શેરબજારમાં મહાભયાનક કડાકાની આગાહી
શેરબજારમાં ૨૦૦૮ કરતા ભયાનક કડાકો બોલશે ૨૦૨૫માં Posted by NILESH WAGHELA મુંબઇ: અમેરિકાના ટોચના ઇકૉનૉમિસ્ટ હૅરી ડેન્ટે ચેતવણી આપી છે કે ૧૯૨૫થી ૧૯૨૯ વચ્ચે આવી હતી એના જેવી ભયંકર મંદી વિશ્વના શૅરબજારોમાં જોવા મળી શકે એમ છે. તેમણે ચેતવણીના સૂરમાં જણાવ્યું હતું કે તેજીના જે પરપોટા દેખાઈ રહ્યા છે એ ગમે ત્યારે ફૂટી શકે એમ છે. આવનારી મંદી વિશે બોલતાં હાર્વર્ડ બિઝનેસ સ્કૂલના હૅરી ડેન્ટે કહ્યું હતું કે '૧૯૨૫થી ૧૯૨૯ વચ્ચે આવેલી ભયાનક મંદીને કારણે વિશ્વભરનાં શૅરબજારોમાં તબાહી મચી હતી અને એ કુદરતી હતી. એની પાછળ કોઈ કારણ નહોતું, પણ હવે આવનારી મંદી નવા પ્રકારની છે. આ અગાઉ આવું કદી થયું નથી. જો હૅન્ગઓવર થાય તો તમે શું કરો છો? વધારે શરાબ પીઓ છો. અત્યારે આવું થઈ રહ્યું છે. અર્થતંત્રને આગળ ધપાવવા માટે વધારાનાં નાણાં એમાં નાખવામાં આવે છે, પણ લાંબા ગાળા માટે એ સારું નથી, ગમે ત્યારે આવા બબલ ફૂટે છે.’ આ મુદ્દે છણાવટ કરતાં હૅરી ડેન્ટે કહ્યું હતું કે ‘મોટા ભાગના બબલ પાંચથી છ વર્ષમાં ફૂટી જાય છે, પણ હાલમાં જે બબલ છે એ છેલ્લાં ૧૪ વર્ષથી ચાલી રહ્યા છે. આમ ૨૦૦૮-’૦૯માં આવેલા ક્રૅશ કરતાં પણ મોટા ક્ર...
Comments
Post a Comment