સીએમએઆઈનો ૭૬મો નેશનલ ગાર્મેન્ટ ફેર

૯૫૦ સ્ટોલ સાથે સૌથી મોટો સમર ગાર્મેન્ટ ફેર

મુંબઈમાં યોજાશે તા. ૩૦ જાન્યુઆરીથી તા. ૧ ફેબ્રુઆરી દરમિયાન 

photo


મુંબઈ: ધી ક્લોધિંગ મેન્યુફેક્ચરર્સ ઍસોસિયેશન ઑફ ઈન્ડિયા (સીએમએઆઈ)ના ઉપક્રમે ૭૬મો નેશનલ ગાર્મેન્ટ ફેર તા. ૩૦ જાન્યુઆરીથી તા. ૧ ફેબ્રુઆરી દરમિયાન મુંબઈ-ગોરેગામના નેસ્કો સંકુલમાં યોજાશે. ૩ દિવસના આ બીટુબી ગાર્મેન્ટ ફેરનું ઉદ્‌ઘાટન મહારાષ્ટ્રના ઉદ્યોગ અને ટેક્સટાઈલ મંત્રાલયના પ્રધાન ચન્દ્રકાંતદાદા પાટિલ તા. ૩૦ જાન્યુઆરીએ સવારે કરશે.

આ ગાર્મેન્ટ ફેરમાં ૯૫૦ સ્ટોલ હશે, જ્યાં ૧૦૦૦થી વધુ બ્રાન્ડો પ્રદર્શિત થશે. આમ સ્થાનિક ગાર્મેન્ટ ઉદ્યોગના ઇતિહાસમાં આ સૌથી મોટો સમર ગાર્મેન્ટ ફેર બની રહેશે.

સીએમએઆઈના પ્રમુખ રાજેશ મસંદે જણાવ્યું હતું કે ભારતના ગાર્મેન્ટ ઉદ્યોગમાં અગાઉ મહારાષ્ટ્રનું ગૌરવવંતું સ્થાન હતું જે હવે રહ્યું નથી. આથી મહારાષ્ટ્ર સરકાર રાજ્યમાં ગાર્મેન્ટ ઉદ્યોગ પુન: ધમધમતો કરવા કટિબદ્ધ છે. સીએમએઆઈએ પણ વિકાસનાં ઘણાં સૂચનો મહારાષ્ટ્ર સરકારને આપ્યાં છે. હવે ચન્દ્રકાંતદાદા પાટિલ ગાર્મેન્ટ ફેરમાં પધારશે ત્યારે ઉદ્યોગના અગ્રણીઓ જોડે ઉદ્યોગની સમસ્યાઓ અને સૂચનોની ચર્ચાવિચારણા કરશે. મહારાષ્ટ્ર સરકાર મહારાષ્ટ્રમાં ઉત્પાદન માળખાને મજબૂત કરવા માગે છે.

સીએમએઆઈની ફેર કમિટીના ચૅરમૅન રોહિત મુંજાલે જણાવ્યું હતું કે સૂચિત ગાર્મેન્ટ ફેરથી સ્થાનિક ગાર્મેન્ટ ક્ષેત્રને વધુ ટૉનિક મળી રહેશે. કોરોનાકાળની થપાટ બાદ ૨૦૨૨માં ગાર્મેન્ટ ઉદ્યોગનું વેચાણ કોરોના પૂર્વેની સપાટીથી વધી ગયું હતું, પણ નવેમ્બર ૨૦૨૨થી પાછી સુસ્તી આવી છે. જોકે મોટા ભાગની બ્રાન્ડ્સ અને ઉત્પાદક કંપનીઓએ ૨૦૨૨-૨૩માં ૧૬ ટકા આસપાસનો વિકાસ દર્શાવ્યો છે.

રિસર્ચ ફર્મ એ.સી. નીલ્સન સાથે સીએમએઆઈ એપરલ કન્ઝ્પ્શન સ્ટડી હાથ ધરાઈ હતી. આમાં જાણવા મળ્યું હતું કે ૨૦૧૯માં સ્થાનિક ગાર્મેન્ટ ઉદ્યોગનું કદ ૮૦ અબજ યુએસ ડૉલર હતું. જોકે ૨૦૨૦-૨૨ દરમિયાન એપરલનો વપરાશ ૨૨ ટકા ઘટી ૬૫ અબજ ડૉલરનો રહ્યો હતો. જોકે છેલ્લા બે-ત્રણ મહિનાના સુસ્ત ગાળાને બાદ કરતાં બાકી ૨૦૨૨માં મોટા ભાગની બ્રાન્ડ્સનો દેખાવ પ્રગતિકારક રહ્યો છે.

Comments

Popular posts from this blog

શેરબજારમાં મહાભયાનક કડાકાની આગાહી

शिक्षक दिन मनाया MCOA ने भव्य कार्यक्रम के संग: २००० से अधिक लोग शामिल।

Mumbai's First Divyang Park Opens at Kandivali