Mid day sport: Shilpa Ganatra 's mesmerizing performance
શિલ્પા ગણાત્રાનું Mid day સ્પોર્ટ ઇવેન્ટમાં ધમાકેદાર પરફોર્મન્સ
Posted by NILESH WAGHELA
મુંબઇ: નૃત્ય અને સંગીત આધારિત અનેક કાર્યક્રમનું સંચાલન કરનાર સેલિબ્રિટી કોરિયોગ્રાફર શિલ્પા ગણાત્રાએ Mid day સ્પોર્ટ ઇવેન્ટમાં ધમાકેદાર પરફોર્મન્સ આપીને રમતગમતની સ્પર્ધાના પ્રસંગમાં એક નવો રંગ ઉમેર્યો હતો.
મુંબઇના દૈનિક મિડ ડે દ્વારા મુંબઈની ગુજરાતી જ્ઞાતિઓ માટે યોજાતી ક્રિકેટ સ્પર્ધાના ૨૦૨૪ની કપ સિઝન 16ના ઓપનિંગ સોંગનુ આયોજન શિલ્પા ગણાત્રાની કાંદિવલી સ્થિત યુથ ઝોન ડાન્સ એકેડમી દ્વારા કરવામાં આવ્યું હતું.
એ બાબત ખાસ નોંધવી જોઈએ કે, મુંબઈમાં કાંદિવલી સ્થિત આ યુવા નૃત્ય સંસ્થા (youth zone dance academy)એ પાંચ વર્લ્ડ રેકોર્ડની સિદ્ધિ હાંસલ કરી છે.
શિલ્પા ગણાત્રા બ્રાઝિલ વતી મિસ અર્થ ૨૦૨૩નો ખિતાબ જીતનાર અભિનેત્રી, ડાન્સર, ઈનફ્લુએન્સર મિસ લારા ગામામ સાથે
યુથ ઝોન વતી શિલ્પા ગણાત્રાએ Mid day mate અગાઉ ફાલ્ગુની પાઠક સાથેના કૃષ્ણ મહોત્સવ સહિત ઘણા કાર્યક્રમ આપ્યા છે, જો ક્રિકેટને લાગતો આ સતત બીજો પ્રોગ્રામ હતો.
આ વખતે ઉક્ત કાર્યકમમાં રેપિંગ સોંગની પસંદગી કરવામાં આવી હતી, જેમાં રેપર અને ગીતકાર પારસ ભાલેરાવે સરસ પરફોર્મન્સ આપ્યું હતું . આ પ્રોગ્રામમાં શિલ્પા ગણાત્રા મ્યુઝિક કંપોઝરની ભૂમિકામાં હતાં.
આ પછી યુથ ઝોન એકેડેમી ના બાળકો દ્વારા નૃત્ય આધારિત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ૩૫ જેટલા બાળકો સહભાગી થયા હતા. કાર્યક્રમના સહાયક સાથીઓમાં કવિતાબેન ઉદેશી અને જીનલ મહેતા (ડિઝની પ્રિસ્કુલ)નો સમાવેશ હતો.
Comments
Post a Comment