ઘરના હપ્તા ઘટવાની આશા: સરકાર ગૃહનિર્માણ ક્ષેત્રે વ્યાજદર ઘટાડવા સમીક્ષા કરશે
મ્હાડાએ 18% વ્યાજ વસૂલવું એ ચિંતાનો વિષય છે, સરકાર તેને BMCની સમકક્ષ લાવવાની દરખાસ્ત મંગાવશે: ફડણવીસ Posted by NILESH WAGHELA મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન, દેવેન્દ્ર ફડણવીસે, એ વિકાસકર્તાઓ પાસેથી મ્હાડા દ્વારા વસૂલવામાં આવતા વ્યાજના વર્તમાન સ્તરને અવાસ્તવિક રીતે ઊંચું ગણાવ્યું અને તેને બીએમસીના વ્યાજની સમકક્ષ બનાવવા માટે તેને ઘટાડવાની આવશ્યકતા વ્યક્ત કરી છે. ફડણવીસે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર સરકાર ટૂંક સમયમાં આ બાબતની સમીક્ષા કરશે અને મ્હાડાને દરખાસ્ત સબમિટ કરવા કહેશે; જેથી વર્તમાન ચક્રવૃદ્ધિ વ્યાજના 18%ના દરને BMC દ્વારા વસૂલવામાં આવતા દરના સ્તરે લાવવામાં આવશે. NAREDCO મહારાષ્ટ્રના HOMETHON પ્રોપર્ટી એક્સ્પો 2023ના બીજા દિવસે બોલતા, ફડણવીસે રાજ્યના રિયલ એસ્ટેટ ઉદ્યોગ વતી NAREDCO મહારાષ્ટ્રના સર્વોચ્ચ રિયલ એસ્ટેટ સંસ્થાના પ્રમુખ સંદીપ રુનવાલે મ્હાડા દ્વારા devlopers પાસેથી 18% નું ઊંચું વ્યાજ વસૂલવા સંદર્ભે પૂછેલા સવાલનો જવાબ આપતા તેમણે ઉપરોક્ત કથા કર્યું હતું. ફડણવીસે કહ્યું, "મ્હાડાએ 18% ચક્રવૃદ્ધિ વ્યાજ વસૂલ્યું તે ખરેખર ઊંચું છે અ...