Iran war;stock Market: શેરબજારમાં ૯૦૦ પોઈન્ટનો કડાકો

શેરબજારમાં ખુલતા સત્રમાં જ મોટો કડાકો

નિલેશ વાઘેલા 

મુંબઇ: શેરબજારમાં ઈરાન- ઇઝરાયેલ યુદ્ધની અસરે ખુલતા સત્રમાં જ તોતિંગ કડાકો જોવા મળ્યો છે. આ તબક્કે રોકાણકારોની સંપત્તિમાંથી લગભગ રૂ. ૬ લાખ કરોડનું ધોવાણ થઇ ગયું છે.  

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે વિશ્વભરના બજારોમાં તણાવ છે. એશિયન બજારો 1 થી 1.25 ટકા સુધી નીચે ટ્રેડ કરી રહ્યાં છે. આ સાથે જ સોમવારે ભારતીય શેરબજારમાં પણ તીવ્ર વેચવાલી નોંધાઈ રહી છે.

શેર માર્કેટના મુખ્ય સૂચકાંકો રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા છે. સેન્સેક્સ લગભગ 929.74 પોઈન્ટ ઘટીને 73,315.16 પર પહોંચ્યો હતો.

નિફ્ટી પણ 216.9 પોઇન્ટ ઘટીને 22,302.50ના સ્તરે પંહોચી ગયો છે. 

અમેરિકા યુદ્ધ આગળ ના વધે e માટે પ્રયત્નશીલ છે. નીચી સપાટીથી બંને બેંચમાર્કમાં થોડી રિકવરી થઈ છે પરંતુ એ કેટલી ટકશે એનો આધાર ઈરાન અને ઇઝરાયેલના વલણ પર રહેશે.

આ પહેલા શુક્રવારે સેન્સેક્સ 793 પોઈન્ટ ઘટીને 74,244 પર બંધ થયો હતો.

Comments

Popular posts from this blog

Women's day: Bhartiya Nari - strong, resilient and Inspiring

Beware, non-veg milk is coming

INDO- PAK WAR: ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાની શેરબજાર લોહીલૂહાણ