Tamannaah Bhatia IPL સ્ટ્રીમિંગ કેસ
IPL સ્ટ્રીમિંગ કેસ : જાણો ક્યાં અટવાઈ અભિનેત્રી તમન્ના ભાટિયા! posted by NILESH WAGHELA મુંબઈ: બોલિવુડ અભિનેત્રી તમન્ના ભાટિયાને હાલમાં આઇપીએલ ગેરકાયદેસર સ્ટ્રીમિંગ કેસ મામલે સમન મોકલવામાં આવ્યું હતું અને તેમણે 29 એપ્રિલના રોજ મહારાષ્ટ્ર સાયબર ક્રાઈમ સામે હાજર થવાનું હતુ પરંતુ અભિનેત્રીએ આ મામલે પુછપરછ માટે આજે હાજર રહી ન હતી અને તેમણે વધુ સમય પણ માંગ્યો છે. મહારાષ્ટ્રની સાયબર સેલે તમન્ના ભાટિયાને મહાદેવ ઓનલાઈન ગેમિંગ એપ સાથે સંબંધિત સપોર્ટિંગ એપને પ્રમોટ કરવાના સંબંધમાં સમન્સ મોકલવામાં આવ્યું હતુ. તમન્નાને 29 એપ્રિલના રોજ મહારાષ્ટ્ર સાયબર સેલ સામે રજુ થવાનું હતુ, પરંતુ હવે આ મામલે નવું અપટેડ સામે આવ્યું છે. અભિનેત્રી તમન્ના ભાટિયા આજે આ મામલે રજુ થશે નહિ તેમણે વધુ સમય પણ માગ્યો છે. તમન્ના ભાટિયા હાલમાં મુંબઈમાં નથી અને આજ કારણે તે પુછપરછ માટે મહારાષ્ટ્ર સાયબર સેલની સામે હાજર રહી શકશે નહિ, 25 એપ્રિલના રોજ તેને સમન્સ પાઠવવામાં આવ્યું હતુ અને આ કેસમાં પૂછપરછ માટે સોમવારે હાજર થવાનું હતું. બોલિવુડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસની પણ આ મામલે પુછપરછ થઈ ચુકી છે. એટલું જ નહિં બોલિવુડ ...