ઇલેકશન સ્પેશિયલ: બિઝનેસ લીડર્સ માટે નવો પડકાર
બિઝનેસ લીડર્સ માટે સમસ્યા: અનેક કંપનીએ ઓફિસમાં રાજકીય વાતચીત પર રોક લગાવી
આ વર્ષે ભારત, US સહિતના 60 દેશોમાં ચૂંટણી
લંડન : વર્ષ 2024 ચૂંટણીનું વર્ષ છે. વિશ્વના સૌથી મોટા અર્થતંત્ર ભારત અને સૌથી જૂના લોકશાહી દેશોમાં સામેલ અમેરિકાની સાથે જ ઇન્ડોનેશિયા, બ્રિટન, દક્ષિણ આફ્રિકા, રશિયા અને ઇરાન સહિત 60થી વધુ દેશોમાં ચૂંટણી થઇ રહી છે. બાંગ્લાદેશ, રશિયા, પાકિસ્તાન, ઇન્ડોનેશિયા, તાઇવાન અને ભૂટાનમાં ચૂંટણી પૂર્ણ થઇ ચૂકી છે. વિશ્વની લગભગ અડધી વસતી આ વર્ષે મતદાન કરશે. એશિયા ખંડની અડધી વસતી મતાધિકારનો ઉપયોગ કરી ચુકી છે.
દરમિયાન ઘર-ઓફિસ, દરેક ચોક કે પછી ચાર રસ્તા પર રાજકારણથી જોડાયેલી ચર્ચા ન થાય તેવું સંભવ નથી. ઘર અથવા ચોક-ચાર રસ્તા પર તો ઠીક છે પરંતુ ઓફિસમાં રાજકારણની ચર્ચા કેટલી યોગ્ય અને અયોગ્ય છે, તે હંમેશાથી દલીલનો વિષય રહ્યો છે. વૈચારિક અને રાજકીય મતભેદોથી જોડાયેલો તણાવ વિશ્વભરની ઓફિસમાં વધી રહ્યો છે, કર્મચારીઓમાં ભંગાણ વધી રહ્યું છે અને કંપનીઓ પર કાર્યવાહી કરવાનું દબાણ પણ વધી રહ્યું છે. નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટી, અર્થશાસ્ત્રના એસોસિએટ પ્રોફેસર એડોઆર્ટો ટેસો કહે છે કે રાજકારણ તેજીથી એક વસ્તુ બની ચુકી છે જે હવે માત્ર રાજકીય ક્ષેત્ર સુધી જ મર્યાદિત નથી.
વિશ્વભરની ઓફિસમાં બિઝનેસ લીડર્સ સામે એક પડકાર છે કે તેને કઇ રીતે સંભાળી શકાય. જ્યાં કેટલીક કંપની ઓફિસમાં રાજકીય ચર્ચાને એક સ્વસ્થ દલીલનો હિસ્સો માનતા તેના પક્ષમાં છે, જ્યારે કેટલાક તેના પર લગામ લગાવવા માંગે છે. 2020માં, કોવિડ મહામારી અને બ્લેક લાઇવ્સ મેટર જેવા મુદ્દાઓ પર ચર્ચા બાદ ગ્લોબલ સોફ્ટવેર ફર્મ ઇંટુઇટે કર્મચારીઓ દ્વારા કંપનીની આંતરિક ચેનલો પર વિભાજનકારી વિષયો પર વાત કરવા પર રોક લગાવી છે.
સમાજ અને રાજકારણ અંગે વાતચીત પર પ્રતિબંધ લગાવવાની નીતિની જાહેરાત બાદ, સૉફ્ટવેર કંપની બેસકેમ્પના લગભગ એક તૃતીયાંશ કર્મચારીઓએ નોકરી છોડી દીધી. ક્રિપ્ટોકરન્સી કંપની કૉઇનબેઝની રાજકીય વાતોથી દૂર રહેવાની નીતિથી પરેશાન ઓછામાં ઓછા 60 કર્મચારીઓએ નોકરી છોડી દીધી હતી અને બાયઆઉટ સ્વીકારી લીધું હતું. માર્કેટિંગ સોફ્ટવેર ગ્રોથસ્ક્રાઇબમાં બે કર્મચારી અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેનને લઇને દલીલમાં ઉતર્યા હતા. અસહમતિ અપશબ્દોમાં બદલાઇ ગઇ. ત્યારબાદ કંપનીએ ઓફિસમાં રાજકારણની ચર્ચા પર પૂર્ણ પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો. રાજકીય દલીલથી તેમની ટીમના કર્મચારીઓની વચ્ચે પરસ્પર સંબંધો બગડ્યા હતા.
Comments
Post a Comment