વર્લ્ડ રેકોર્ડ: ન્યુરોચેમ્પિયનશિપમાં હુલા હૂપ ડાન્સનો નવો પ્રયોગ

વર્લ્ડ રેકોર્ડ: ન્યુરોચેમ્પિયનશિપમાં હુલા હૂપ ડાન્સનો નવો પ્રયોગ 

Posted by NILESH WAGHELA 

મુંબઇ:  શિલ્પા ગણાત્રાની યુથ ઝોન ડાન્સ એકેડેમીએ ન્યુરોચેમ્પિયનશિપમાં હુલા હૂપ ડાન્સમાં ભારતને નામે એક નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ સંસ્થા દ્વારા પ્રશિક્ષિત ત્રણ વર્ષથી માંડીને ૧૩ વર્ષના બાળકોએ પોતાનું નૃત્ય કૌશલ્ય પ્રદર્શિત કરીને હાજર સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. 


યુરોસાયન્સ ન્યુરોચેમ્પિયનશિપમાં નવો વિશ્વ વિક્રમ સ્થાપીને ભારતે હુલા હૂપ ડાન્સના ક્ષેત્રમાં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે.  

કલા વૃંદ દ્વારા સમર્થિત અને બ્રેઈન રાઈમના સહયોગથી યુથ ઝોન ડાન્સ એકેડમીએ જબરદસ્ત હુલા હૂપ ઓથેન્ટિકેશન પ્રોગ્રામ રજૂ કર્યો, જે માત્ર ભારત માટે જ નહીં પરંતુ વિશ્વ માટે એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ છે.


પ્રખ્યાત સેલિબ્રિટી કોરિયોગ્રાફર શિલ્પા ગણાત્રાના નેતૃત્વ હેઠળ, યુથ ઝોન ડાન્સ એકેડમીએ ન્યુરોસાયન્સ, એઆઈ અને જ્ઞાનાત્મક બુદ્ધિમાં વિશેષતા ધરાવતી પ્રતિષ્ઠિત સંસ્થા બ્રેઈન રાઈમ સાથે સહયોગ સાધ્યો હતો.


આ ગ્રાઉન્ડબ્રેકિંગ ઇવેન્ટ, જેને 'ન્યુરોચેમ્પિયનશિપ' તરીકે ઓળખવામાં આવે છે, જેમાં યુથ ઝોન ડાન્સ એકેડેમીના વિદ્યાર્થીઓએ ન્યુરો-એક્ટિવેટીંગ એક્સરસાઇઝ સાથે હુલા હૂપ નૃત્યનું પ્રદર્શન કર્યું હતું.

આ તદ્દન અનોખી અને કલ્પના બહારની અદભુત નૃત્યકલાએ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે એક મિસાલ સ્થાપી છે.


કાર્યક્રમમાં જ્યુરી તરીકે ઉપસ્થિત ઝેનોબીયા ખોદાઈજી અને હિના લિમ્બાચિયા તથા
 આદરણીય મહેમાન બીના શાહે, નાના ભૂલકાઓના વિવિધ પ્રવૃત્તિ સાથેના નૃત્ય કૌશલ્યની સાથે શિલ્પા ગણાત્રા દ્વારા અપાયેલા પ્રશિક્ષણની પણ પ્રશંસા કરી હતી. 


સહભાગીઓને એકેડેમી તરફથી ઓથેન્ટીસીટી સર્ટિફિકેટ, બ્રેઈન રાઈમ તરફથી વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર અને વિવિધ કેટેગરીમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટેના પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા.


મુંબઈમાં કાંદિવલી સ્થીત કન્ટ્રી ક્લબ ખાતે યોજાયેલી ભવ્ય અને મનોરંજક આ ઇવેન્ટમાં ત્રણથી 13 વર્ષની વયના કુલ 45 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. 


જન્મભૂમિ, બિઝનેસ સમાચાર, હમારા મુલુંડ અને ન્યૂઝ ઔર ચાય સહિતના મીડિયા પાર્ટનર્સ દ્વારા કાર્ય
ક્રમને પ્રચાર અને પ્રસારનો સહયોગ મળ્યો હતો.

Comments

  1. અત્યંત સુન્દેર કાર્યક્રમની ઓછા શબ્દોમાં છતાં સંપૂર્ણ માહિતી જાની મજા આવી ગઈ.. love your all contents

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

શેરબજારમાં મહાભયાનક કડાકાની આગાહી

शिक्षक दिन मनाया MCOA ने भव्य कार्यक्रम के संग: २००० से अधिक लोग शामिल।

Mumbai's First Divyang Park Opens at Kandivali