Special offerings @ SAKVAR Gaushala by Prabhavati group
પ્રભાવતી ગ્રૂપ દ્વારા ગૌશાળામાં છપ્પનભોગના મનોરથનું આયોજન
Poated by: Nilesh waghela
મુંબઈ: પ્રભાવતી ગૌશાળા ગ્રૂપ દ્વારા વિરાર ખાતે સકવાર ગૌશાળામાં છપ્પનભોગના મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે આ મંડળના સૌ સભ્યોએ ગૌમાતાની સેવાનો લાભ લીધો હતો.
આ સમાજસેવી સંસ્થા દર મહિનાના પ્રથમ શનિવારે ગૌશાળામાં ગાયમાતાને લીલા ઘાસથી માંડી કલિંગર અને લાડુ લાપસી પીરસવા ઉપરાંત તેમની સારસંભાળ અને સુખાકારી માટે અન્ય વ્યવસ્થાનું આયોજન પણ કરે છે.
તાજેતરમાં જ સંસ્થાએ નવી પ્રવૃત્તિ અંતર્ગત સમાજના નીચલા વર્ગ માટે અનાજ અને અન્ય જરૂરિયાતની ચીજવસ્તુઓના વિતરણ નું આયોજન પણ કર્યું હતું.
સેવાકાર્યના ઉદ્દેશ સાથે આંગળીના વેઢે ગણાય એટલા કાર્યકરો દ્વારા રચાયેલા આ બિનસરકારી સંગઠનમાં અનેક લોકો જોડાતા સંગઠન ક્રમશઃ મોટા વટવૃક્ષનું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે.
Comments
Post a Comment