Indian army ready to help Bangladesh?


ઇન્ડિયન આર્મી બાંગ્લાદેશના વિદ્રોહીઓના ભુક્કા બોલાવવાનું કામ કરશે? 

Posted by NILESH WAGHELA 

નવી દિલ્હી: બાંગ્લાદેશના આંતરવિગ્રહને કારણે ભારત માટે વ્યાપાર ને ફટકાથી માંડીને સરહદી સૌરક્ષણને લગતી મોટી ચિંતા ઊભી થઈ છે. ભારતે એક તરફ શેખ હસીનાને પનાહ આપવા સાથે બીજી તરફ બાંગ્લાદેશમાં બેકાબૂ બની હિંસાચાર ફેલાવનારા વિદ્રોહીઓને ડામવા માટે ત્યાંના લશ્કર તરફ દોસ્તીનો હાથ લબાવ્યો છે. 

બાંગ્લાદેશના રાજકીય સંકટની વચ્ચે ત્યાંના અપદસ્થ પ્રધાનમંત્રી શેખ હસીનાના ભારતમાં રોકાણ બાદ હવે ભારત ઈચ્છે છે કે ઈંડિયન આર્મી બાંગ્લાદેશ પહોંચીને સ્થિતિ સંભાળે. તેના માટે ભારતે સેના પ્રમુખ જનરલ વકર ઉસ જમાનના નેતૃત્વમાં બાંગ્લાદેશના સૈન્ય નેતૃત્વ સાથે સંપર્ક કર્યો છે. 

ઉપલબ્ધ અહેવાલો અનુસાર ભારતે કહ્યું છે કે હિંસક પ્રદર્શનો, અસ્થિરતાથી ઝઝૂમી રહેલા દેશમાં શાંતિ, કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવો હાલની મોટી જરુરિયાત છે અને તેને ફટાફટ કરવું જોઈએ.

સરકારી સૂત્રો અનુસાર, પીએમ મોદી તરફથી સેના પ્રમુખ સાથે પહેલા જ સંપર્ક કરવામાં આવ્યો છે. સામાન્ય સ્થિતિ સ્થાપિત કરવા માટે શક્ય દરેક મદદ આપવાનું વચન પીએમ મોદી તરફથી આપવામાં આવ્યું છે.

 શેખ હસીના વિશે આ સર્વવિદિત છે કે, તે ઈસ્લામવાદીઓ વિરુદ્ધ એક મજબૂત દિવાલ બનીને ઊભા હતા, જે સૌની વચ્ચે ષડયંત્રોના કારણે હવે નથી રહ્યા. ત્યારે આવા સમયે આ મોર્ચા પર ભારત ઈચ્છે છે કે તેઓ મજબૂતીથી આ બાબતે સક્રિય રહે.

 પાડોશી દેશમાં મચેલા હોબાળાની અસર આપણા દેશ પર પણ પડી શકે છે. આમ તો ખુદ બાંગ્લાદેશ પણ પાકિસ્તાનની માફક ફાઈનાન્શિયલ ક્રાઈસિસથી ઝઝૂમી રહેલો દેશ છે. શેખ હસીનાના જવાથી ભારત માટે મુશ્કેલ સ્થિતિ ઊભી થઈ ગઈ છે, કેમ કે હવે તેને કટ્ટરપંથથી ઝઝૂમવું પડશે.

બાંગ્લાદેશ અને ભારતની વચ્ચે આયાત અને નિકાસ ઘણી થાય છે. પાડોશી દેશના આ સંકટની ભારતના બિઝનેસ પર માઠી અસર પડી શકે છે અને ઘણી વસ્તુઓના ભાવ મોંઘા થઈ શકે છે. 

બાંગ્લાદેશથી ભારતમાં ખેતીવાડી સાથે જોડાયેલ સામાન, કપડા, જૂતા, લેધરનો સામાન, પ્રોસેસ્ડ ફુડથી લઈને ફળ-શાકભાજી આવતા હતા.

હિન્દુસ્તાન ટાઈમ્સના એક રિપોર્ટ અનુસાર, સર્વદળીય બેઠકમાં એસ જયશંકર સાથે જ્યારે વિપક્ષે પૂછ્યું કે શું હસીનાને હટાવી દેવામાં પાકિસ્તાનની કોઈ ભૂમિકા હતી, તો તેમણે પાકિસ્તાની રાજનયિકોના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર બાંગ્લાદેશી વિપક્ષની તસવીર હોવાની વાત તરફ ઈશારો કર્યો અને કહ્યું કે, પાકિસ્તાનના ઈંટરફેયરેંસની ભૂમિકાની હાલમાં તપાસ થઈ રહી છે.

Comments

Popular posts from this blog

શેરબજારમાં મહાભયાનક કડાકાની આગાહી

शिक्षक दिन मनाया MCOA ने भव्य कार्यक्रम के संग: २००० से अधिक लोग शामिल।

Mumbai's First Divyang Park Opens at Kandivali