ડિહાઈડ્રેશનથી બચવા ઓઆરએસ શ્રેષ્ઠ ઉપાય


ડિહાઈડ્રેશન માટે મીઠાં પીણાં નહીં, પણ ડબ્લ્યુએચઓએ ભલામણ કરેલા ઓઆરસ સેવન કરવા નિષ્ણાતોનું સૂચન

નિષ્ણાતો કાળઝાળ ગરમી વચ્ચે બાળકો માટે અતિસારનો ખતરો હોવાથી સુરક્ષિત ઓઆરએસની મહત્ત્વપૂર્ણ ભૂમિકા પર ભાર આપે છે

મુંબઈ: કાળઝાળ ગરમી સાથે ભારત ખાસ કરીને બાળકોમાં ડિહાઈડ્રેશનને નાથવા માટે ગંભીર પડકારનો સામનો કરી રહ્યો છે. ભારતમાં અતિસાર બાળકોમાં મરણાધીનતાનું ત્રીજું મુખ્ય કારણ છે. ઓરલ રિહાઈડ્રેશન સોલ્ટ્સ (ઓઆરએસ) મહત્ત્વપૂર્ણ ઔષધિ હોવા છતાં તાજેતરનો NFHS-5 data દર્શાવે છે કે અતિસારથી પીડાતા ફક્ત 60.6 ટકા બાળકોને ઓઆરએસ પ્રાપ્ત થાય છે, જે વધુ જાગૃતિ અને યોગ્ય ઉપયોગિતાની જરૂર આલેખિત કરે છે.

નાનાવટી મેક્સ સુપર સ્પેશિયાલ્ટી હોસ્પિટલ, વિલે પાર્લે (વેસ્ટ), મુંબઈના પેડિયાટ્રિક ગેસ્ટ્રોએન્ટરોલોજી, હેપાટોલોજી અને લિવર ટ્રાન્સપ્લાન્ટના ડાયરેક્ટર શ્રી વિભોર બોરકરે અતિસાર અને ડિહાઈડ્રેશનથી પીડાતા બાળકોના ઉપચારમાં ઓરલ રિહાઈડ્રેશન સોલ્યુશન (ઓઆરએસ)ની મહત્ત્વપૂર્ણ ભૂમિકા પર ભાર આપતાં જણાવ્યું હતું કે, “અતિસારથી પ્રવાહી ઝડપથી ઓછું થાય છે, ઈલેક્ટ્રોલાઈટ અસંતુલન પેદા થાય છે અને ડિહાઈડ્રેશન પેદા થાય છે. ઓઆરએસ સરળ છતાં શક્તિશાળી સમાધાન છે, જે ખાસ કરીને પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં પ્રવાહી અને ઈલેક્ટ્રોલાઈટ્સની ખાધ પરી કરીને ગૂંચ નિવારે છે અને ઝડપી રિકવરી કરે છે. 

અત્રે નોંધનીય છે કે ઓઆરએસ અસરકારક હોવા સાથે સુરક્ષિત પણ છે. ખોટી સોલ્ટ અથવા શુગરની રચનાઓનો ઉપયોગ કરવાથી અવરોધરૂપ પરિણામો આવી શકે છે. યોગ્ય ડિહાઈડ્રેશન વ્યવસ્થાપનમાં પાણી અને ઈલેક્ટ્રોલાઈટ્સનું અચૂક સંતુલન સેવન કરવાનું આવશ્યક છે. 

અયોગ્ય ઘરેલુ સમાધાન અથવા અન્ય ઉચ્ચ શુગર ધરાવતાં પીણાંનો ઉપયોગ કરવાથી આ સંતુલનમાં અવરોધ પેદા થઈને ડિહાઈડ્રેશન કથળવું અને તીવ્ર કિસ્સામાં મૃત્યુ જેવાં ગંભીર સ્વાસ્થ્યનાં જોખમો પેદા થઈ શકે છે.”
આથી જ ઉનાળામાં યોગ્ય હાઈડ્રેશનની ખાતરી રાખવા માટે જનજાગૃતિ ઝુંબેશ ડબ્લ્યુએચઓ માન્ય ઓઆરએસ સમાધાનના મહત્ત્વને આલેખિત કરે છે.
ગ્લેનઈગલ્સ હોસ્પિટલ, પરેલ, મુંબઈના પેડિયાટ્રિક ગેસ્ટ્રોએન્ટરોલોજી અને લિવર ટ્રાન્સપ્લાન્ટ વિભાગના મુખ્ય અને સિનિયર કન્સલ્ટન્ટ ડો. લલિત વર્મા ખાસ કરીને વધતા તાપમાન સાથે વધતી ઓઆરએસની માગણી ધ્યાનમાં રાખતાં યોગ્ય ઓઆરએસની માહિતગાર પસંદગીના મહત્ત્વ પર ભાર આપતાં સમજાવે છે, “ડિહાઈડ્રેશન પછી અતિસારને નાથવા માટે ઓઆરએસનો યોગ્ય પ્રકાર પસંદ કરવાનું મહત્ત્વપૂર્ણ છે. ઓઆરએસ અને વ્યાવસાયિક રીતે ઉપલબ્ધ શુગર આધારિત પીણાં વચ્ચે ફરક સમજવો તે મહત્ત્વપૂર્ણ છે. 

આ પીણાં મર્યાદિત માત્રામાં ઈલેક્ટ્રોલાઈટ્સ અને પાણીની ખાધ પૂરી કરી શકે છે, પરંતુ તેમાં પાણી અને ઈલેક્ટ્રોલાઈટ્સની ઝડપી શોષકતા માટે જરૂરી મહત્ત્વપૂર્ણ ગ્લુકોઝ- સોડિયમ અને પોટેશિયમના પ્રમાણનો અભાવ છે, જે ડિહાઈડ્રેશનનો ઉપચાર કરવા માટે અત્યંત અનિવાર્ય છે. આથી ડિહાઈડ્રેશનના ઉપચારના હેતુ વિનાનાં શુગરી પીણાંને બદલે ડબ્લ્યુએચઓ માન્ય રચનાઓ અપનાવવું તે ઉનાળામાં ખાસ કરીને બાળકોના સ્વાસ્થ્ય સાથે એકંદર સ્વાસ્થ્ય માટે મહત્ત્વપૂર્ણ છે.”

આ બાબતમાં માહિતગાર નિર્ણય લેવાનું મહત્ત્વપૂર્ણ છે. ડિહાઈડ્રેશનનો સામનો કરવાનો આવે ત્યારે ડિહાઈડ્રેશનનો ઉપચાર કરવા માટે બિન-અનુકૂળ અન્ય શુગર આધારિત પીણાને બદલે ડબ્લ્યુએચઓ માન્ય ઓઆરએસ સમાધાનને અગ્રતા આપવી જોઈએ.

ઓઆરએસ અને તેના યોગ્ય ઉપયોગના ફાયદા સમજીને આપણે ખાસ કરીને આ કાળઝાળ ગરમીના મહિનામાં નાગરિકો અને તેમના પરિવારોને તેમના પોતાના સ્વાસ્થ્યનો હવાલો સંભાળી લેવા માટે સશક્ત બનાવી શકીએ છીએ. આ જ્ઞાન દર વર્ષે હજારો બાળકોનું જીવન બચાવવામાં મદદરૂપ થઈ શકે છે.

Comments

Popular posts from this blog

શેરબજારમાં મહાભયાનક કડાકાની આગાહી

शिक्षक दिन मनाया MCOA ने भव्य कार्यक्रम के संग: २००० से अधिक लोग शामिल।

Mumbai's First Divyang Park Opens at Kandivali