Tamannaah Bhatia IPL સ્ટ્રીમિંગ કેસ


IPL સ્ટ્રીમિંગ કેસ : જાણો ક્યાં અટવાઈ  

અભિનેત્રી તમન્ના ભાટિયા!

posted by NILESH WAGHELA

મુંબઈ: બોલિવુડ અભિનેત્રી તમન્ના ભાટિયાને હાલમાં આઇપીએલ ગેરકાયદેસર સ્ટ્રીમિંગ કેસ મામલે સમન મોકલવામાં આવ્યું હતું અને તેમણે 29 એપ્રિલના રોજ મહારાષ્ટ્ર સાયબર ક્રાઈમ સામે હાજર થવાનું હતુ પરંતુ અભિનેત્રીએ આ મામલે પુછપરછ માટે આજે હાજર રહી ન હતી અને તેમણે વધુ સમય પણ માંગ્યો છે.

મહારાષ્ટ્રની સાયબર સેલે તમન્ના ભાટિયાને મહાદેવ ઓનલાઈન ગેમિંગ એપ સાથે સંબંધિત સપોર્ટિંગ એપને પ્રમોટ કરવાના સંબંધમાં સમન્સ મોકલવામાં આવ્યું હતુ.

તમન્નાને 29 એપ્રિલના રોજ મહારાષ્ટ્ર સાયબર સેલ સામે રજુ થવાનું હતુ, પરંતુ હવે આ મામલે નવું અપટેડ સામે આવ્યું છે. અભિનેત્રી તમન્ના ભાટિયા આજે આ મામલે રજુ થશે નહિ તેમણે વધુ સમય પણ માગ્યો છે.

તમન્ના ભાટિયા હાલમાં મુંબઈમાં નથી અને આજ કારણે તે પુછપરછ માટે મહારાષ્ટ્ર સાયબર સેલની સામે હાજર રહી શકશે નહિ, 25 એપ્રિલના રોજ તેને સમન્સ પાઠવવામાં આવ્યું હતુ અને આ કેસમાં પૂછપરછ માટે સોમવારે હાજર થવાનું હતું. બોલિવુડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસની પણ આ મામલે પુછપરછ થઈ ચુકી છે. એટલું જ નહિં બોલિવુડ સુપરસ્ટાર સંજય દત્તને પણ આ મામલે રજુ થવાનું હતુ, પરંતુ તે ભારતમાં નથી એટલા માટે તેમણે થોડો સમય માગ્યો છે.

ફેરપ્લે એપ એક સટ્ટાબાજીનું એક્સચેન્જ પ્લેટફોર્મ છે જેના દ્વારા મોટા પાયે મનોરંજન માટે સટ્ટાબાજી કરવામાં આવે છે. વર્ષ 2023માં આ એપ પર કેટલીક આઈપીએલ મેચનું પણ સ્ટ્રીમિંગ થયું હતુ, જ્યારે તે આ એપના અધિકારક્ષેત્રમાં આવતી નથી. 

જેનાથી Viacom18ને કરોડો રુપિયાનું નુકસાન થયું હતુ. જે વર્ષ 2023ની સીઝનમાં સ્પોન્સર હતી.એટલે કે, Viacom18ની પાસે આઈપીએલ મેચનું સ્ટ્રીમિંગ રાઈટ્સ હતા. માર્ચ 2023 થી મે 2023 વચ્ચે આવું કર્યું હતુ. 

ત્યારબાદ Viacom18એ એપ વિરુદ્ધ મહારાષ્ટ્ર સાયબર સેલમાં ડિજીટલ કોપિરાઈટને લઈ ફરિયાદ કરી હતી. ત્યારે આ મામલે પુછપરછ માટે એક બાદ એક સૌને બોલાવવામાં આવી રહ્યા છે.


Comments

Popular posts from this blog

શેરબજારમાં મહાભયાનક કડાકાની આગાહી

शिक्षक दिन मनाया MCOA ने भव्य कार्यक्रम के संग: २००० से अधिक लोग शामिल।

Mumbai's First Divyang Park Opens at Kandivali