Jewel Trendzએ લોંચ કર્યું Business Visionaries of India

Jewel Trendzએ લોંચ કર્યું Business Visionaries of India ભારતમાંના ભાવિ ઉદ્યોગપતિઓને સશક્ત બનાવવાની શરૂઆત Posted by Nilesh waghela મુંબઇ: દેશભરના પ્રતિભાશાળી યુવાનો, વિદ્યાર્થીઓ અને પ્રારંભિક તબક્કાના ઉદ્યોગપતિઓને શ્રેષ્ઠ બિઝનેસ મેન બનાવવાના હેતુથી, દેશની રત્ન અને આભૂષણ ઉદ્યોગની અગ્રણી કંપની Jewel Trendz Pvt. Ltd.એ તેની ક્રાંતિકારી પહેલ, Business Visionaries of India (BVI) શરૂ કરી છે. આ પહેલ હેઠળ દેશના પ્રતિભાશાળી યુવકો, વિદ્યાર્થી અને ઇન્ડસ્ટ્રીમાં પોતે અલગ ઓળખ બનાવનારાઓને **Jewel Trendz Pvt. Ltd. Business Visionaries of India હેઠળ તે તમામ શક્ય સહાય આપશે જે એક સારા ઉદ્યોગપતિને આગળ વધવા માટે જરૂરી હોય છે. Business Visionaries of Indiaએ દેશના પ્રતિભાશાળી ઉદ્યોગપતિઓને ઓળખવા, તેમને આધાર આપવા અને સશક્ત બનાવવાનો હેતુ ધરાવતી એક પહેલ છે, જેથી તેઓ પોતાના વિચારોને અસરકારક રીતે તેમના વ્યવસાયોમાં રૂપાંતરિત કરી શકે. Business Visionaries of India દેશભરના યુવાનો, વિદ્યાર્થીઓ અને પ્રારંભિક તબક્કાના ઉદ્યોગપતિઓને ₹૫ લાખથી ₹૫ કરોડ સુધીના રોકાણ ઉપરાંત, નિષ્ણાત માર્ગદર્શન, બિઝનેસ તાલીમ અને રાષ્ટ...