરીને એક અનોકો વર્લ્ડ રેકોર્ડ ભારતને નામે અંકિત કરવાનો પ્રયાસ કરશે. 


આ કોન્સેપ્ટને માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્ર્વમાં પહેલી જ વખત રજૂ કરવામાં આવશે. વિદ્યાર્થીઓને એકેડેમી તરફથી ઓથેન્ટિકેશન સર્ટિફિકેટ, બ્રેઈન રાઈમ તરફથી વર્લ્ડ રેકોર્ડ અથવા તેના પ્રયાસનું પ્રમાણપત્ર, ફૂડ કૂપન્સ અને વિવિધ કેટેગરીમાં ઉત્તમ પ્રદર્શન માટે ભેટો અપાશે!! આ ઈવેન્ટ ૨૭મી એપ્રિલે ક્ન્ટ્રી ક્લબમાં યોજાશે. 

આ કાર્યક્રમમાં એકેડેમીના ત્રણથી ૧૩ વર્ષ સુધીના ૪૫ વિદ્યાર્થીઓ સહભાગી થી રહ્યા છે. 

મુખ્ય નિર્ણાયકોમાં ઝેનોબિયા ખોદાઈજી અને હિના લિંબચિયા, મુખ્ય અતિથિમાં રિદ્ધિ દોશી પટેલ અને બીના શાહ તથા મીડિયા પાર્ટનર્સમાં જન્મભૂમિ, બિઝનેસ સમાચાર, હમારા મુલુંડ અને ન્યૂઝ ઔર ચાયનો સમાવેશ છે. 

વધુ માહિતી માટે ૯૯૨૦૬ ૬૫૫૦૧ પર સંપર્ક કરો

Comments

Popular posts from this blog

શેરબજારમાં મહાભયાનક કડાકાની આગાહી

शिक्षक दिन मनाया MCOA ने भव्य कार्यक्रम के संग: २००० से अधिक लोग शामिल।

Mumbai's First Divyang Park Opens at Kandivali