મોદી દ્વારા જ્વેલરી ઇન્ડસ્ટ્રી માટે ભારતના સુવર્ણ પ્રવેશદ્વાર મેગા સીએફસીનું ઉદ્ઘાટન


નિકાસ વૃદ્ધિ માટે વાણિજ્ય મંત્રાલયના ઉપક્રમે મેગા સીએફસીની સ્થાપના

Posted by NILESH WAGHELA

મુંબઇ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એસઈઈપીઝેડ સેઝ ખાતે ભારત રત્નમ મેગા સીએફસીના પ્રારંભનું ઉદ્ઘાટન કરીને સરકારની નવીનતા, આર્થિક વૃદ્ધિ અને ટેકનોલોજીકલ પ્રગતિને આગળ ધપાવવાની પ્રતિબદ્ધતાનો પુરાવો આપ્યો હતો. 

ભારત રત્નમ મેગા સીએફસી, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય, જીજેઈપીસી ઈન્ડિયા અને એસઈઈપીઝેડ સેઝ ઓથોરિટી દ્વારા દેશમાંથી નિકાસ કરવા માટે પ્રમોટ કરાયેલ એક સામાજિક-આર્થિક પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટનો હેતુ જેમ્સ એન્ડ જ્વેલરી મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગના સહજ કૌશલ્યોને પ્રોત્સાહિત કરવા માટે વિશ્ર્વસ્તરીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનો છે. 

મેગા કોમન ફેસિલિટેશન સેન્ટર ઉદ્યોગસાહસિકો, એમએસએમઈ અને નાના વ્યવસાયોને વિકાસવા અને આગળ વધવા માટે મદદરૂપ અને સહયોગી વાતાવરણ પૂરૂ  પાડે છે. 

ભારત રત્નમ સીએફસીમાં થ્રીડી મેટલ પ્રિન્ટર સહિત અત્યાધુનિક સાધનો હશે. તે કારીગરો માટે તાલીમ અને કૌશલ્ય પણ પ્રદાન કરશે, જેમાં વિશેષ રીતે સક્ષમ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. મેગા સીએફસી રત્ન અને ઝવેરાતના વેપારમાં નિકાસ ક્ષેત્રને પરિવર્તિત કરશે અને સ્થાનિક ઉત્પાદનને પણ મદદ કરશે.

જીજેઈપીસીના ચેરમેન વિપુલ શાહે જણાવ્યું હતું કે, મેગા સીએફસી એ સેઝ નિકાસ લક્ષ્યને સાત બિલિયન ડોલરથી બમણું કરીને ૧૫ બિલિયન ડોલર કરવાની ઉદ્યોગની યોજનામાં અભિન્ન છે, જે લગભગ ૩૦ બિલિયન ડોલરની વણખેડાયેલી સંભાવના સાકાર કરવાનો માર્ગ મોકળો કરે છે.

 ભારત રત્નમ મેગા સીએફસીની કલ્પના જીજેઈપીસી દ્વારા કરવામાં આવી હતી. પ્રોજેક્ટ રિપોર્ટ એમઓસી દ્વારા અપનાવવામાં આવ્યો હતો અને એસઈઈપીઝેડ દ્વારા ભંડોળ પૂરૂ પાડવામાં આવ્યું હતું. પ્રોજેક્ટનું અમલીકરણ એસઈઈપીઝેડ ઓથોરિટી સાથે જીજેઈપીસી દ્વારા નામાંકિત મેગા સીએફસી સમિતિ હેઠળ કરવામાં આવ્યું હતું. જીજેઈપીસીએ ભારત રત્નમ મેગા સીએફસી ચલાવવા અને તેનું સંચાલન કરવા માટે એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે.  

-----------


Comments

Popular posts from this blog

શેરબજારમાં મહાભયાનક કડાકાની આગાહી

शिक्षक दिन मनाया MCOA ने भव्य कार्यक्रम के संग: २००० से अधिक लोग शामिल।

Mumbai's First Divyang Park Opens at Kandivali