ધ બોરીવલી એજ્યુકેશન સોસાયટી રમતોત્સવ અને ચિત્રકળા સ્પર્ધાને બહોળો પ્રતિસાદ
ધ બોરીવલી એજ્યુકેશન સોસાયટી દ્વારા રમતોત્સવ
અને ચિત્રકળા સ્પર્ધાનું સફળ આયોજન
મુંબઈ: બોરીવલી એજ્યુકેશન સોસાયટીની રમતોત્સવ સ્પર્ધા અને નવરંગ ચિત્રકળા સ્પર્ધાને ખુબ જ ઉત્કૃષ્ટ અને બહોળો પ્રતિસાદ સાંપડ્યો છે. શેઠ જી.એચ.હાઈસ્કૂલના પ્રાંગણમાં તા.૧૯.૧૨.૨૦૨૩ થી ૨૩.૧૨.૨૦૨૩ દરમિયાન બોરીવલી પૂર્વ અને પશ્ચિમની જુનિયર શાળાઓથી લઈને કોલેજો આ પ્રતિયોગિતામાં એક છત્ર હેઠળ એકત્ર થઈ હતી.
રમતગમતની પ્રતિયોગિતામાં ૪ થી ૧૯ વર્ષની વયના કે.જી.થી પી.જી. સુધીના આશરે ૨૦૦૦થી વધુ સહભાગીઓએ તેમની કુશળતા અને સમૂહ ભાવના દર્શાવી હતી. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ અને સીઈઓ જયેશભાઈ યાજ્ઞિક, ઉપપ્રમુખ અને રમતગમત પ્રવૃત્તિના ઇન્ચાર્જ માધવભાઈ વળીયા અને સચિવ તથા રમતગમતના પ્રભારી રાજુલભાઈ પાઠક ઉપસ્થિત રહ્યા હતા.સ્પર્ધાના અંતિમ દિવસે.૨૩મી ડિસમ્બરે ગુરુકુળ રમતોત્સવ સંસ્થાના અધ્યક્ષ પરેશભાઈ કોઠારી, ટ્રસ્ટી સભ્યો તેમજ દરેક શાળાના આચાર્યો દ્વારા વિજેતાઓને મેડલ, ટ્રોફી અને પ્રમાણપત્રોથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.
રમતોત્સવ સાથે ચિત્રકળા સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોએ અને શિક્ષકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. મુખ્ય મેહમાન દિપ્તીબેન પાંડે (માસ્ટર ઇન ફાઇન આર્ટ્સ)નાં હસ્તે વિજેતાઓને પ્રમાણપત્ર અને મેડલથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. સંસ્થા ઉક્ત આયોજન મારફત એવો સંદેશ આપે છે કે, રમતોત્સવ સ્પર્ધા માત્ર વ્યક્તિગત સિદ્ધિને જ નહીં પરંતુ એકતાની ભાવનાને પણ પ્રોત્સાહિત કરે છે.
Comments
Post a Comment